________________
કળશ- ૨૦૦
૧૭૯
બાપુ એમ છે જ નહિ. આ તો ન્યાયથી વિચાર કરો. ભગવાન સમવસરણમાં સિંહાસન ઉપર કમળ અને કમળ ઉપર પણ એ અડતા નથી. એનાથી ચાર આંગળ ઉપર રહે છે. આહાહા.! એ અંતરીક્ષ... શું કહેવાય? સ્થળ... સ્થળ તીર્થ સ્થળ. શ્વેતાંબર તો આ છે જ નહિ શ્વેતાંબરમાં તો પૃથ્વી શિલાપટ છે. એના તો કરોડો શ્લોક જોયા છે ને, બધી ટીકા
જોઈ છે). પૃથ્વી શિલાપટ છે ત્યાં ભગવાન બેસે છે, એમ આવે છે. અરે...! તકરાર આવી. બાપુ શું કરે? ભાઈ! સત્યને સત્ય રીતે પણ સ્વીકાર કરવો નહિ. શું થાય? કોણ કરાવે? એ પણ સ્વતંત્ર પ્રાણી છે. આહાહા! શ્વેતાંબરમાં છે, ઉપાસકમાં છે. ખોટી વાત છે. સમવસરણ સિવાય ભગવાન ક્યાંય બિરાજે નહિ એ સમવસરણમાં પણ અધ્ધર (રહે છે). કમળને અડતા નથી પછી બીજો પ્રશ્ન ક્યાં છે? આહાહા.! ત્યાં કોઈનો આધાર છે? પરમાણુ પરમાણુને આધારે ત્યાં રહ્યા છે. આહાહા...! ભગવાન! સત્ય તો આવું છે, પ્રભુ! પ્રભુનો વિરહ પડ્યો એથી કંઈ સત્ય બદલાય જાય એમ છે નહિ. આહાહા...!
મુમુક્ષુ - ચાતુર્માસ વખતે તો...
ઉત્તર :- રહે છે પણ એને કંઈ એવો કલ્પ નથી કે અહીંયાં રહેવું જ પડે. એ તો કલ્પાતીત છે. એ તો ઠીક છે. અહીંયાં તો ફક્ત આપણે અંતરીક્ષ સિદ્ધ કરવું હતું. કમળ ઉપર અધ્ધર રહે છે. એની પર્યાયમાં, પરમાણમાં આધાર નામનો ગુણ છે તો એને કારણે ત્યાં રહ્યો છે. બીજાને અડતા નથી. પાંચ હજાર ધનુષ ઊંચે પાંચ હજાર ધનુષ ઊંચા! આહાહા.! સમજાય છે કાંઈ?
અહીંયાં કહે છે, “સર્વ: પિ સત્પન્થ: નાસ્તિ' છે ને? આહાહા.! ગજબ વાત કરે છે નો જુઓ. આ સંતોની વાણી છે એ કેવળીની વાણી છે. આહાહા.! “સર્વ: પિ સન્વન્ત: નાસ્તિ’ પોતપોતાના સ્વરૂપે છે. આહાહા.! છે? જે કોઈ વસ્તુ છે. જે કોઈ વસ્તુ છેદ્રવ્ય-ગુણ-પર્યાય, ‘તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે. એક ચીજ અને બીજી ચીજ આકાશના એકક્ષેત્રાવગાહ છે. એકક્ષેત્રાવગાહનો અર્થ? આકાશનું ક્ષેત્ર એક છે. બાકી સ્વનું ક્ષેત્ર અને પરનું ક્ષેત્ર તો ભિન્ન છે. પરમાણુનું ક્ષેત્ર અને આત્માનું ક્ષેત્ર ભિન્ન છે. પણ એકક્ષેત્રાવગાહ નામ આકાશ જ્યાં છે ત્યાં જીવ છે અને ત્યાં કર્મ છે, એ એકક્ષેત્રાવગાહ છે. સમજાય છે કાંઈ? ક્યાં આવ્યું?
એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ...” જોયું? તોપણ. એમ હોવા છતાં. આહાહા..! પોતપોતાના સ્વરૂપે છે, કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્ય સાથે તન્મયરૂપ મળતું નથી....... આહાહા.! અભાવરૂપ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં અત્યંત અભાવરૂપ છે. અભાવરૂપ છે એ ભાવ કેવી રીતે કરે? સમજાય છે કાંઈ? એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય વચ્ચે અત્યંત અભાવ છે. અભાવ છે તો ભાવપર્યાય પરની પર્યાય કેવી રીતે કરે? ન્યાય સમજાય છે? આ તો ન્યાયથી (વાત કરે છે), ભગવાના આહાહા.! સમજાય છે કઈ?