________________
કળશ- ૨૦૮
૨૭૯
મુમુક્ષુ :- એમ પણ આવે ને કે, પર્યાયનું ક્ષેત્ર છે એ દ્રવ્ય-ગુણનું છે, એ પર્યાયનું છે એમ પણ આવે શાસ્ત્રમાં.
ઉત્તર :- એ કઈ અપેક્ષાએ? એ તો પરથી જુદું પાડવા માટે કહ્યું કે પહેલું? પરથી ભિન્ન પાડવા માટે, પણ આ બંને ભિન્ન પાડવા માટે એ નહિ. એવી વાતું છે, બાપુ આ તો ન્યાયના કાંટામાં એક પણ ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરી જાય છે. પૃથફ લક્ષણ છે એમ તો કહ્યું ને? પ્રદેશ જેના ભિન્ન છે તેને પૃથક લક્ષણે પદ્રવ્ય કહ્યું પરંતુ પોતાના ગુણ અને પર્યાય કે દ્રવ્ય અને પર્યાય બેમાં અતભાવરૂપ અન્યત્વ છે. એ કહ્યું ને? પ્રવચનસાર’ મૂળ શ્લોકમાં છે, ટીકા પણ છે. દ્રવ્ય તે ગુણ નહિ. એ તો પછી, વળી દ્રવ્ય-ગુણનું ઝીણુંસૂક્ષ્મ પડી જશે. પણ ગુણ તે પર્યાય નહિ અને પર્યાય તે દ્રવ્ય નહિ. ત્યાં તો ગુણ તે દ્રવ્ય નહિ અને દ્રવ્ય તે ગુણ નહિ, એવો પાઠ સંસ્કૃતમાં લીધો છે. કેમકે ગુણની સંજ્ઞા ગુણ છે, દ્રવ્યની સંજ્ઞા દ્રવ્ય છે. ગુણ અનંત છે, દ્રવ્ય એક છે. સંજ્ઞા, સંખ્યા, લક્ષણ અને પ્રયોજન – ચારથી ગુણ અને દ્રવ્ય ભિન્ન છે.
મુમુક્ષુ :- પ્રદેશથી અભેદ છે. ઉત્તર :- પ્રદેશથી અભેદ છે એ કહ્યું ને. મુમુક્ષુ :- સત્તાથી પણ અભેદ છે ને.
ઉત્તર :- બેયની સત્તા એક છે, ગુણ અને દ્રવ્યની સત્તા તો એક જ છે. પણ લક્ષણ. સંખ્યા, પ્રયોજન, નામ, સંજ્ઞા (એટલે) નામથી તો ભિન્ન છે. આ તો વીતરાગનો સ્વાદુવાદ માર્ગ છે), બાપુ બહુ અલૌકિક છે. તો પછી પર્યાયનું નામ, સંજ્ઞા, લક્ષણ, સંખ્યા અને પ્રયોજન ભિન્ન છે. દ્રવ્ય અને ગુણની સત્તાના પ્રદેશ એક છે. દ્રવ્ય અને ગુણની સત્તાના પ્રદેશ એક છે. છતાં સંજ્ઞા, લક્ષણ, પ્રયોજન ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર અને ગુણનું ક્ષેત્ર ભિન્ન છે. આહાહા...! અરે.! ઝીણી વાત બહુ બાપુ! મૂળ અંદર તત્ત્વના ઊંડાણને પહોંચ્યા વિના એ સમ્યકુશાન એને થશે નહિ અને સમ્યકૂજ્ઞાન વિના અંદરમાં દષ્ટિ નિર્મળ નહિ થાય. આહાહા...!
મુમુક્ષુ - દ્રવ્ય અને પર્યાયની લક્ષણ ભિન્નતા અને પ્રયોજનની ભિન્નતા શું?
ઉત્તર :- દ્રવ્યનું પ્રયોજન ગુણાશ્રય છે. ગુણાશ્રય દ્રવ્ય છે, એમ કહ્યું ને? દ્રવ્યાશ્રયા ગુણા. પણ દ્રવ્યનો આશ્રય ગુણ એવું નથી. અને પર્યાયમાં એવું નથી, અપેક્ષાથી પર્યાય દ્રવ્ય આશ્રિત છે, એની અપેક્ષાએ પર્યાય પર્યાયના આશ્રયે છે. ષટ્કારક લીધા. એ તો કહ્યું ને?
દરેક દ્રવ્યની એ સમયની પર્યાયમાં ષકારકનું પર્યાયનું સ્વયંસિદ્ધ પરિણમન પોતાથી છે. વાત તો થઈ હતી, નહિ? જાં, વર્ણાજી' સાથે. ૨૧ વર્ષ પહેલા. મોટી ચર્ચા થઈ હતી). બધા પંડિતો બેઠા હતા. પંચાસ્તિકાયની ૬ રમી ગાથા બતાવી. જુઓ. જીવની વિકૃત