________________
૧૪૨
કલશામૃત ભાગ-૬
ક્યાં જાય? એવો શબ્દ એમાં–વચનામૃતમાં છે.
જાગતો જીવ ઊભો છે તે ક્યાં જાય? જરૂર પ્રાપ્ત થાય. એનો અર્થ. શાસ્ત્રીય ભાષામાં જ્ઞાયકભાવ ધ્રુવ છે તે ક્યાં જાય? આહાહા.! એ તો ગુજરાતી સાદી ભાષામાં લખ્યું છે) તેનો અર્થ આ છે. જ્ઞાયકભાવ ધ્રુવ છે તે ક્યાં જાય? એ એક સમયની પર્યાયમાં પણ આવતો નથી. એવા “શુદ્ધ ચિકૂપના અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. શુદ્ધ ચિદ્રુપ અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન. શુદ્ધ ચિતૂપ તો વસ્તુ છે. એમ કહે છે.
કેવો છે શુદ્ધ ચિકૂપનો અનુભવ? “શુદ્ધાત્મમયે “સમસ્ત ઉપાધિથી રહિત એવું જે એકલું જીવદ્રવ્ય તે-સ્વરૂપ છે.” શું કહે છે? સમ્યગ્દર્શનમાં જે અનુભવ થાય છે એ દ્રવ્યનો અનુભવ થતો નથી. દ્રવ્યનું વદન થતું નથી. વેદના તો દ્રવ્ય ઉપરની દૃષ્ટિ કરવાથી જે એકત્વપણામાં શક્તિનો અંશ, દરેક શક્તિનો અંશ વ્યક્ત થાય છે તેનું વેદન થાય છે, ધ્રુવનું વેદન નથી થતું. પરંતુ અહીંયાં કહેવું છે કે, શુદ્ધ ચિકૂપ વસ્તુ. એમ કહ્યું ને? શુદ્ધાત્મમયે સમસ્ત ઉપાધિથી રહિત એવું જે એકલું જીવદ્રવ્ય તે-સ્વરૂપ.... તેનો અનુભવ. ઝીણી વાત છે, ભગવાના
વસ્તુ છે વસ્તુ, એ તો ધ્રુવ (છે). આપણે બપોરે આવશે. ત્રિકાળી શુદ્ધ આત્માને જ આત્મા કહ્યો છે. નિશ્ચય આત્મા–ખરેખર આત્મા તો ત્રિકાળી, પર્યાય સિવાયનો, એકલા ત્રિકાળી ધ્રુવ સ્વરૂપને જ આત્મા કહ્યો છે. એ આત્મદ્રવ્યનો અનુભવ. તો દ્રવ્યના અનુભવનો અર્થ–એ ત્રિકાળી તરફ ઝુકવું. ત્રિકાળી વસ્તુનું વદન થતું નથી. ધ્રુવનું વેદન ક્યાં હોય? વેદન તો પર્યાયનું છે. સમ્યગ્દર્શન પર્યાય છે, સમ્યજ્ઞાન પર્યાય છે, સમ્યગ્વારિત્ર પર્યાય છે, સિદ્ધ પર્યાય છે, મોક્ષમાર્ગ પર્યાય છે. તો પર્યાયનું વેદન છે પણ પર્યાયમાં વેદન કોનું છે? એમ કહે છે. શુદ્ધ ચિકૂપનું. આહાહા.. ભાષા એવી છે–શુદ્ધ ચિકૂપનો અનુભવ. છે તો વેદન પર્યાયનું. પણ શુદ્ધ ચિતૂપ જે ત્રિકાળ છે, ત્રિકાળ છે, તે તરફનું લક્ષ છે તે કારણે, એ લક્ષ છે એ પર્યાય છે, પણ એ પર્યાયનું લક્ષ ત્રિકાળ ઉપર છે તો શુદ્ધ ચિતૂપનો અનુભવ છે એમ કહેવામાં આવ્યું. સમજાય છે કાંઈ? આહાહા.! સૂક્ષ્મ વાત છે, બાપુ
ભગવાન વીતરાગ સ્વરૂપ અંદર છે એ બહુ સૂક્ષ્મ છે. આહાહા...! વીતરાગ સ્વરૂપ આત્મા છે. અહીં શુદ્ધ ચિતૂપ કીધું. શુદ્ધ ચિતૂપનો અનુભવ. પાઠ એમ છે ને? શુદ્ધ ચિતૂપ તો ત્રિકાળી છે, તેનો અનુભવ એ તો વર્તમાન પર્યાય છે. એ કહે છે. જુઓ કેવો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ?” “શુદ્ધાત્મમયે “સમસ્ત ઉપાધિથી રહિત એવું જે એકલું જીવદ્રવ્ય...” એકલું જીવદ્રવ્ય એનું સ્વરૂપ, એ અનુભવ. આહાહા. શાસ્ત્રભાષા છે એ તો ગંભીર છે ને, ભગવાન! આ તો આચાર્યો, સંતો... આહાહા.! પ્રચુર અતીન્દ્રિય આનંદની પર્યાયમાં વેદન કરતા કરતા વિકલ્પ આવ્યો છે (તો) શાસ્ત્રની રચના થઈ ગઈ છે, બનાવ્યું નથી. એ તો પરમાણુની પર્યાય એ સમયે (એના) જન્મક્ષણે પરમાણમાં ટીકા થવાની પર્યાયની