________________
૪૪૨
કલશામૃત ભાગ-૬
આ ગોટો ત્રણે સંપ્રદાયમાં છે. ઓલામાં તો હોય. સ્થાનકવાસી શ્વેતાંબર તો વ્યવહાર પ્રધાન થઈને એણે શાસ્ત્રો બનાવ્યા. આ તો પરમ શાસ્ત્ર છે, ભગવાનના કહેલા છે. આ સંતોના કહેલા એ ભગવાનના જ કહેલા છે. આહાહા...! એનામાં પણ એ છે, આમાં પણ આવો જ અર્થ કરે છે માળા બધાય. મોટી તકરાર છે. (સંવત) ૨૦૧૩ની સાલ. નહિ, જ્ઞાનાવરણીય કર્મ આત્મામાં જ્ઞાનની દશા હિનાધિક કરે છે એ નહિ. પોતાથી હિનાધિક થાય છે. શું જ્ઞાનાવરણીય કંઈ કરતું નથી? નહિ. અગિયાર અંગ માનવાવાળો હોય તોય નહિ. જ્ઞાનાવરણીય કરે છે? જ્ઞાનની હિણી દશા જ્ઞાનાવરણીય વિના થાય છે? આહાહા.!
મુમુક્ષુ :- શાસ્ત્રમાં લખાણ આવે કે, ભાવક કર્મ અને ભાવ્ય રાગ-દ્વેષ.
ઉત્તર :- ઈ બીજી રીતે છે. એ તો સ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ. સ્વભાવની દૃષ્ટિ થઈ, શુદ્ધ ચૈતન્ય ભગવાનને જોયો, માન્યો પછી વિકત અવસ્થા એનું વ્યાપ્ય નહિ. પછી જ્ઞાનનું શેય છે. માટે કર્મ વ્યાપક અને વિકાર વ્યાપ્યા. પછી જ્ઞાનનું શેય છે માટે કર્મ વ્યાપક અને વિકાર વ્યાપ્ય, પણ આ અપેક્ષાએ. કર્મથી થયું છે એમ નહિ. પણ સ્વભાવ જે શુદ્ધ ચૈતન્ય પરમાત્મ સ્વરૂપ સમ્યગ્દર્શનમાં આવ્યો એટલે એનું વ્યાપ્ય હવે વિકાર કેમ હોય? વસ્તુ છે એ તો નિર્વિકાર છે, ગુણો નિર્વિકાર છે, એનું વ્યાપ્ય વિકાર કેમ હોઈ શકે? એ દૃષ્ટિની અપેક્ષાએ (વાત છે). આહાહા...! અહીં તો હજી તો મિથ્યાત્વ દશામાં જે વિકાર થાય છે એ વ્યાપ્ય ને વ્યાપક જીવ પોતે જ છે. પરનો એક લેશમાત્ર અંશ નથી. આહાહા.! સમજાણું કાંઈ? એ કહ્યું, જુઓ!
રાગ-દ્વેષરૂપ અશુદ્ધ પરિણતિએ વ્યાપ્ય-વ્યાપકરૂપ પોતે પરિણમે છે. જોયું? “તેથી.. તો વરસ્તુત્વપ્રળિદિશા દૃશ્યમાની વિશ્વત’ આહાહા...! રાગ-દ્વેષ બંને જાતિના અશુદ્ધ, પરિણામ...” “વસુત્વપ્રળિદિશા દૃશ્યમાનો ‘સત્તાસ્વરૂપ દૃષ્ટિથી વિચારતાં.... આહાહા.! ભગવાન આત્માનું સત્તાનું કાયમનું હોવાપણું અસલી આનંદ અને જ્ઞાનના સત્તાના હોવાપણાથી વિચારતાં. આહાહા.! આવું છે. “વરસ્તુત્વ છે ને શબ્દ “વરસ્તુત્વપાદિત' “સત્તાસ્વરૂપ દૃષ્ટિથી વિચારતાં કાંઈ વસ્તુ નથી.” રાગ વસ્તુમાં ક્યાં છે? એ તો અજ્ઞાનભાવે ઉત્પન્ન કરેલો વિકારભાવ છે. વસ્તુદૃષ્ટિએ જોતાં એ વસ્તુ છે જ નહિ. અંદરમાં પણ નથી, પર્યાયમાં કયાં આવી છે? આહાહા.! હવે આવું પર્યાય ને આ ને આ. ક્યારે સમજવું આમાં? અમારે બાયડી, છોકરા પકડ્યા છે એને નભાવવા કે આમાં આ ધંધો કરવો અમારે? પ્રવીણભાઈ'! આહાહા....! બાપુ! કરવાનું તો આ છે. એ પોપટભાઈ' કહીને નથી ગયા? હું કહી ગયા છે? કરવાનું તો આ છે. આહાહા.! “ચંદુભાઈ છે? નથી? ગયા, ઠીક! આહાહા.! શું કહ્યું?
વસ્તુત્વ ઉપર દૃષ્ટિ દેતાં. વસ્તુ એટલે ચૈતન્ય સ્વરૂપ પૂર્ણાનંદનો નાથ પૂર્ણ અર્ચિ એના ઉપર દૃષ્ટિ દેતાં એ રાગ-દ્વેષ કોઈ વસ્તુ છે જ નહિ. સમજાય છે કાંઈ? આહાહા.. કાંઈ વસ્તુ નથી.” ભાવાર્થ બાકી છે, વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ)