________________
કળશ- ૨૦૦
૧૮૧
અહીંયાં શ્રેણિક “ચેલણા પાસે ગયા. એની માતા પાસે જઈને કહ્યું, બાળક કયાં ગયું? સાહેબા પેટમાં હતો ત્યારે એવો મનોરથ આવ્યો હતો એટલે મેં છોડી દીધો. અરે...! આ શું કર્યું? ભલે મનોરથ થયો, એમાં શું થયું? ત્યાં ગયા. જ્યાં નાખી દીધો હતો ત્યાં ગયા. પરુ (થઈ ગયા હતા. પરુને શું કહે છે? રસી. લોહી અને પરુ. “શ્રેણિકે ઉપાડીને એને ચૂસ્યો. અર.૨.! બાળકને આ દુઃખ થાય છે. તારા પિતાએ આવું કર્યું અને તે શું કર્યું તારા જન્મ વખતે તારા પિતાએ આવું કર્યું હતું. અર...૨.! મારી બહુ ભૂલ થઈ, મા! હું જાઉં. ઈ જેલમાં તો એને છોડવા જાતો હતો. શ્રેણિક રાજાને એમ થયું કે, આ મને મારવા આવે છે. સમકિત છે પણ એ બાહ્યનો દોષ થઈ જાય છે. સમજાય છે કાંઈ? આ મને મારવા આવ્યો. એ મારી નાખશે કારણ કે મને જેલમાં નાખ્યો છે. આ મને મારી નાખવા આવ્યો છે. હીરો ચૂસ્યો અને દેહ છૂટી ગયો. ક્ષાયિક સમકિત છે. ચારિત્રદોષ આવ્યો એને જાણે છે. આહાહા.! એ રાગને અને સ્વભાવને કાંઈ સંબંધ નથી એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ અપેક્ષાએ તો રાગ પણ પરદ્રવ્ય છે. ભગવાન સ્વભાવ સ્વદ્રવ્ય એ દ્રવ્ય ભિન્ન છે. આહાહા...!
અહીં કહે છે. “સર્વઃ પિ સન્વન્યઃ નાસ્તિ આહાહા.. જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી,... આહાહા...! આમાં આવે છે ને? ભાઈ! સમયસારમાં. શિલ્પી કરે છે પણ તન્મય નથી. શિલ્પી એટલે કારીગર કામ કરે છે, એવો પાઠ છે. કરતો નથી, શબ્દ એવો લખ્યો છે. એની તકરાર કરી છે ને? “રતનચંદજી મુખત્યાર) ઊંધો અર્થ કરે છે. એમ કે, જુઓ! કરે તો છે કે નહિ? એ તો કરે છે એમ લોકો દેખે છે માટે કહ્યું છે. શિલ્પી આ કરે છે પણ તન્મય થતો નથી. એવો પાઠ છે. મૂળ શ્લોક. એનો અર્થ કે કરતો તો નથી. લોકો એમ માને છે કે જુઓ આ કરે છે. શું કહેવાય? ઝેવરાત. ઝેવર. ઝેવર. સોની કરે છે ને? તો લોકો જોવે છે કે નહિ? કરે શું? અડતોય નથી એ. હથોડો સોનાને અડતો નથી તો કરે શું?
મુમુક્ષુ :- સોનીએ ઘરેણા નથી કર્યા?
ઉત્તર:- સોનીએ કર્યું નથી અને ઘરેણા બનાવ્યા નથી. આહા! “રામજીભાઈએ વકીલાત કરી નથી. ભાષા થઈ હતી (ત્યારે) માનતા હતા કે મેં કરી. એ અજ્ઞાન હતું. આ તો વસ્તનું સ્વરૂપ છે. એ કંઈ કોઈ વ્યક્તિની વાત નથી. મેં કર્યું. કર્યું. કર્યું. એ વખતે તો વકીલાત કરતા હશે તે દિ તો એની મોટી છાપ હતી. લોકો કહેતા હતા. મોટા છે. આહાહા...!
અહીં કહે છે, પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી” અહીં બીજું કહેવું હતું કે, શિલ્પી કરે છે એવો પાઠ છે. તો કરતો જ નથી. કરે છે એ તો લોકો જુવે છે એ અપેક્ષાએ કરે છે, પણ તન્મય થતો નથી, એવો શબ્દ છે.