________________
કળશ- ૨૧૮
૪૩૭
સ્વભાવના અનુભવે તેનો નાશ થાય છે. આહાહા..! આવી વાત છે ક્યાં? પરમેશ્વર વીતરાગ સિવાય... અને તે પણ દિગંબર સિવાય... આહાહા...! દિગંબર ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. વસ્તુનું સ્વરૂપ છે તેવું ભગવાને જોયું તેવું કહ્યું, તેવું બતાવ્યું. આહાહા...! આવો માર્ગ, અરે ! જેને સાંભળવા ન મળે અરે.! શું થાય? ક્યાં જાય? સમજાણું કાંઈ
અહીં તો બે વાત સિદ્ધ કરી. એક કોર ભગવાન પૂર્ણ અચળ “ર્વેિ બિરાજે છે. આહાહા.! એટલે? જેવો જેનો સ્વભાવ છે તે રીતે, પૂર્ણ રીતે પ્રકાશે છે. આહાહા. અને એક બાજુ કર્મના સંયોગે રાગ-દ્વેષની ઉત્પત્તિ કરે છે. એ પોતે પોતાના અપરાધથી કરે છે. કર્મથી વિકાર થાય છે અને કર્મ કરાવે છે એ વાતમાં એકેય દોકડો સાચો નથી. વાંધા અત્યારે આખા ઈ છે ને? કર્મને લઈને થાય, કર્મને લઈને થાય. આહાહા...! આ શ્લોક પણ ૩૭૨ ગાથા પહેલાનો છે. ૩૭૨ ગાથા છે ને કુંભાર ઘડો કરે છે એ અમે જોતા નથી. એમ ‘અમૃતચંદ્રાચાર્યદેવ પોકારે છે, એમ કુંદકુંદાચાર્યદેવ પોકારે છે. ઘડો કુંભારથી થયો એમ અમે જોતા નથી, અમને દેખાતું નથી. ઘડો માટીથી થયો એ અમે જોઈએ છીએ. આહાહા..! હું આવું છે. એના પહેલાનો આ શ્લોક છે. ૩૭૨ ગાથા છે ને? એના પહેલાના આ બે શ્લોક છે. આહાહા.! એના પછીનો ઓલો આવશે “ફિર ભવતિ |ષતોષપ્રસૂતિઃ આહાહા.. થોડું પણ સત્યને સત્ય રીતે એણે જાણવું જોઈએ. ગોટા વાળીને સત્ય જાણે ઈ સત્ય નહિ. આહાહા...!
અહીં તો પ્રભુ એમ કહે છે, પ્રભુ તું પરમાત્મા મારી જાતની જાત છે તારી. આહાહા...! મારી નાતનો તું છો. સમજાણું કાંઈ? પણ તારી દશામાં તેં કર્મના સંયોગે વિકાર ઉત્પન્ન કર્યો તે તેં અપરાધ કર્યો છે. આહાહા... એ તો રાગ-દ્વેષની ઉત્પત્તિ છે એમ સિદ્ધ કર્યું, એટલું. હવે છે એને ટાળવાને માટે આ વાત ચાલે છે. આહા! આવી વાત તો સાંભળતા પણ કેટલાકને મુશ્કેલ પડે. શું કહે છે આ? કઈ વાત કરે છે આ? આહાહા...! બાપુ! મારગડા આ છે, ભાઈ! આહાહા.! “એક હોય ત્રણકાળમાં પરમાર્થનો પંથ વીતરાગ જિનેન્દ્રદેવ ત્રિલોકનાથ અને દિગંબર સંતોએ જે વાત કરી છે (એ) ત્રિકાળ પરમસત્ય છે. આહા...! એને સમજતા લોકોને આવડતું નથી. વાડામાં પડ્યા એનેય ખબર નથી. આહા...!
અહીં કહે છે કે, ભગવાન એક બાજુ પૂર્ણ છે. જેવો સ્વભાવ છે તેવો જ પૂર્ણ રીતે છે અને એક બાજુ રાગ-દ્વેષની ઉત્પત્તિ સંયોગને લક્ષે થાય છે. છે ને? એ મિથ્યાત્વરૂપ ભાવ છે, એમ કીધું, જોયું? “વિભાવપરિણતિ–મિથ્યાત્વરૂપ....” છે. આહાહા.! સંયોગને લક્ષે વિભાવ થાય છે એ મારો છે એ માન્યતા જ મિથ્યાત્વ છે. આહાહા...! શું કહ્યું છે? કે, ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય ભગવાન છે તેને ભરોસે જાવું એ સમ્યક્ છે, પણ આ કર્મના સંયોગે વિભાવ થાય તે મારા, એમાં જાવું એ મિથ્યાત્વ છે. આહા...!
હવે આમાં વાદવિવાદ મોટી ચર્ચા ચાલે, લ્યો. “વર્ણીજી સાથે ચર્ચા થઈ હતી, ૨૧