________________
કળશ-૧૯૭
૧૪૩
યોગ્યતા હતી તો પર્યાય થઈ. સમજાય છે કાંઈ? આહાહા.! તો એમાં પણ આ આવ્યું.
ભગવાન! એકવાર સાંભળ તો ખરો, પ્રભુ! તું કોણ છો? શુદ્ધ ચિતૂપ ત્રિકાળ, શુદ્ધ પવિત્ર ત્રિકાળ. એ શુદ્ધ ચિતૂપ. આવ્યું ને? “એકલું જીવદ્રવ્ય.” તે સ્વરૂપ અનુભવ. આહાહા...! સ્વરૂપ તો ત્રિકાળી ધ્રુવ છે, તેનો અનુભવનો અર્થ, તેને અનુસરીને થવું. શુદ્ધ ચિતૂપ દ્રવ્ય છે તેને અનુસરીને થવું, પણ છે. પર્યાય. સમજાય છે કાંઈ? આહાહા...! આવો માર્ગ છે, પ્રભુ
દ્રવ્ય અને પર્યાય બન્ને ભિન્ન છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. અનુભવની પર્યાયમાં દ્રવ્ય આવતું નથી. પર્યાયમાં પર્યાય છે, દ્રવ્યમાં દ્રવ્ય છે. પણ પર્યાયમાં દ્રવ્ય જેટલી તાકાતવાળું છે એટલું જ્ઞાન અને શ્રદ્ધા આવે છે. સમજાય છે કાંઈ? શું કહ્યું? વસ્તુ જે છે, વસ્તુ અહીં શુદ્ધ ચિતૂપ કીધું ને? ચિતૂપ એ તો જ્ઞાનની પ્રધાનતાથી કથન છે, બાકી છે તો અનંત ગુણનું એકરૂપ. ચિકૂપ કહ્યું છે એ તો જ્ઞાનની મુખ્યતાથી કથન છે પણ શુદ્ધ ચિતૂપ એટલે અનંત અનંત ગુણનું એકરૂપ એવો જે આત્મા, તેનો અનુભવ. આત્મા એ તો ત્રિકાળી ધ્રુવ પણ એનો અનુભવ થાય એ) પર્યાય છે. ઉત્પાદની પર્યાય), ઉત્પન્ન થાય છે. એ પર્યાયમાં દ્રવ્યનો અનુભવ. એનો અર્થ પર્યાયમાં દ્રવ્ય આવતું નથી તેમ દ્રવ્યમાં પર્યાય ભળી જતી નથી. સમજાય છે કાંઈ?
પર્યાયધર્મ અને દ્રવ્યધર્મ બેય ભિન્ન છે. આહા...! દ્રવ્યનો સ્વભાવ પર્યાયમાં આવતો નથી. એક સમયની દશામાં ત્રિકાળી દ્રવ્ય કેવી રીતે આવે? અને એક સમયની પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં તન્મય કેવી રીતે થાય? આહાહા...! ફક્ત ત્રિકાળી ભગવાન જે આત્મા આનંદ અને શુદ્ધ શક્તિ પૂર્ણ સ્વભાવ. પર્યાયનું લક્ષ એ બાજુ થાય છે તો એનો અનુભવ, ધ્રુવનો અનુભવ) છે એમ કહેવામાં આવ્યું છે. આહાહા.! વાતમાં બહુ ફેર છે, ભાઈ! માર્ગ જે છે, વસ્તુસ્થિતિ અલૌકિક છે. એ વીતરાગે જાણી, પૂર્ણને અનુભવી અને વાણી દ્વારા આવી ગયું.
એ કહ્યું, “બીજું શું કરવાનું છે?” ત્યાં સુધી તો આપણે આવ્યું હતું. “જ્ઞાનિતા સેવ્યતા “શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” શુદ્ધ વસ્તુ એ ત્રિકાળી (દ્રવ્ય), એનો અનુભવ એ વર્તમાન પર્યાય. “શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” પાછું અનુભવરૂપ એ “સમ્યક્ત્વપરિણતિ...” સમ્યફ પરિણતિ. સમ્યક્ છે તો પ્રતીતિરૂપ પણ શુદ્ધ ચિતૂપના અનુભવરૂપ પ્રતીતિ (છે). એમાં પ્રતીતિ થઈ કે આ ચીજ પૂર્ણ આનંદ છે. સમ્યરૂપી પરિણતિમાં વસ્તુ આવી નહિ. સમકિતની, અનુભૂતિમાં આનંદનું વદન થયું. સમ્યની સાથે અવિનાભૂત અનુભૂતિ. અનુભૂતિ નામ આનંદનું વેદન. અનુભૂતિની સાથે સમ્યગ્દર્શન ખ્યાલમાં આવે છે. સમ્યગ્દર્શન સીધું ખ્યાલમાં નથી આવતું. એ અનુભૂતિના ખ્યાલથી સમ્યફ ખ્યાલમાં આવ્યું. એ સમ્યફનો અનુભવ અહીંયાં કહે છે. છે ને? શું કહ્યું? જુઓ!
શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” શુદ્ધ વસ્તુના અનુભવરૂપ, એમ કહ્યું છે. શુદ્ધ વસ્તુ તો