________________
કળશ- ૨૦૮
૨૭૫
પ્રસિદ્ધ કરી શક્યા નહિ. આહા.! એમાં પહેલા એક દૃષ્ટાંત આપે છે. કેવા છે એકાન્તવાદી? “શુદ્ધષ્ણુસૂત્રે તૈઃ શું કહે છે? વર્તમાન પર્યાયને વિષય કરનારી ઋજુસૂત્રનય, બસ! એમાં જે રત છે, એ વર્તમાન પર્યાય (કે જી ઋજુસૂત્રનયનો વિષય છે એ જ ચીજ છે, બસ! (એમ માને છે). સમજાય છે કાંઈ? આગળ કહેશે. બીજો અર્થ કરશે અંદર. આ એક બીજો પણ અર્થ છે. એને વસ્તુને જે ઉપાધિ લગાવી ત્રિકાળ તો એ અશુદ્ધ થઈ જાય છે. વર્તમાન ઋજુસૂત્ર છે એ માને તો શુદ્ધ છે, એમ (કહે છે). ત્રિકાળ રહેનાર છે એમ કહેવું તે અશુદ્ધ છે. ત્રિકાળની ઉપાધિ લાગુ પડી ગઈ. શું કહ્યું સમજાયું?
અહીંયાં અર્થ બીજો કર્યો છે પણ અર્થકારમાં-મૂળ “સમયસારમાં એ અર્થ છે, અહીંયાં બીજો અર્થ છે. ત્રણ કાળ માનવા જાય તો અશુદ્ધ જ રહેશે. આત્મા અશુદ્ધ જ છે, કદી શુદ્ધ થયો નથી. પર્યાય જેટલી અશુદ્ધ છે તે જ છે પણ અર્થમાં-સંસ્કૃત ટીકામાં બીજું લીધું છે અને “કળશટીકામાં બીજો અર્થ લીધો છે).
છે. એક વર્તમાન ઋજુત્ર બસ, એ જ ચીજ છે. એને ત્રિકાળ લાગુ પાડશો તો ઉપાધિ થઈ ગઈ. સમજાય છે કાંઈ? એક વર્તમાન છે, બસ તેને માનવું. તેને ત્રિકાળ માનવું એ તો ઉપાધિ થઈ ગઈ. ત્રણકાળ એ તો ઉપાધિ છે. એવો અજ્ઞાનીનો અંદર ઊંડે ઊંડે અભિપ્રાય છે. સમજાય છે કાંઈ? વર્તમાન પર્યાયમાં જેની રમત છે, જ્ઞાનાદિ કે રાગાદિની રમતમાં જે છે તેને આત્મા એવડો જ લાગે છે કે, આ આત્મા આવડો છે. એને ત્રિકાળી છે” એવી ધારણામાં વાત આવી ગઈ છે, પણ ત્રિકાળી વિષય છે તેને દૃષ્ટિમાં લીધો નહિ. સમજાય છે કાંઈઆત્મા નિત્ય છે એવું શાસ્ત્ર ભણ્યો છે, અગિયાર અંગ ભણ્યો તો એમાં આ બધું નથી આવ્યું? પણ એ વર્તમાન પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનું જે જ્ઞાન થવું જોઈએ, સન્મુખ થઈને પ્રતીતિ થવી જોઈએ), જ્ઞાનમાં ભાસ થઈને પ્રતીતિ થવી જોઈએ એ ચીજ ન થઈ, તો એણે ત્રિકાળી આત્માને માન્યો જ નથી. આહાહા.! સમજાય છે કાંઈ? ઘણો વિષય ઊંડો છે). આહાહા...!
રાત્રે તો થોડું કહ્યું હતું ને ઓલું? “ગુણપર્યાયવત્ દ્રવ્ય એકલી પર્યાયને માને તો દ્રવ્ય તો “TUJપર્યાયવત દ્રવ્ય છે. તો તેણે પણ આત્મા “ાિતઃ દૃષ્ટિમાંથી છોડી દીધો. અને એ પર્યાય છે એ પરથી થાય છે એમ માને તોપણ પર્યાયને એણે માની નહિ. પર્યાય સ્વતંત્ર એ સમયે મારી (થઈ છે), એ પર્યાય-ગુણ સહિત દ્રવ્ય છે તો એ પર્યાય એની છે, પરની નહિ, તો પરથી પર્યાય) માની તો તેણે પર્યાય માની નહિ સમજાય છે કાંઈ? એમ કે પોતાની પર્યાયમાં વિકાર થાય છે તો એ કર્મથી થાય છે, એમ માનનારને વર્તમાન પર્યાય છે, સ્વતંત્ર ઉત્પાદ (છે), એ ઉત્પાદ ને વ્યય સહિત, ગુણ સહિત દ્રવ્ય માન્યું નહિ. સમજાય છે કાંઈ? સૂક્ષ્મ છે, ભાઈ! આમ તો અનંતવાર ભણ્યો છે, અગિયાર અંગ ભણ્યો ત્યાં નથી આવ્યું)? અગિયાર અંગ ભણ્યો. “સબ શાસ્ત્રન કે નય ધારી હિયે, મત મંડળ