________________
કળશ- ૨૧૮
૪૩૯
છે અને આ જડ માટી કર્મ છે ઇ અમને કરાવે. આહાહા.... વિભાવનું પરિણમન તો પોતાનું પોતાથી પારને લક્ષે પોતે અપરાધ કરે છે. પરથી બિલકુલ એક દોકડોય નહિ. આહાહા...! વિકારમાં કર્મનો એક દોકડાય નહિ. દોકડાને શું કહે છે? ટકા? એ મોટી ચર્ચા થઈ હતી, અહીં શેઠ આવ્યા હતા. પહેલાવહેલા આવ્યા ને શેઠ અહીં “હુકમીચંદજી'! (સંવત) ૨૦૦૫ની સાલ. ૨૯ વર્ષ થયા. ‘જીવણધર પંડિત સાથે હતા. ઈ કહે, નિમિત્તના પચાસ દોકડા રાખો અને પચાસ રાખો આની કોરના-ઉપાદનના. અમારે વળી દામોદર શેઠ હતા ઈ તો વળી કહે કે, તમે મહારાજ બહુ પુરુષાર્થની વાત કરો છો, આત્માથી જ ઊંધું થાય. તો એકાવન દોકડા પુરુષાર્થના રાખો અને ઓગણપચાસ ટકા રાખો કર્મના. આ તો ૧૯૮૩ ની સાલ પહેલાની વાત છે. કીધું. એકેય દોકડો નહિ. કર્મમાં કર્મના સો દોકડા અને વિકારમાં વિકારના સો દોકડા, પોતાથી. થોડો આનો ભાગ અને થોડો આનો ભાગ એમ છે નહિ કાંઈ. આહાહા...! અરે. એ ભૂલ શું કરે છે એની પણ જેને યથાર્થ પ્રતીતિ નથી. એ ભૂલ કરાવે છે કર્મ. આમાં તો આપણે આવે છે, સ્તુતિમાં નથી આવતું? ભગવાનની સ્તુતિમાં. “કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ આવે છે? “ચંદ્રપ્રભુ ભગવાનની સ્તુતિ આવે છે. કર્મ બિચારે કૌન' હૈ “કમ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ આહાહા.! કર્મ જડ છે એ પરદ્રવ્યને અડતું નથી ને તને રાગ-દ્વેષ કરાવે? અર.૨.૨.!
મુમુક્ષુ - જે નોકર્મમાં દોષ નાખે એ કરતા તો સારું ને
ઉત્તર:- બધા સરખા આવશે હમણા અહીં. અહીં આવશે. એ આવશે જુઓ ઓલામાં. આઠ કર્મ, શરીર, પછીના શ્લોકમાં આવશે. ૨૧૯. ૨૧૯ની પાછળ છે, જુઓ! “આઠ કર્મરૂપ અથવા શરીર, મન, વચન-નોકર્મરૂપ અથવા બાહ્ય ભોગસામગ્રી ઈત્યાદિરૂપ છે જેટલું પરદ્રવ્ય તે, દ્રવ્યનું સ્વરૂપ જોતાં સાચી દૃષ્ટિથી અશુદ્ધ ચેતનારૂપ છે જે રાગ-દ્વેષપરિણામ તેમને ઉપજાવવા સમર્થ જોવામાં આવતું નથી; છે? આહાહા...! આ વાત તો અમારે (સંવત) ૧૯૭૧થી ચાલે છે. સંપ્રદાયથી વિરુદ્ધ. ૧૯૭૧ની સાલ, કેટલા વર્ષ થયા? ૬૩. ત્યારથી ચાલે છે. ઓલો કહે, સંશય મિથ્યા ભ્રમણા કર્મથી થાય. બિલકુલ હરામ છે, કીધું ભ્રમણા કર્મથી થાય તો. ભ્રમણા પોતે ભગવાનને ભૂલીને ભ્રમણા પોતે ઉત્પન્ન કરે છે. આહાહા...! પછી આ એમ કહે, પચાસ દોકડા આ રાખો અને પચાસ આ રાખો.
મુમુક્ષુ :- એકાવન રાખો આપણે.
ઉત્તર – ઈ તો વળી શેઠ કહેતા હતા. એકાવન પુરુષાર્થના રાખો અને ઓગણપચાસ કર્મના રાખો. પંડિતો કહે, “કાનજીસ્વામી' કહે છે ઈ માનવું પડશે. આહાહા...! આ ચીજ બાપુ! આ તો પરમસત્યનો પ્રવાહ આવ્યો છે. આહાહા...!
અહીં તો કહે છે, બેસે ન બેસે સ્વતંત્ર છે. માને ન માને, બીજી રીતે કહ્યું કે આ તો એકાંત છે, કર્મથી વિકાર ન થાય? શાસ્ત્રમાં કાર્યના બે કારણ કહ્યા છે. એક કારણને