________________
૮૦
કલશમૃત ભાગ-૬
આનંદ અંદર ભર્યો જ છે પણ એની દૃષ્ટિ અને સમ્યગ્દર્શન, જ્ઞાન ને અનુભવ કરતા કરતા આ પ્રગટ થાય છે. આહાહા...! અનંત અનંત ગંભીર, જેની એક સમયની દશા પૂર્ણ મોક્ષ, તેનો પાર નથી. અક્ષય અનંત ગંભીર છે. આહાહા.! અક્ષય અનંતા જ્યાં ચારિત્રને અક્ષય અનંત કહ્યું તો પૂર્ણ દશાની અક્ષય અમેયની મર્યાદા શું કહેવી? કહે છે. અત્યંત ગંભીર છે, ભાઈ! આહાહા...! મોક્ષનો માર્ગ એ ધર્મ, એ ધર્મ કોઈ અલૌકિક ચીજ છે. એ કોઈ બહારથી પ્રાપ્ત થતી નથી. અંતર આત્મામાં પડ્યું છે, અંદરમાં ધ્યાન કરવાથી, અંતરના આનંદનું ધ્યાન કરવાથી આનંદ અને ધર્મ થાય છે. આહાહા. અહીં તો થોડી દયા પાળે ને પૈસા થોડા ખર્ચે તો કહે, ધર્મ થઈ ગયો, લ્યો ધૂળમાંય ધર્મ નથી. તારા કરોડ, બે કરોડ, અબજ ખર્ચ ને એ તો ધૂળ છે, માટી છે. માટીમાં તારો ધર્મ ક્યાંથી આવ્યો? આહાહા...!
અહીંયાં તો કહે છે. અત્યંત ગંભીર અને ધીર. બે અર્થ વાપર્યા. અનંત ગુણે બિરાજમાન એવો અને ધીર. ધીરું છે એટલે સર્વ કાળ રહેનારું છે, શાશ્વત રહેનારું છે. સંસારનો નાશ થઈને આત્માનો મોક્ષ થયો, પોતાનો અનુભવ કરતા કરતા કેવળજ્ઞાન થયું, પરમાત્મા (થયો) એ શાશ્વત છે. આહાહા.! છે?
“શા કારણથી?” “ વારવરસમરતઃ આહાહા...! “વિIR' શું કહ્યું? “એકરૂપ થયેલાં...” અનંત અનંત આનંદ એકરૂપ દશા થઈ ગઈ. જેવી વિકારી દશા હતી તો અનેકરૂપ હતી. મોક્ષ દશા અંદર થઈ (તો) અંદર આત્મા એકરૂપે આનંદ છે. દશામાં એકરૂપ આનંદ પૂર્ણ પ્રગટ થયો. અનેકાણું નાશ થઈ ગયું. એવો એકાકાર. આહાહા..! “સ્વર' “અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્યના અતિશયના કારણે.” વિશેષતાને કારણે સુખી છે. આહાહા...!
“વળી કેવું છે?” “સ્વસ્થ અને મણિનિ નીને પોતાના નિષ્ઠમ્પ પ્રતાપમાં મગ્નરૂપ છે. ભાવાર્થ આમ છે કે-સાળકર્મક્ષયલક્ષણ મોક્ષમાં આત્મદ્રવ્ય સ્વાધીન છે, અન્યત્ર ચતુર્ગતિમાં જીવ પરાધીન છે. ચાહે તો નરકમાં જાઓ, પશુમાં, મનુષ્યમાં કે દેવ બધા પરાધીન (છે). આ “મોક્ષનું સ્વરૂપ કહ્યું.” લ્યો! એ “મોક્ષ અધિકાર પૂરો થયો.
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)
- ડિવિણ