________________
કળશ- ૨૦૮
૨૭૭
પર્યાયમાત્રમાં વસ્તુરૂપ અંગીકાર કરવારૂપ.” એ જ વસ્તુ (છે), બસ! આહાહા.! અંદર ગુણ ત્રિકાળ છે કે દ્રવ્ય ત્રિકાળ છે, ગુણ પણ ત્રિકાળ છે ને? ગુણ અને દ્રવ્ય ત્રિકાળ છે અને આ તો એક સમયની પર્યાયમાત્ર છે અને માની પણ ત્રિકાળી ગુણ ધ્રુવ છે તેને ન માન્યું).
‘ચિવિલાસમાં એક પ્રશ્ન લીધો છે. “ચંદુભાઈ! ગુણ પરિણમે છે કે દ્રવ્ય પરિણમે છે? એવો પ્રશ્ન લીધો છે. ચિવિલાસમાં, ભાઈ! વાત થઈ ગઈ હતી. ગુણ નહિ, દ્રવ્ય પરિણમે છે. ગુણ તો અનંત છે તો એક એક ગુણ પરિણમે અને દ્રવ્ય ન પરિણમે તો એવી ચીજ નથી. દ્રવ્ય પરિણમતા ગુણ પરિણમે છે, એમ લીધું છે).
અહીંયાં શું કહે છે? કે, પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન થાય તો દ્રવ્ય પરિણમે છે તો ધ્રુવનું પણ જ્ઞાન થયું અને વર્તમાન પર્યાયનું પણ જ્ઞાન થયું તો એ તો નિર્વિકલ્પ જ્ઞાન થયું. આહાહા...! રાગના અવલંબન સિવાય એ પર્યાય અને ધ્રુવ, કાયમ રહેનારા ગુણ, એ ગુણ અને પર્યાય, પણ એ પરિણમે છે કોણ? ગુણ નહિ. સમજાય છે કાંઈ? દ્રવ્ય પરિણમતા ગુણ પરિણમે છે. આવ્યું છે ને ચિવિલાસમાં? બતાવ્યું હતું, ચિવિલાસમાં છે, ભાઈ દીપચંદજી કૃત છે એમાં છે, અહીંયાં ચર્ચા થઈ ગઈ છે.
જેણે વર્તમાનને માન્યું તો આ પરિણમન કોનું છે? દ્રવ્ય પરિણમે તો પરિણમે છે એ દ્રવ્યને તેણે માન્યું નહિ. આહાહા...! “ડાહ્યાભાઈ! જેની ઉપર પર્યાય છે, કોની ઉપર છે તેને માન્યું નહિ. સમજાય છે કાંઈ? એ પર્યાયસત્તા, દ્રવ્યસત્તા ઉપર પર્યાય છે ને? તો એ પર્યાય કોની છે? અને કોનું પરિણમન થઈને આ પરિણમન થયું છે, એ દ્રવ્યને માન્યું નહિ. આહાહા.! પર્યાય ઋજુસૂત્ર, બસો વર્તમાન. પર્યાયના “એકાન્તપણામાં મગ્ન છે.” બસ! આહાહા.! એ તો વર્તમાન પર્યાયમાં (ભગ્ન છે). ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પર્યાય છે, બસ! એમાં મગ્ન છે. આહા...! પણ એ પર્યાય જેનું પરિણમન છે, દ્રવ્યનું જ પરિણમન છે, એ દ્રવ્યની પર્યાય છે. ગુણપર્યાયવત્ દ્રવ્યમૂ” એ દ્રવ્યની પર્યાય છે. એ દ્રવ્ય ઉપર દૃષ્ટિ ન કરી. આહાહા.! સમજાય છે કાંઈ?
મુમુક્ષુ :- દ્રવ્યનું પરિણમન છે પણ દ્રવ્ય તો પરિણમતું નથી.
ઉત્તર :દ્રવ્ય પરિણમે છે એ વ્યવહારનયથી પરિણમે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્યાર્થિકનયથી તો દ્રવ્ય છે, પણ પરિણમે છે એ દ્રવ્ય પરિણમે છે એમ કહેવામાં આવે છે. દ્રવ્ય તો દ્રવ્ય છે, ધૃવરૂપ છે પણ પર્યાય છે એ દ્રવ્યની છે એટલા માટે દ્રવ્ય પરિણમે છે એમ કહેવામાં આવે છે. આહાહા...! કઈ અપેક્ષાએ, જે વાત ચાલતી હોય તે અપેક્ષાએ અહીં તો વાત ચાલે. હૈ? આહાહા...! આમ તો ગુણ પણ પરિણમતા નથી, એ તો ધ્રુવ છે. અને આમ કહે કે, દ્રવ્યમ્ ગચ્છઇ. દ્રવ્ય કોને કહીએ? કે, જે દ્રવે... પ્રવે. દ્રવે. દ્રવે. જેમ પાણી કોને કહીએ? કે, જેમાં તરંગ ઊઠે, દ્રવે. એમ દ્રવ્ય કોને કહીએ કે, જેમાંથી પર્યાય દ્વવે, ઊઠે. દ્રવ્ય સિદ્ધ કરવું હોય તો કેવી રીતે સિદ્ધ કરે? સમજાય છે કાંઈ? પર્યાય