________________
૧૪૦
કલામૃત ભાગ-૬
“અવનિતૈ: “અનુભવમાં અખંડ ધારારૂપ મગ્ન છે. આહાહા...! “મસિ નવનિતૈ: મહિમાવંત પ્રભુ, આનંદનો કંદ નાથ, એમાં “વનિતૈ?' એની દૃષ્ટિમાં, અનુભવમાં લીન રહેજે. ભલે ઉપયોગ રાગમાં જાય પણ લબ્ધરૂપમાં તો લીન રહેજે. આહાહા.! સમજાય છે કાંઈ? શું કહ્યું?
“મસિ વનિતૈ: શુદ્ધ ચિતૂપ ભગવાન આત્મા, એનો અનુભવ અખંડ ધારા. ધ્રુવમાંથી એક સમય પણ ખસીશ નહિ. ખસીશ નહિને શું કહે છે? હટના નહિ, ખીસકના નહિ. સમજાય છે કાંઈ? આહાહા...! કહ્યું ને? કેવા છે (સમ્યગ્દષ્ટિ જીવો) “કસિ વિનિતૈ: મસિ’નો અર્થ શુદ્ધ ચિતૂપ. તેના અનુભવમાં “વનિતૈ'. દુનિયા ગમે તે કહો, ગમે તે માનો એની દરકાર છોડી દેજે. આહાહા.! તું તારી વસ્તુની દૃષ્ટિની સંભાળમાં રહેજે, એમ કહે છે. સમજાય છે કાંઈ? “મસિ નિતૈ” “અખંડ ધારાપ્રવાહ)રૂપ. આહાહા...!
કેવો છે શુદ્ધ ચિતૂપનો અનુભવ?” “શુદ્ધેત્મિમયે’ ‘સમસ્ત ઉપાધિથી રહિત.” વિકલ્પથી રહિત “એવું જે એકલું જીવદ્રવ્ય તે-સ્વરૂપ છે. સમ્યગ્દષ્ટિના અનુભવમાં એકલું જીવદ્રવ્ય છે એમ કહે છે. આહાહા...! નિમિત્ત નહિ, રાગ નહિ ને પર્યાય પણ નહિ. પર્યાય તો ઝુકી છે દ્રવ્ય ઉપર. એક શુદ્ધ જીવવ્યનો અનુભવ, બસા આહાહા. દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ પર્યાય દ્રવ્ય ઉપર ઝૂકે છે ત્યાં લીન રહેજે. આહાહા...! આવી વાતું છે. પર્યાય તો પર્યાયરૂપે રહે છે, પર્યાય કંઈ દ્રવ્યરૂપ થઈ જતી નથી. બન્ને ભિન્ન છે. પર્યાયમાં દ્રવ્યનો અભાવ છે, દ્રવ્યમાં પર્યાયનો અભાવ છે. પણ પર્યાય છે તેને દ્રવ્ય ઉપર ઝુકાવી દે, ત્યાં રહે. આહાહા...! ભલે ઉપયોગ કોઈ વખતે વિકલ્પમાં શુભ-અશુભમાં આવે છે પણ અંદર પરિણતિની શ્રદ્ધા ને એકાગ્રતાને છોડીશ નહિ. અંદર શુદ્ધ ચિદૂઘનમાં જે પરિણતિ છે તેને છોડીશ નહિ. આહાહા.!
“એકલું જીવદ્રવ્ય તે સ્વરૂપ છે. આહાહા..! સમ્યગ્દષ્ટિ તો એકલું જીવદ્રવ્ય જ દૃષ્ટિમાં, સ્વરૂપમાં છે, પર્યાય પણ એની દૃષ્ટિમાં નથી. કેમકે પર્યાય છે તે તો તેને વિષય કરે છે. વિષય કરે છે જે પર્યાય એ તો એમ કહે છે કે, હું તો અખંડ દ્રવ્ય છું તે હું છું. હું આ છું, એમ નહિ. આ હું છું. સમ્યગ્દષ્ટિએ ત્યાંથી ખસવું નહિ, એવો ઉપદેશ કરે છે. વિશેષ કહેશે....
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ!)