________________
કળશ-૧૯૭
પોષ વદ ૭, મંગળવાર તા. ૩૧-૦૧-૧૯૭૮.
કળશ-૧૯૭ પ્રવચન-૨૨૦
૧૪૧
કળશટીકા’ ૧૯૭, ૨૦૦ માં ત્રણ ઓછા. ફરીને. થોડું ચાલ્યું છે, ફરીને નિપૂણૈ: અજ્ઞાનિતા ત્યન્યતાં' નિપૂણ એને કહે છે, જે આત્મા દ્રવ્ય પ૨માત્મ સ્વરૂપ શુદ્ધ અખંડ અભેદ (છે) તેની અનુભવમાં પ્રતીતિ થઈ, અનુભવમાં પ્રતીતિ (થઈ). એ ચીજ શું છે એવો પર્યાયમાં અનુભવ આવવો. અનુભવમાં તો જેટલી શક્તિ આત્મામાં છે તેનો એક અંશ વ્યક્તપણે બધા ગુણોની પર્યાયનું વેદન છે. તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ કહે છે, નિપૂણ કહે છે.
જેટલી સંખ્યામાં આત્મદ્રવ્યમાં ગુણ છે. અનંતાઅનંત છે ને! આકાશના પ્રદેશથી અનંતગુણા. સર્વ ગુણોનો એક અંશ વ્યક્તરૂપે થાય છે). અનંત ગુણ તો શક્તિરૂપે છે પણ સમ્યગ્દર્શનમાં સર્વ ગુણાંશ તે સમકિત’ એવું ‘શ્રીમદ્’નું વાક્ય છે. આપણું અધ્યાત્મનું વાક્ય છે, ‘રહસ્યપૂર્ણ ચિટ્ઠી’ જ્ઞાનાદિ એકદેશ વ્યક્ત’ એ ચોથે ગુણસ્થાને છે અને જ્ઞાનાદિ પૂર્ણ વ્યક્ત કેવળજ્ઞાનીમાં છે.
અહીંયાં કહે છે, “નિપૂણૈઃ’ ‘સમ્યગ્દષ્ટિ જીવોએ પદ્રવ્યમાં આત્મબુદ્ધિરૂપ મિથ્યાત્વપરિણતિ જે રીતે મટે તે રીતે સર્વથા મટાડવાયોગ્ય છે.' આહાહા..! પહેલા નાસ્તિથી વાત કરી. પર્યાયબુદ્ધિ, રાગબુદ્ધિ, વિકલ્પબુદ્ધિ, ભેદબુદ્ધિ. અભેદ વસ્તુ અખંડ આનંદકંદ પ્રભુ છે તેમાં ભેદ (ક૨વા કે) આ ગુણી છે અને આ ગુણ છે, એવી ભેદબુદ્ધિ કરવી એ પણ વિકલ્પ છે. એ વિકલ્પમાં લાભ માનવો તે મિથ્યાસૃષ્ટિ છે. એ મિથ્યાર્દષ્ટિપણું જે રીતે મટે તે પ્રકારે મટાડવા યોગ્ય છે.
કેવા છે સમ્યગ્દષ્ટિ જીવો?” આહાહા..! ‘મત્તિ અપલિત:’ ‘મસિ’ની વ્યાખ્યા શુદ્ધ ચિદ્રપ અનુભવ. ‘મસિ”ની વ્યાખ્યા – શુદ્ધ ચિદ્રુપ અનુભવ. ‘અવન્તિઃ” “અખંડ ધારારૂપ મન...’ બે શબ્દનો એ અર્થ છે. આહાહા..! શુદ્ધ ચિદ્રૂપ ભગવાન ધ્રુવ. કાલે આવ્યું છે ને? એક જણનું બેનના વચનમાંથી, વચનામૃતમાંથી આવ્યું હતું. એમાં છે, શબ્દ છે ને કો’ક? ભાઈ! વાંચન કર્યું કો'કે, દક્ષિણ કોરથી ક્યાંકથી પત્ર આવ્યો છે. વાંચીને બહુ ખુશી થયો. એમાં આ લખ્યું છે, આપણે તો પહેલેથી કહીએ છીએ. જાગતો જીવ ઊભો છે ને!” એમાં એ શબ્દ છે. ગુજરાતી. આપ્યું ને? એમાં એક શબ્દ છે. જાગતો જીવ ઊભો છે ને. એનો હિન્દીમાં અર્થ શું? જાગતો એટલે શાયકભાવ. ઊભો છે એટલે ધ્રુવ છે ને. ધ્રુવ છે. જાગતો જ્ઞાયકભાવ, જાગતો સ્વભાવ ઊભો છે ને. ઊભો છે એટલે ધ્રુવ છે ને! એ ધ્રુવ સ્વભાવ