________________
કળશ-૧૯૧
૬૧
રતિમ્ તિ’ (ચ:) જે સમ્યગ્દષ્ટિ જીવ (સ્વદ્રવ્ય) શુદ્ધ ચૈતન્યમાં (રતિમ્ તિ) રત થયો છે અર્થાતુ નિર્વિકલ્પ અનુભવથી ઊપજેલા સુખમાં મગ્નપણાને પ્રાપ્ત થયો છે. ભાવાર્થ આમ છે કે સર્વ અશુદ્ધપણું મટતાં થાય છે શુદ્ધપણું, તેના સહારાનો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ, એવો મોક્ષમાર્ગ છે. ૧૨-૧૯૧.
પોષ સુદ ૧૪, રવિવાર તા. ૨૨-૦૧-૧૯૭૮.
કળશ–૧૯૧ પ્રવચન–૨૧૨
ટીકા ચાલે છે, “કળશટીકા”. “મોક્ષ અધિકાર ૧૯૧ શ્લોક.
(શાર્દૂલવિક્રીડિત) त्यक्त्वाऽशुद्धिविधायि तत्किल परद्रव्यं समग्रं स्वयं स्वद्रव्ये रतिमेति यः स नियतं सर्वापराधच्युतः । बन्धध्वंसमुपेत्य नित्यमुदितः स्वज्योतिरच्छोच्छलच्चैतन्यामृतपूरपूर्णमहिमा शुद्धो भवन्मुच्यते।।१२-१९१।।)
મોક્ષની છેલ્લી ગાથા છે, એક કળશ બાકી છે. આ બધા છેલ્લા કળશ છે ને. “સ: મુચ્યતે” ત્યાંથી લીધું છે. તે જીવ બંધનથી મુક્ત થાય છે. કોણ? સમ્યગ્દષ્ટિ. પહેલી શરૂઆત એ લીધી. કેમકે સમ્યગ્દષ્ટિમાં પ્રથમ બંધન રહિત અબંધસ્વરૂપ ચૈતન્ય, એનો પ્રથમ એને સમ્યગ્દષ્ટિમાં અનુભવ હોય છે. મુક્તસ્વરૂપ આત્મા છે. અબંધ સ્વરૂપ કહો કે મુક્ત સ્વરૂપ કહો. એ મુક્ત સ્વરૂપ દ્રવ્ય સ્વભાવ તદ્દન રાગ અને કર્મના સંબંધથી ભિન્ન મુક્ત છે. એ મુક્તપણાનું જેને પ્રથમ સમ્યગ્દર્શન થાય છે, સમ્યગ્દર્શન, એમાં એ મુક્ત સ્વરૂપ છે એમ એની પ્રતીતમાં આવે છે. અને તે સમ્યગ્દષ્ટિમાં સત્ સ્વરૂપ જે પૂર્ણ એનું જ્ઞાન હોવાથી એને અતીન્દ્રિય આનંદનો થોડો સ્વાદ પણ આવે છે. આહાહા.! આને સમ્યગ્દષ્ટિ, શરૂઆત કહીએ. - “સમ્યગ્દષ્ટિ જીવ... “મુચ્યતે એ શબ્દ છે ને? અહીં પૂર્ણ બતાવવું છે પણ પ્રથમ મુચ્યતે રાગ અને કર્મના સંબંધથી મારી ચીજ પૂર્ણ શુદ્ધ આનંદ (છે), એવું અંતરમાં ભાન થતાં એ રાગ અને કર્મથી મુક્ત છું એવી મુક્તિ તો દૃષ્ટિમાં થઈ ગઈ. આહાહા...! દૃષ્ટિમાં તો મુક્ત સ્વરૂપ છું, એમ દૃષ્ટિ થઈ. ત્યારે એ બંધનથી મુક્ત થવાના ઉપાયમાં ચડ્યો. અહીંયાં તો અનાદિકાળથી રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપના ભાવ કરી કરીને બંધનમાં દુઃખી થઈને