________________
કળશ- ૨૧૮
૪૩
મહા વદ ૬, મંગળવાર તા. ૨૮-૦૨-૧૯૭૮.
કળશ-૨૧૮, ૨૧૯ પ્રવચન-૨૪૪
૨૧૮ કળશ, છેલ્લી પાંચ લીટી છે. ભાવાર્થ છે ને? ભાવાર્થ. “ભાવાર્થ આમ છે કે જેમ સત્તાસ્વરૂપ એક જીવદ્રવ્ય વિદ્યમાન છે.” શું કહે છે? આ આત્મા છે એ એક વસ્તુ છે. સત્તા અનાદિઅનંત વિદ્યમાન પદાર્થ છે આત્મા. “તેમ રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી.” આત્મામાં પુણ્ય ને પાપના ભાવ, શુભ-અશુભભાવ થાય તે રાગ-દ્વેષ છે, એ કોઈ કાયમની ચીજ, રહેનારી કોઈ ચીજ નથી. જેમ ભગવાનઆત્મા ચિઠ્ઠન વિદ્યમાન પદાર્થ છે એમ પુણ્ય અને પાપના ભાવ થાય છે એ કોઈ કાયમ રહેનારી ચીજ નથી. આહાહા...! છે ને?
રાગ-દ્વેષ કોઈ દ્રવ્ય નથી,” વસ્તુ નથી. એ તો “જીવની વિભાવપરિણતિ છે...” આત્માની એક વિકારી દશા છે. આહાહા.! શુભ કે અશુભભાવ ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિનો ભાવ હોય, એ શુભરાગ વિકાર છે. અને હિંસા, જૂઠું, ચોરી, વિષયભોગ, વાસના હો એ પાપરૂપી વિકાર છે, પણ બેય વિકાર છે. એ કોઈ કાયમની ચીજ રહેનારી નથી. આહાહા...! આત્મામાં આત્માની પર્યાયમાં ક્ષણિક ઉત્પન્ન થાય છે. સમજાય છે કાંઈ? આહા...! જીવની વિભાવપરિણતિ છે...” આત્માની વિકારી વર્તમાન દશા છે. આહાહા...
તે જ જીવ જો પોતાના સ્વભાવરૂપે પરિણમે... આહાહા. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ. આત્મા સચ્ચિદાનંદ છે. સત્-શાશ્વત, જ્ઞાન ને આનંદનો કંદ પ્રભુ છે. એ જો આત્મા પોતાના સ્વભાવપણે શુદ્ધ આનંદકંદ પ્રભુ, એવી રીતે જો પરિણમે તો રાગદ્વેષ ટળી જાય છે. આહાહા...! આ ઝીણી વાત છે. અહીં રાગ-દ્વેષને પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતાં સ્વભાવિક ભાવ એનો છે એમ બતાવવું છે. સ્વભાવિક ભાવ એટલે પર્યાયનો એનો સ્વભાવ છે એ જાતનો. આહાહા.. એ પછીમાં આવશે. “સ્વસ્વમાન યરમાત’ ૨૧૯ માં આવે છે. “પવરવમાન કેટલાક એમ કહે છે ને કે, રાગ-દ્વેષ સ્વભાવ ક્યાં છે? છે વિભાવ. વિભાવ છે પણ છે એનો સ્વભાવ. પર્યાયનો એ સ્વભાવ છે. દ્રવ્યનો નહિ. વસ્તુ છે ત્રિકાળી પરમાત્મા પોતે આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ, એની દૃષ્ટિ કરતાં એ પુણ્ય અને પાપના વિકારી ભાવ ઉત્પન્ન ન થતાં નાશ થઈ જાય છે. પણ ઉત્પન્ન થાય છે ત્યારે તેની પર્યાયમાં–હાલતમાં ઉત્પન્ન થાય છે. આહાહા...! સમજાણું કાંઈ? આવી ઝીણી વાતું.
શરીર, વાણી, મન તો ક્યાંય રહી ગયા. આ તો જડ છે, પર છે. અંદર ભગવાન આત્મા જ્ઞાનાનંદ, જ્ઞાનનો અને અતીન્દ્રિય આનંદનો પુંજ પ્રભુ છે. એ પોતાની પર્યાયમાં સ્વરૂપને