________________
કળશ- ૨૦૮
૨૮૧
વસ્તુ ચૈતન્ય રત્નાકર છે. રત્નનો આકર-દરિયો છે એ તો. ઓહોહો! એ દૃષ્ટિ અજ્ઞાનીએ છોડી દીધી અને વર્તમાનને માન્યું.
હવે બીજી વાત, બીજો મતાંતર (કહે છે). “પરેઃ તત્ર વાતોપાર્થિવનાત્ થi અશુદ્ધિ મત્વા આમણે એ અર્થ કર્યો છે, સંસ્કૃતમાં બીજો અર્થ છે. “કોઈ મિથ્યાદૃષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી...” એ તો ત્રણે કાળે અશુદ્ધ છે, બસ છે? “શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે.” “તોપવિતા” એનો અર્થ કર્યો. “તિ ઉપાધિ વતી’ એ ત્રણકાળની ઉપાધિના બળે એ અશુદ્ધ જ છે, એમ, શુદ્ધ નહિ. અને સંસ્કૃત ટીકામાં ભાઈ જયચંદ્રજીએ અર્થ કર્યો એમાં એમ કહ્યું કે, એક સમયમાં ત્રણ કાળ લાગુ પાડવા જાય છે એ ઉપાધિ છે. વર્તમાન સિવાય ત્રણ કાળ એમ કહે તો ભૂત અને ભવિષ્ય (કહેતા) ઉપાધિ આવી ગઈ, એમ અજ્ઞાની માને છે. ત્રણ કાળ એ તો કાળની અપેક્ષાએ વાત છે પણ વસ્તુ તો ત્રિકાળ ટકતી ચીજ છે, એમાં આ ભૂત અને ભવિષ્ય છે એવા ભેદ પણ તેમાં ક્યાં છે? એ તો ટકતું ધ્રુવ, ધ્રુવ ટકતું તત્ત્વ અનાદિઅનંત
મુમુક્ષુ :- સ્વીકાર જ ક્યાં આવ્યો છે?
ઉત્તર :- એ જ કહ્યું કે, ત્રણ કાળ એમ કહેવું એ ક્યાં અંદર છે? પણ સમજાવવા માટે શું કહેવું? પર્યાય એક સમયમાત્ર છે અને દ્રવ્ય ત્રિકાળી છે, એમ છે ને? દ્રવ્ય છે એ દ્રવ્યાર્થિકનયનું વિષય દ્રવ્ય ત્રિકાળી છે અને ઋજુસૂત્રનયનો વિષય વર્તમાન એક સમયની પર્યાય છે. સમજાવવું હોય તો કેમ સમજાવે? અરે.! સમજાય છે કાંઈ?
અહીંયાં તો કહે છે, વર્તમાન સમયમાં જે વસ્તુ છે એ ભવિષ્યમાં રહેશે, પૂર્વે હતી એ ક્યાં? અહીં તો છે જ, બસ આ ધ્રુવ છે. ધ્રુવ છે. પછી એને સમજાવવા માટે એમ કહેવાય કે, આ ધ્રુવ ત્રિકાળી રહે છે. આહાહા.! સમજાય છે કાંઈ? આ ધ્રુવ છે તે ત્રણે કાળ રહે છે માટે તેની દૃષ્ટિ કરે, એમ એમાં છે? પર્યાય એક સમય રહે છે અને ધ્રુવ ત્રિકાળ રહે છે માટે ત્રિકાળ રહે છે માટે હું તેની દૃષ્ટિ કરે, એમ છે? એ તો વર્તમાન પર્યાય છે તે ત્રિકાળ ટકતી ધ્રુવ ચીજ છે તેનો આશ્રય લે છે, તેનું અવલંબન ત્યે છે, બસ! એને અહીંયાં ત્રણ કાળ રહેનારી ચીજ છે માટે ધ્રુવ છે એવા ભેદ ત્યાં નથી. આહાહા.! એવું છે, ભઈ!
વાનોપાર્થિવનતિ’ કીધું ને? “વાનોપથિનીતરનો અર્થ આટલો કર્યો કે, ત્રણે કાળે રહેનારી આ શુદ્ધતા તે જ હું એમ અર્થ કર્યો. અને સંસ્કૃતમાં એવો અર્થ કર્યો કે, એક સમયની સ્થિતિને ત્રણ કાળ લાગુ પાડવા એ ઉપાધિ છે. “ડાહ્યાભાઈ. બેયમાં ન્યાયનો વાંધો નથી. “વાલોપાર્થિવનાત્ ધsi અશુદ્ધિ મા જોયું? “કોઈ મિથ્યાદષ્ટિ એકાંતવાદી એવા છે કે જેઓ જીવનું શુદ્ધપણું માનતા નથી, સર્વથા અશુદ્ધપણું માને છે. તેમને પણ વસ્તુની