________________
૧૮૦
કલશામૃત ભાગ-૬
એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ...” “સમ્પન્થ: નાસ્તિ’ આહાહા! અહીં આત્મા છે તો કહે છે, એ કર્મના આધારે રહ્યો જ નથી. લ્યો! શરીરના આધારે રહ્યો નથી. “સમવસરણ સ્તુતિ” પંડિતજીએ લખી છે. જેવો નિરાલંબન આત્મા, એવું નિરાલંબન ભગવાનનું શરીર ત્યાં અંતરીક્ષમાં છે. પંડિતજી હિંમતભાઈએ સમવસરણની સ્તુતિ બનાવી છે ને? જેવો નિરાલંબન આત્મા, એવો નિરાલંબન દેહ ભગવાનનો, અધ્ધર. એમ પ્રત્યેક પદાર્થ કોઈના આલંબને રહ્યા જ નથી. એક જગ્યાએ હોવા છતાં. અહીંયાંથી આત્મા નીકળે છે તો આત્માને કારણે કર્મ સાથે આવે છે, એમ નથી. કર્મના પરમાણુ પોતાને કારણે ત્યાં જાય છે). એમાં ક્રિયાવર્તી શક્તિ છે તો તેને કારણે કર્મ કર્મથી જાય છે, આત્મા આત્માને કારણે (જાય છે). બે વચ્ચે કોઈ સંબંધ નથી. આત્મા છે તો કર્મ આમ ગયા, એમ નથી). શ્રેણિક રાજા નરકમાં ગયા તો નરકાનુપૂર્વીનો ઉદય આવ્યો તો ત્યાં આત્મા આમ ગયો, એમ નથી, એમ કહે છે. અરે...! ભગવાના સમજાય છે કાંઈ? એ સમયની જીવની પર્યાયની એવી ગતિ થવાની યોગ્યતા છે. કર્મ તો નિમિત્ત માત્ર છે અને પર સાથે સંબંધ છે નહિ. આહાહા...! ગજબ વાત છે. આકરી પડે વાત, બાપુ શું કરે? ભાઈ! આહાહા...!
શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી (હતા). હીરો ચૂસીને દેહ છોડ્યો તોપણ) સમકિતમાં દોષ નથી. એ તો ચારિત્રનો દોષ હતો. આ વાત દેહના સંબંધની એટલી કે એક ગુણની પર્યાયમાં બીજા ગુણની પર્યાય કેવી રીતે થાય? આહાહા...! હીરો ચૂસીને મરી ગયા ને? માથુ કૂટીને. તો એનાથી ક્ષાયિક સમકિતમાં એના કારણે દોષ છે? એમ નથી. આહાહા...! કેમકે રાગ દોષ ભિન્ન છે, સમકિત ભિન્ન છે. આહાહા...! જો રાગદોષને કારણે સમકિતમાં દોષ આવી જાય તો રાગ હોય ત્યાં સુધી નિર્મળ સમકિત થાય જ નહિ, એમ થાય. સમજાય છે કાંઈ? વાત સમજાય છે? ભાષા તો સાદી હિન્દી કરીએ છીએ, થાય છે. આપણા ગુજરાતી પણ થોડી થોડી સમજે. આહાહા...!
કોણિક એનો પુત્ર, કોણિક. કોણિક એનો પુત્ર છે ને? “શ્રેણિકનો પુત્ર. પોતાની ગાદી માટે એને જેલમાં નાખ્યો હતો. પછી એની માતાને ખબર પડી. કોણિક માતાને વંદન કરવા ગયો. હું તો રાજ કરવા બેઠો છું, મારા પિતાને આજે જેલમાં નાખ્યા. અરે..રે...! ભાઈ! તેં શું કર્યું? તારા પિતાને તારી ઉપર એટલી પ્રીતિ પ્રીતિ, પ્રેમ એટલો હતો, તારો જન્મ થયો તો તું મારા પેટમાં હતો ત્યારે મને એવો મનોરથ થયો કે “શ્રેણિકનું કાળજું. ખાઉં. એમ થયું. શ્રેણિકનું કાળજું ખાઉં, એવો મનોરથ થયો. પછી કહ્યું, ત્યારે મને ખ્યાલ હતો એ કારણે તારો જન્મ થયો તો મેં છોડી દીધો. શું કહેવાય? ઉકરડો. ઉકરડો. ઉકરડાને શું કહે છે? કચરે કા ઢેર. એમાં) નાખી દીધો. ત્યાં જન્મીને તરત છોડી દીધો. ત્યાં કૂકડો આવ્યો. કૂકડો નથી કહેતા? મૂર્ગા. (એણે) ચાંચ મારી. જન્મ્યો હતો ને ચાંચ મારી એમાં) પરુ થઈ ગયું. રાડું પાડે.