________________
૧૮૨
કલામૃત ભાગ-૬
એટલે એ લોકો ત્યાં “સમયસારમાં એવો અર્થ કરે છે, શિલ્પી કરે તો છે. એમ કહે કરતો જ નથી. એ તો કરે છે એ તો તું જુએ છે એ અપેક્ષાએ કરે છે, એવું લખ્યું છે. તારી દૃષ્ટિ એવી છે કે આ કરે છે. સમજાય છે કાંઈ? “સમયસારમાં છે. શિલ્પી કરે છે. શિલ્પી કરણ આપે છે, કરણ–સાધન. હથોડો હોય છે ને? હથોડો. હથોડો લ્ય છે. હથોડાથી કરણસાધન આપે છે. દે છે એમ લખ્યું એ તો ભાષા છે. લોકો જુવે છે એટલે કહે કે, જુઓ! એણે આ હથોડો લીધો. પણ તન્મય થતો નથી, એવો ત્યાં પાઠ છે. શિલ્પી કરે છે, કરણ આપે છે પણ તન્મય થતો નથી. પણ કરણનો અડતો જ નથી, સ્પર્શતો જ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આવી વાત છે, ભગવાના
અરે...આવો વખત મળ્યો, પ્રભુ! આ મનુષ્યનો દેહ ક્યારે આવે? અને એમાં વીતરાગની વાણી અને એમાં વીતરાગના ભાવ.! આહાહા...! આવે કાળે નહિ બેસે તો ક્યારે બેસશે? પ્રભુ ક્યારે આ સમય મળશે? આહાહા. અનંતકાળમાં રઝળતો દુઃખી દુઃખી દુઃખી (છે). ભ્રમણામાં ભગવાનને ભૂલીને ભ્રમણામાં ભવ કરે છે. હું આહાહા.!
અહીં કહ્યું, “એવું વસ્તુનું સ્વરૂપ છે. તેથી જીવ પુદ્ગલકર્મનો કર્તા નથી.” આ વસ્તુનું સ્વરૂપ એવું છે. આહાહા.! જીવ આ આંખની પાંપણ હલાવે છે એમ ત્રણકાળમાં નથી. આહાહા...! સમજાય છે કાંઈ? આંખની પાંપણ હલે છે એ કર્મનો ઉદય આવ્યો માટે હલે છે એમ પણ ત્રણકાળમાં નથી. પાંપણ સમજાય છે? આહાહા... ભાઈ આ વાત તો વસ્તુનું સ્વરૂપ એવું છે. આહાહા..! “તેથી જીવ પુદ્ગલકર્મનો કર્તા નથી.” હવે ૨૦૧ શ્લોક છે.
(વસત્તતિલકા) ऐकस्य वस्तुन इहान्यतरेण सार्धं सम्बन्ध एव सकलोऽपि यतो निषिद्धः । तत्कर्तृकर्मघटनास्ति न वस्तुभेदे पश्यन्त्वकर्तृ मुनयश्च जनाश्च तत्त्वम् ।।९-२०१।।
ખંડાન્વય સહિત અર્થ:- “તત્ વસ્તુમેન્ટે વર્તુર્મઘટના ન બસ્તિ (તત) તે કારણથી (વરંતુમે) “જીવદ્રવ્ય ચેતનસ્વરૂપ, પુદ્ગલદ્રવ્ય અચેતનસ્વરૂપ' એવો ભેદ અનુભવતાં, (વસ્તૃવકર્મઘટના) જીવદ્રવ્ય કર્તા, પુદ્ગલપિંડ કર્મ એવો વ્યવહાર (સ્તિ) સર્વથા નથી. તો કેવો છે ? “મુન: બના: તત્ત્વમ્ પશ્યન્ત' (મુન: બના:) સમ્યગ્દષ્ટિ છે જે