________________
૪૪૦
કલામૃત ભાગ-૬
તો ઔપચારિક નિમિત્તને દેખીને ઉપચાર કર્યો છે. ખરું કારણ તો પોતે જ છે. આહાહા...! અને મોક્ષના માર્ગ માટે પણ બે કહ્યા છે. બે નહિ, બાપુ એક જ મોક્ષનો માર્ગ છે. બે મોક્ષના માર્ગનું કથન તો નિરૂપણમાં છે. કથનમાં છે, વસ્તુ નહિ. વસ્તુ તો એક જ મોક્ષમાર્ગ છે. ભગવાન આત્માના અવલંબે દૃષ્ટિ, જ્ઞાન ને રમણતા ઉત્પન્ન થાય એ એક જ મોક્ષમાર્ગ છે. વચ્ચે રાગ આવે એ મોક્ષમાર્ગનો આરોપ કરીને કથન કર્યું છે. એ છે બંધનો માર્ગ. આહાહા.આહાહા...!
એક પીડા રાત્રે માથાની થાય કે શૂળ ચડે એ એક રાત્રિ જાવી મુકેલ પડે છે એને. હૈ? અરે.! એમ બોલે કે, આજે તો મોટી રાત થઈ પડી. બાપુ! રાત તો એ છે ઈ છે. આહાહા.! એવી પીડા ઉપડે. આહાહા...! ભગવાન! એ તો સાધારણ દુઃખ છે. એથી તો અનંતગુણા દુઃખો નરકમાં ભોગવ્યા, ભાઈ! આહાહા...! એ તારી દુખની દશા સાંભળીને લોકો રોવા મંડ્યા. એવા તારા દુઃખ છે, ભાઈ! આહાહા...! નરક ને નિગોદમાં બાપા તેં કાળ ગાળ્યા, ભાઈ! એ આ મિથ્યાત્વને લઈને છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતા ભવ પડ્યા છે. આહાહા.!
અહીં કહે છે. પણ એ મિથ્યાત્વ કર્યું કેમ? કે. કર્યું તેં. કર્મને લઈને મિથ્યાત્વ થયું. છે માટે ભૂલ થઈ છે એ વાતમાં એકેય દોકડો સાચો નથી. દોકડો એટલે ટકો. આહાહા...! આ તો જૈનમાં જન્મ્યા હોય છે પાધરા ઈ જ માને. કર્મને લઈને વિકાર થાય અને શુભભાવથી ધર્મ થાય. એટલે કર્મને લઈને ધર્મ થાય. આહાહા! કર્મને લઈને ભાવ શુભ થાય અને શુભભાવને લઈને મોક્ષ થાય, તો કર્મને લઈને મોક્ષ થયો. આહાહા...!
મુમુક્ષુ – શાસ્ત્રમાં લખાણ તો એમ જ આવે કે, અંતરંગ-બહિરંગ વ્યાપ્તિથી કાર્ય થાય.
ઉત્તર :- એ વ્યાપ્તિ-વ્યાપ્તિ વ્યવહાર, વ્યાપ્તિ નથી. એ વ્યાપ્તિનો અર્થ ૮૪ ગાથામાં કર્યો છે. બાહ્ય ચીજ છે એટલું. વ્યાપ્તિ પોતામાં છે, બસ વ્યાપ્ય-વ્યાપક પોતામાં , પરની સાથે વ્યાપ્તિ કાંઈ છે જ નહિ. એ ૮૪ ગાથામાં આવે છે એનો અર્થ ઊંધો કરે છે. બાહ્ય વ્યાપ્તિ છે. વ્યાપે કેવી રીતે? બાહ્ય ચીજ છે. આહાહા..! આત્મા વ્યાપક અજ્ઞાનભાવે અને વિકાર વ્યાપ્ય અજ્ઞાનભાવે. બસમાં વ્યાપ્ય એટલે કાર્ય, કાર્યનું કારણ પોતે અજ્ઞાનભાવ અને વિકાર તેનું કાર્ય. આહાહા.. એમાં કર્મનો કાંઈ દોષ જરીયે હરામ છે, કહે છે, બાપુ આહાહા..! તું અપરાધી થઈને વિકાર કર અને નાખ કર્મને માથે. કહ્યું છે આમાં-મોક્ષમાર્ગ પ્રકાશકમાં. ત્યાં કહ્યું હતું, તે દિ ત્યાં ૨૧ વર્ષ પહેલા. બધા બેઠા હતા, “વર્ણજીને બધા (બેઠા હતા). જૈનની આજ્ઞા માન તો આવી અનીતિ સંભવે નહિ. એવો પાઠ છે. એવી અનીતિ સંભવે નહિ. કર્મ વિકાર કરાવે એ તારી અનીતિ છે, પ્રભુ! તને ખબર નથી. આહાહા.! જિનાજ્ઞા માન ને વીતરાગને માનતો હો તો આ તો અનીતિ છે મોટી. પણ ઈ કયાં નવરાશ છે? જે વાડામાં પડ્યો ઈ પડ્યો ને એમાંથી જરી કલાક, અડધો કલાક ભાગ લ્ય એ પણ ઉપરટપકે