________________
૨૭૬
કલશામૃત ભાગ-૬
ખંડન ભેદ લિયે, વહ સાધન વાર અનંત કિયો, તદપિ કછુ હાથ હજુ ન પર્યો આહાહા...! એને પામવાની રીત કોઈ અલૌકિક છે. એ પર્યાયમાં બિલકુલ પર્યાય જેવડો માને એનો અર્થ કે, દ્રવ્ય ધ્રુવ છે એ તરફ તેનો ઝુકાવ થયો નથી. સમજાય છે કાંઈ? એ કહ્યું ને?
ઋજુસૂત્ર-સીધો વર્તમાન પર્યાયને જ માને એ ઋજુ-સીધો, સરળ. એમ. છે? ઋજુસૂત્ર છે ને? “શુદ્ધર્નરસૂત્રે તૈ: “શુદ્ધીનો અર્થ ‘દ્રવ્યાર્થિકનયથી રહિત...” ત્રિકાળથી રહિત વર્તમાન પર્યાયમાં રત છે), એ ઋજુસૂત્રનયમાં રત છે), તેણે આત્માનું છોડી દીધો. સમજાય છે. કાંઈ? આહા.! ઋજુસૂત્રનય તો વર્તમાન પરિણામને જ માને છે ને? સમજાય છે કાંઈ? અને એકાંત પર્યાય, ઋજુસૂત્રનો વિષય સીધો લઈને તેને ત્રિકાળ લાગુ પાડવું, એ વર્તમાન પર્યાય છે એવી કોઈ ત્રિકાળી ચીજ છે એવી ઉપાધિ લગાવવી એ મિથ્યાત્વ, અજ્ઞાન છે એમ અજ્ઞાની માને છે. સમજાય છે કાંઈ?
શુદ્ધષ્ણુસૂત્રે તૈ” આહાહા.! એ તો વર્તમાન પર્યાયમાં (કે ઋજુસૂત્રનો વિષય વર્તમાન પરિણામ છે, બસતેમાં જ રત છે. આહાહા.! પણ તે પર્યાયમાં સ્વલ્લેય જાણવાની તાકાત છે, એવી પર્યાયમાં વર્તમાન પર્યાય જેટલી જ માની પણ એ પર્યાયમાં ત્રિકાળીને જાણવાની તાકાત છે એનાથી સહિત પરિણામને માન્યા નહિ. સમજાય છે કાંઈ? આચાર્યને કહેવું છે, ઋજુસૂત્ર એટલે વર્તમાન સીધું દેખાય એટલું, બસ! આડુંઅવળું ઓલું ત્રિકાળ ને શુદ્ધ ધ્રુવ દ્રવ્ય છે ને એ બધી ઉપાધિ શું? એમ અજ્ઞાનીની અંતર માન્યતામાં આવું શલ્ય પડ્યું છે. સમજાય છે કઈ ઋજુસત્ર છે ને? “તૈઃ “વર્તમાન પર્યાયમાત્રમાં વસ્તરૂપ અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં મગ્ન છે. એ ઋજુસૂત્ર. અને જેની પર્યાય છે એ ચીજ શું છે એ ઉપર એની દૃષ્ટિ નથી. સમજાય છે કાંઈ? અહીંયાં ઋજુસૂત્રનય વર્તમાન પર્યાયને જ જાણે છે, માને છે, બસ!
મુમુક્ષુ - જુનો અર્થ દ્રવ્યાર્થિકનયથી રહિત એવો શુદ્ધનો અર્થ કર્યો છે.
ઉત્તર :- એ કીધું ને, એ તો પછી અર્થ કર્યો કે, જુસૂત્ર દ્રવ્યાર્થિકનયથી રહિત. એકલો દ્રવ્ય સહિત ઋજુસૂત્ર માને તો તો યથાર્થ છે. ત્રિકાળી દ્રવ્ય સહિત પર્યાયને માને તો યથાર્થ છે, પણ ત્રિકાળી દ્રવ્યને ન માની, વર્તમાન પર્યાયને જ માની તો દ્રવ્યાર્થિકનયથી રહિત ત્રઋજુસૂત્ર એ પર્યાય (માની). સમજાય છે કાંઈ? માર્ગ બહુ સૂક્ષ્મ છે, ભાઈ! અલૌકિક વાત છે આ. આહાહા...! એણે કદી અંતરમાં પત્તો લીધો જ નથી. એણે વાસ્તવિક પર્યાયને પણ માની નહિ કેમકે વાસ્તવિક પર્યાયને માને તો પર્યાયનો વિષય દ્રવ્ય છે એ તો એના સ્વભાવમાં આવે જ છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં જોય-દ્રવ્યનો પ્રકાશ અંદર થાય જ છે. પણ પર્યાયને જ યથાર્થ રીતે નથી માની. વર્તમાન અંશ છે, બસ એટલું. એ પર્યાય) અંશમાં અંદર જાણવાની તાકાત છે એ બધી વાત છોડી દીધી. સમજાય છે કાંઈ? તેથી તે ઋજુસૂત્રમાંવર્તમાન (અંશ) પૂરતું માને છે. વર્તમાન છે ને? જુઓને, ઋજુસૂત્રની વ્યાખ્યા કરી. “વર્તમાન