________________
૬ ૨
કિલશામૃત ભાગ-૬
રખડે છે. આહાહા! હજી સમ્યગ્દર્શનની પણ ખબર ન મળે, મુક્તિ-મોક્ષ તો પછી. સમજાય છે કાંઈ?
અહીં તો પહેલેથી ઉપાડવું, ‘: “સમ્યગ્દષ્ટિ...” “સ: એટલે તે. તે એટલે સમ્યગ્દષ્ટિ એટલે સત્ દર્શન જેને થયું છે. આહાહા! શુદ્ધ ચૈતન્ય વસ્તુ નિર્મળ આનંદ, એનું જેને વર્તમાન પર્યાયમાં ભાન થયું છે, પ્રતીતિ થઈ છે અને અંશે મુક્ત સ્વરૂપ પર્યાયમાં પ્રગટ થયું છે. વસ્તુ મુક્ત છે, પર્યાયમાં અંશે મુક્ત શરૂઆત થઈ છે. આહાહા...! સમજાણું કાંઈ? એ “સમ્યગ્દષ્ટિ જીવ સકળ કર્મનો ક્ષય કરી...... હવે પૂર્ણ મુક્તની વાત કરે છે. પૂર્ણ અબંધ સ્વભાવ જે આત્માનો એને પ્રગટ કરવા, પૂર્ણ અશુદ્ધતાનું નિમિત્તકારણ જે કર્મ, એ કર્મનો નાશ કરે છે. આહાહા...! છે? “સકળ કર્મનો ક્ષય કરી અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષને પ્રાપ્ત થાય છે.” મોક્ષની વ્યાખ્યા કરી.
મોક્ષ એટલે શું? આમ તો મોક્ષ એટલે મૂકાવું થાય છે એથી પહેલો અર્થ એ કર્યોકર્મનો ક્ષય કરી. મોક્ષનો અર્થ–વ્યાખ્યા પહેલી મૂકાવું એમ થયું ને? એટલે કે રાગ ને દ્વેષ ને કર્મથી સર્વથા મુક્ત થયો. એ મોક્ષની વ્યાખ્યા નાસ્તિથી થઈ. અસ્તિથી કહો તો એ અનંત છે. “અતીન્દ્રિયસુખલક્ષણ મોક્ષ...” એ અસ્તિથી થયું. જેને અનંત અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય એને અહીંયાં મોક્ષ કહેવામાં આવે છે. આહાહા...! આ ઇન્દ્રિયના સુખોમાં અજ્ઞાનીની જે કલ્પના છે એ તો મિથ્યા ભ્રમ છે. પૈસામાં, સ્ત્રીમાં, આબરૂમાં, કીર્તિમાં મને ઠીક પડે છે એ તો મહા મોટું પાખંડ પાપ (છે). નરક ને નિગોદની ગતિમાં લઈ જવાના એ બધા પાપ છે. આહાહા.. સામે લેવું છે ને? એક કોર મોક્ષ અને એક કોર નિગોદ. વચ્ચે ગતિ મળે છે નરકની કે સ્વર્ગની, એ તો શુભાશુભ પરિણામનું ફળ. પણ વાસ્તવિક તત્ત્વનો અનારાધાક એટલે તત્ત્વનો વિરાધક, એનું ફળ એને નિગોદ હોય છે. આહાહા...!
જેને આત્મા રાગથી ભિન્ન છે) એમ નહિ માનતા, રાગ તે હું પુણ્ય તે હું અને પુણ્યના ફળ જે આ મળે-લક્ષ્મી, ધૂળ, સંયોગ તે હું, એવો જે મિથ્યાત્વભાવ એ તત્ત્વનો વિરાધકભાવ, તત્ત્વનો અનારાધકભાવ, એના ફળ તરીકે નિગોદ છે. એક શરીરમાં અનંત જીવ અને એક એક જીવને અનંત દુઃખ, એવા નિગોદમાં કાં લસણમાં કાં ડુંગળીમાં એ અવતરવાના. આહાહા...! એ અનંત નિગોદ તત્ત્વની વિરાધનાનું ફળ છે અને અનંત સુખરૂપી મોક્ષ એ શુદ્ધ ચૈતન્યની આરાધનાનું ફળ છે. સમજાય છે કાંઈ? આહાહા...! વચ્ચે શુભઅશુભભાવ આવે એની ગતિ થાય. એ કંઈ મૂળ ચીજ નથી, એ ગતિ કઈ લાંબો કાળ રહે નહિ. સ્વર્ગની ગતિ રહે તો થોડો કાળ અને નરકની ગતિ રહે તો થોડો કાળ. આમાં તો અનંત કાળ (જાય). જેણે આત્મા ભગવાન પૂર્ણ આનંદ સ્વરૂપ, એનું જેણે વિરાધન કર્યું. આહાહા.. એટલે કે રાગ ને દ્વેષ ને પુણ્ય ને પાપ ને એના ફળો એ બધા મને છે, મારા છે, એવો જેણે તત્ત્વનો વિરોધ કર્યો એના ફળ તરીકે પરમાત્મા નિગોદ કહે છે.