________________
કળશ- ૨૧૮
૪૪૧
ઓલો કહેતો હોય છે માને ને ચાલ્યા જાય. આયુષ્ય પૂરું થઈ જાય. આહાહા. હૈ? શું?
મુમુક્ષ :- કર્મના સંયોગથી પોતે પરિણમે છે.
ઉત્તર :- સંયોગથી પરિણમે છે પોતે. સંયોગનું લક્ષ કરે છે માટે પરિણમે છે, એમ કહે છે. અડતો નથી. સંયોગ છે, સ્વભાવ નથી. સંયોગી ચીજ છે એટલું કહ્યું. સંયોગને લક્ષે, લક્ષ ત્યાં છે ને એનું? અહીં સત્તાનું લક્ષ તો છે નહિ. એ રીતે પરિણમે છે પોતે પોતાથી. જરીયે કર્મનો દોષ નથી. આહાહા.! જુઓ છે એમાં
રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિ” થાય છે. જુઓ! “શુદ્ધ જીવનું સ્વરૂપ જેવું છે તેવું સહજ પ્રગટ થાય છે.” રાગ-દ્વેષ કેવો છે? વિભાવપરિણતિ–મિથ્યાત્વરૂપ” છે. આહાહા...! સંયોગના લક્ષ, સંયોગથી નહિ. આહાહા.! અરે.રે.! ધર્મને બહાને પણ સલવાય છે ને સાધુ થાય છતાં ત્યાં એમ માને કે, કર્મને લઈને વિકાર થાય. એવું લખે છે. છાપામાં આવે છે. સોનગઢ વાળા કર્મથી વિકાર થાય એમ માનતા નથી. નહિ, ભૂલ છે. એવું છાપામાં આવે છે. અરે. પ્રભુભાઈ! તને ખબર નથી. એ અપરાધ પણ પોતે પોતાથી કરે છે. - આજે વળી બરાબર ઊંઘ નહોતી, કાલથી તે આ જ એવું ચાલ્યું કે, જુઓ! શાસ્ત્રમાં જુઓ તો ખરા. વિકારના પરિણામ ષકારકરૂપે પર્યાય પોતે કરે છે. વિકારના પરિણામ... આમ તો આપણે બધું કહ્યું. વિકારી કે અવિકારી પર્યાય થાય એ ષટૂકારકના પરિણમનથી પોતાથી છે. નિમિત્તથી નહિ, દ્રવ્ય-ગુણથી નહિ. આહાહા...! ષકારકનું પરિણમન પર્યાયમાં જે વિકૃતની અવસ્થા (થાય) એ પર્યાય પોતે કર્તા, પર્યાય પોતે કાર્ય, પર્યાય પોતે સાધન. કર્મ-બર્મ કાર્ય ને કર્મ સાધન-ફાધન નહિ, એમ અહીં તો કહે છે. આહાહા...! એ વિકૃત પર્યાયનો આધાર પર્યાય, વિકૃતથી વિકૃત થયું છે, કર્મથી નહિ. આહાહા! અને વિકૃત થઈને વિકૃતમાં રહ્યું છે. વિકાર કર્મમાં રહ્યો છે એમ નહિ. તેમ એ વિકાર દ્રવ્ય-ગુણમાં રહ્યો છે એમ નહિ. ન્યાયથી એણે પકડવું પડશે ને આ તો. આહા...! અરે. આવા વખત ક્યારે મળે? ભાઈ કહો. વીતરાગનો માર્ગ ક્યારે સાંભળવા મળે? એ તો મહા દુર્લભ ચીજ છે. વીતરાગ કહે છે એ પ્રમાણે હોય ત્યારે ને? આહાહા...!
‘તેને લીધે વર્તમાન સંસાર-અવસ્થામાં. “Iષ મવતિ’ જોયું? ‘રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય-વ્યાપકરૂપ પોતે પરિણમે છે.” જોઈ ભાષા? આહાહા.... શું કીધું છે? પર્યાય એ જ વ્યાપક છે અને પર્યાય એ જ વ્યાપ્ય છે ખરેખર તો. દ્રવ્ય કંઈ વ્યાપક-લાંબુ થતું નથી. આહાહા.! એ મિથ્યાત્વ ને રાગ-દ્વેષના પરિણામમાં વ્યાપક પણ પોતે અને વ્યાપ્ય પણ પોતે. કર્મ વ્યાપક અને વ્યાપ્ય આ વિકાર એમ છે જ નહિ. આહાહા.! અરે.. એને કેટલી ભૂલો ટાળવી અને ભૂલ ટાળવાનું સાધન શું? ઈ અંદર કહેશે. આહાહા.!
વ્યાપ્ય-વ્યાપકરૂપે...” વ્યાપ્ય એટલે અવસ્થા–કાર્ય. વ્યાપક એટલે કારણ. કારણ-કાર્યરૂપે પોતે પરિણમે છે. આહાહા...! વિકારનું કારણ કર્મ અને કાર્ય વિકાર વ્યાપ્ય એમ છે નહિ.