________________
૨૮૦
કલામૃત ભાગ-૬
અવસ્થા પણ પરના કારકની અપેક્ષા વિના નિરપેક્ષપણે વિકૃત અવસ્થા પર્યાયમાં ષકારકથી પોતાથી થાય છે. જેનું દ્રવ્ય-ગુણ કારણ નથી. કેમકે દ્રવ્ય-ગુણ તો શુદ્ધ છે. શુદ્ધ હોય તે) અશુદ્ધમાં કારણ કેમ થાય? અને પર્યાય છે એમાં પદ્રવ્ય કારક નથી, કેમકે) પરદ્રવ્ય ભિન્ન છે. આહાહા.! આવી વાતું છે. જ્યારે એક સમયની વિકૃત અવસ્થા પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા વગર થાય છે... એ તો ૧૦૧ ગાથામાં કહ્યું ને? ઉત્પાદને ધ્રુવની અપેક્ષા નથી. આહાહા. ૧૦૧ (ગાથા), પ્રવચનસાર'. ત્રણ અંશ સત્ છે ને? અને સત્ અહેતુ છે તેને સિદ્ધ કરવા માટે બીજાની જરૂર નથી. અહેતુ છે), એવી વાત છે. જ્યારે વિકૃત અવસ્થાને પણ દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, નિમિત્તની અપેક્ષા નથી ષકારકથી છે તો નિર્મળ પર્યાયની વાત શું કરવી? આહાહા.. નિર્મળ પર્યાય પણ એક સમયમાં ષકારકના પરિણમનથી સમ્યગ્દર્શનની પર્યાય થઈ છે. આહાહા...!
“ભૂસ્થાિતો કહેવામાં આવ્યું, ભૂતાર્થનો આશ્રય. પણ આશ્રયનો અર્થ પર્યાય એ તરફ ઝુકી છે. બીજા પદાર્થમાં તો એ ચીજ છે નહિ, અહીંયાં તો જ્ઞાનપ્રધાન કથન છે ને, તો પર્યાય દ્રવ્ય તરફ ઝુકી છે એ તાકાત તો પર્યાયની છે, કાંઈ દ્રવ્યની તાકાતથી અંદર ઝૂકી છે એમ છે નહિ. ઝીણું છે, બાપા! શું થાય? એ નિર્મળ પર્યાય પણ પોતાના ષટૂકારકથી (થઈ છે), તે પણ તે સમયે જે સમયે થવાની તે સમયે (થઈ છે), આઘીપાછી નહિ, આગળપાછળ નહિ. જે સમયનો જે પર્યાય (થવાનો હોય) તે કાળમાં ત્યાં ષટૂકારકથી પરિણમન થઈને થાય છે. આહાહા. કર્તા દ્રવ્ય છે એમ પણ એમાં નથી. એ તો પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય કરણ-સાધન, પર્યાય પર્યાયને રાખે, પર્યાયથી પર્યાય (થાય), પર્યાયના આધારે પર્યાય (છે). આવી વસ્તુની સ્થિતિ છે, ભાઈ! સમજાય છે કાંઈ
અહીં કહે છે કે, એટલી પર્યાયને જ દ્રવ્ય માને છે એ મિથ્યાદૃષ્ટિ છે. આહાહા...! સમજાય છે કાંઈ? ઋજુસૂત્ર કહ્યું ને? પર્યાયમાત્રને અંગીકાર કરવારૂપ. પર્યાયમાત્રને વસ્તૃરૂપે અંગીકાર કરવારૂપ એકાન્તપણામાં મગ્ન છે. પાઠ તો એટલો છે-“શુદ્ધર્નસૂત્રે તૈઃ. વર્તમાન પરિણામમાં રત, બસ! બીજું આઘુંપાછું જોવા જશું તો ઉપાધિ લાગશે. ત્રણે કાળ લાગુ પડશે તો ઉપાધિ લાગશે માટે આપણે તો એકલા વર્તમાન પરિણામ. એ મિથ્યાદૃષ્ટિનું એકાંત છે.
“ચૈતન્ય ક્ષળિવં પ્રવચ્ચે બસ! એ પરિણામમાત્રમાં પોતાનું સ્વરૂપ જાણનારો (એમ માને છે કે, “એક સમયમાત્રમાં એક જીવ મૂળથી વિનશે છે....” એ પર્યાય એ જ જીવ એ નાશ થાય છે. “અન્ય જીવ મૂળથી ઊપજે છે.” મૂળથી ઉત્પન્ન થાય છે. આહાહા..! એવું માનીને બૌદ્ધમતના જીવોને જીવસ્વરૂપની પ્રાપ્તિ નથી.” લ્યો! આહાહા...! આ તો બૌદ્ધનો દૃષ્ટાંત આપ્યો છે, પણ જેની દૃષ્ટિ પર્યાયમાત્રની છે એ બધા બૌદ્ધ જ છે. આહાહા. પર્યાયની સાથે રહેલું આખું દ્રવ્ય, ભગવાન પૂર્ણાનંદ અનંત અનંત રત્નાકરનો દરિયો, ચૈતન્ય રત્નાકર એને કહ્યું ને? મોક્ષમાર્ગની પર્યાયને જ્યારે રત્નત્રય કહી તો આ તો ચૈતન્ય રત્નાકર છે.