________________
૨૭૮
કલશામૃત ભાગ-૬ પોતે દ્રવ્યમાં એકમેક નથી. એ નિશ્ચયથી તો દ્રવ્યથી થઈ નથી. આહાહા...! આવી વાત. સમજાય છે કાંઈ?
૩૨૦ ગાથામાં લીધું છે ને? જયસેનાચાર્યદેવની ટકા, નહિ? કે, ધ્યાન જે છે એ દ્રવ્યથી અભિન્ન થાય તો ધ્યાનની પર્યાયનો નાશ થાય છે તો વસ્તુનો નાશ થઈ જાય. શું કહ્યું, સમજાણું? ૩૨૦, જયસેનાચાર્યદેવની ટીકા, ‘સમયસાર'. રાગ તો નહિ, આ તો ધ્યાન જે મોક્ષનો માર્ગ ધ્યાન, આહાહા.! એ ધ્યાનની પર્યાય પણ દ્રવ્યમાં અભેદ નથી. ભાઈ! સમજાય છે કાંઈ? જો અભેદ હોય તો ધ્યાનની પર્યાયનો તો નાશ થાય છે. પર્યાયનો નાશ થાય છે અને અભેદ હોય તો દ્રવ્યનો પણ નાશ થઈ જાય. માટે પર્યાય પણ દ્રવ્યથી કથંચિત્ ભિન્ન છે, ત્યાં તો એમ લીધું છે. ત્યાં એમ લીધું છે, કથંચિત્ ભિન્ન લીધું છે બાકી છે તો સર્વથા ભિન્ન, પણ જરી શિષ્યને વાત આકરી પડે.
મુમુક્ષુ :- સર્વથા ભિન્ન?
ઉત્તર :- હા. તેનું અસ્તિત્વ ભિન્ન છે. અસ્તિત્વ ભિન્ન છે, ક્ષેત્ર ભિન્ન છે, કાળ ભિન્ન છે, ભાવ ભિન્ન છે.
મુમુક્ષુ :- એક અપેક્ષાએ.
ઉત્તર :- નહિ, એક અપેક્ષા નહિ, સર્વથા એમ જ છે. કથંચિત્ તો કેમ કહ્યું કે, એ પર્યાય એની છે એટલું બતાવવા કથંચિત્ ભિન્ન છે એમ કહ્યું. બાકી છે તો નિશ્ચયથી સર્વથા ભિન્ન. નહિતર બે ધર્મ સિદ્ધ નહિ થાય. સામાન્ય અને વિશેષ બેય સર્વથા ભિન્ન છે. વિશેષ વિશેષથી છે, સામાન્ય સામાન્યથી છે. એવી વાત એકબીજાની અપેક્ષા રાખશો તો સિદ્ધ નહિ થાય.
મુમુક્ષુ :- એમ સિદ્ધ કરવા હોય ત્યારે. ઉત્તર :- અહીં સિદ્ધ કરવા છે ને. મુમુક્ષુ – એક વસ્તુ છે.
ઉત્તર :- એક વસ્તુ પણ ક્યારે? કઈ રીતે? કે, એ તો પરથી જુદી પાડવા માટે એક વસ્તુ છે, એમ કહેવું છે. પણ એના બે ભાગ પાડવા હોય તો બેય ભિન્ન, સ્વતંત્ર છે. ઝીણી વાત છે. સમજાય છે કાંઈ?
મુમુક્ષુ - સ્વરૂપ ભિન્નતાથી કામ ચાલી જાય છે તો પ્રદેશ ભિન્નતા કેમ કહીએ?
ઉત્તર :- પ્રદેશ ભિન્ન છે. એ જરી સૂક્ષ્મ પડશે. પર્યાયનો અંશ જે છે એ જેટલા ક્ષેત્રમાંથી ઉત્પન્ન થયો, તો એનું કોઈ ક્ષેત્ર છે કે નહિ? કે પર્યાય ક્ષેત્ર વિના થઈ છે? દ્રવ્યનું ક્ષેત્ર ધ્રુવ છે અને પર્યાયનું ક્ષેત્ર એટલું ભિન્ન અધ્રુવ છે. એ તો કહ્યું કે, સંવરનો અધિકાર છે, ત્યાં તો વિકાર લીધો છે. પણ ૮૯ ગાથામાં કહ્યું ને? ચિદૂવિલાસ' ૮૯ પાનું. પર્યાયનું ક્ષેત્ર પર્યાયથી છે. દ્રવ્યનું ક્ષેત્ર એ પર્યાયથી ભિન્ન છે. અરે. અરે.! આવી વાતું છે.