________________
૪૩૮
કલામૃત ભાગ-૬
વર્ષ પહેલા. નિમિત્ત-કર્મથી કાંઈ થતું નથી. તો એ કહે નહિ. જ્ઞાનાવરણીય કાંઈ કરતું નથી. તો કહે, કરે છે. અરે. પ્રભુ! શું છે? એનો વાંક નથી, એ પ્રથા હતી. એને પ્રથા હતી. આ પ્રથા એને ખ્યાલમાં જ આવી નહોતી. વિકાર પોતાથી સ્વતઃ પોતાથી અપરાધ કરે છે. આહાહા...! ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે, બસ એ નિમિત્ત કંઈ કરતું નથી. આહાહા...! એ તો હમણા કૈલાસચંદજી એ સિદ્ધ કર્યું. તે દિ તો નહોતું. “સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નહિ, પણ નિમિત્તથી પરમાં થાય છે એમ માનતા નથી. બે વાત હમણા કબુલ કરી છે. એક ક્રમબદ્ધની કબુલાત તે દિ નહોતી. ક્રમબદ્ધ છે, ક્રમબદ્ધ બરાબર છે, એમ માન્યું છે. આહા. બાપુ! આ તો માર્ગ વીતરાગનો (છે). આહાહા. ત્રિલોકના નાથે સીમંધર ભગવાને પ્રકાશ્યો છે તે આ માર્ગ છે. આહાહા...!
અરે.. નયનને આળસે રે મેં નિરખ્યા ન નયને હરિ'. મારા સમ્યફ નેત્ર વિના મેં ચૈતન્ય-ભગવાનને જોયા નહિ, નિહાળ્યા નહિ અને મિથ્યાત્વને કારણે મેં રાગને જ પોતાનું સ્વરૂપ માન્યું. આહાહા.. કેમકે જે સત્તા પૂર્ણ શુદ્ધ છે એ સત્તા નજરમાં આવી નહિ અને રાગની સત્તા છે એમ નજરમાં આવી, આહાહા. એથી એને એમ થયું કે રાગ તે હું છું. તે મિથ્યાત્વભાવ છે. આહાહા...!
મુમુક્ષુ :- અજ્ઞાનીને રાગનો કર્તા કહ્યો છે.
ઉત્તર :- કહ્યો છે, કીધું નહિ કર્તા છે ઇ. મિથ્યાત્વી. અજ્ઞાન કર્તા છે, મિથ્યાત્વનો કર્તા ઈ છે. કર્મએ મિથ્યાત્વ કરાવ્યું છે એમ કંઈ છે નહિ. આહાહા...! રાગનો કર્તા અજ્ઞાની પોતે છે. અહીં પાઠમાં ઈ આવ્યું હતું ને? “જ્ઞાન” જ્ઞાનમાવાત’ છે ને? પહેલા પદમાં બીજો બોલ. “રા+Iષાવિદ દિ મતિ જ્ઞાનમજ્ઞાનમાવાત’ આહાહા.! ભગવાન જ્ઞાનસ્વરૂપ ચિદાનંદ તે “અજ્ઞાનમાવીત રાગ-દ્વેષ કરે છે, અજ્ઞાનથી. આહાહા.! સમજાણું કાંઈ? એ મિથ્યાત્વભાવરાગ-દ્વેષ કર્મ કરાવે છે, કર્મ છે તો વિકાર મારામાં થાય છે. પણ તારામાં અજ્ઞાન છે, સ્વરૂપનું ભાન નથી માટે વિકાર થાય છે. સત્ય તો એ છે. આહાહા...! કોઈ દ્રવ્યને કોઈ દ્રવ્ય અડે છે ક્યાં? આહાહા...! કર્મનો સંયોગ કંઈ જીવને અડતો નથી. ફક્ત સંયોગ ચીજ છે. ત્યાં એનું લક્ષ જાય છે. એટલી વાત છે. એ લક્ષ જાય છે પણ રાગ કંઈ એને અડતું નથી. રાગ કરે ઈ રાગ કંઈ કર્મને અડતો નથી, તેમ કર્મનો ઉદય છે ઈ કંઈ રાગને અડતો નથી. આહાહા.! આવું છે, ભાઈ! દુનિયા ગમે તે માનો, ગમે તે કલ્પો પણ વસ્તુ તો આ છે.
મુમુક્ષુ – ઈશ્વર કર્તા નથી તેથી જે જીવ જેવું કર્મ કરે તેવું ભોગવે.
ઉત્તર :- એ અજ્ઞાની છે, મૂઢ છે. ઈશ્વર કર્તા માને અને આ કર્મ કર્તા માને. ઓલો ઈશ્વર ચૈતન્ય છે ઈ કર્તા માને અને આ કર્મ કર્તા માને, જડને કર્તા માને. મહામૂઢ છે.
મુમુક્ષુ - ભગવાન ઉપર દોષ નથી નાખ્યો, કર્મ ઉપર દોષ નાખ્યો. ઉત્તર :કીધું ને કે, જડ અમને કરાવે. ઓલો ઈશ્વર અમને કરાવે. એ તો ચૈતન્ય