________________
૨૮૨
કલશામૃત ભાગ-૬
પ્રાપ્તિ નથી...' આહાહા..! કર્મના નિમિત્તનો ઝુકાવ એનો અશુદ્ધ છે એ નથી માનતો. અશુદ્ધતા ન માને તો અશુદ્ધતાની પાછળ શુદ્ધતા છે તેને તો માનતો જ નથી. સમજાય છે કાંઈ? પર્યાયમાં અશુદ્ધ છે એમ ન માને તો શુદ્ધતા ત્રિકાળી છે એવું તો એની માન્યતામાં ચાંથી આવે? આહાહા..!
અબદ્ધસૃષ્ટના ભાવાર્થમાં જ્મચંદ્રજી પંડિતે’ લખ્યું કે, અબદ્ધસૃષ્ટ છે એમ છે પણ પર્યાય છે એવું જ્ઞાન લક્ષમાં રાખીને આ લક્ષમાં લેવું. છે, અર્થ, ભાવાર્થમાં છે, ૧૪મી ગાથા. અબદ્ધસૃષ્ટ. પાંચ બોલ છે ને? અને પંદરમી ગાથામાં પણ પાંચ બોલ છે. એમાં એમ લીધું છે કે, જ્ઞાનનો અર્થ કરીને બહુ સરસ અર્થ કર્યો છે. એણે જે ટીકા કરી છે એવી ટીકા તો.... જ્યાં જોઈએ ત્યાં, જે રીતે જોઈએ તે રીતે વસ્તુ સિદ્ધ કરી છે. એકદમ અબદ્ધસૃષ્ટને સામાન્ય કહેવામાં આવ્યું તો એને પર્યાય છે એટલું લક્ષ જ્ઞાનમાં હોવું જોઈએ પછી આ વાત. ભાઈ! અર્થમાં છે, ખબર છે? છે, હવે બધું કાઢવા ક્યાં જઈએ? બધી ખબર છે. ક્યાં છે, કેમ છે બધી ખબર છે). આહાહા...!
અહીંયાં કહે છે, અનંત કાળથી જીવદ્રવ્ય કર્મો સાથે મળેલું જ ચાલ્યું આવ્યું છે, ભિન્ન તો થયું નથી–એમ માની તે જીવમાં...’ ‘અધિાં અશુદ્ધિ મા’ ‘અધિનાં અશુદ્ધિ મત્વા’ જોયું? ‘જીવદ્રવ્ય અશુદ્ધ છે, શુદ્ધ છે જ નહિ...’ ‘અધિમાં અશુદ્ધિ’નો અર્થ આ. ‘અધિળાં’ એટલે અશુદ્ધતાને જ માનનાર, એમ. અને ૩૧મી ગાથામાં કહ્યું ને? ભાઈ! ૩૧. અધિકં. ‘બાળસત્તાવાધિયું” ત્યાં ‘અધિ’નો અર્થ ભિન્ન (છે). જ્યાં જે ઠેકાણે (જે હોય તે અર્થ થાય). ૩૧મી ગાથામાં એમ લીધું, “નો Íવિષે નિળિત્તા બાળસહાવાધિયું મુળવિ આવું ।’ જે ઇન્દ્રિયને જીતીને. જીતીનેનો અર્થ આ ઇન્દ્રિયને વશ કરવી ને બ્રહ્મચર્ય પાળવું) એમ નહિ. ઇન્દ્રિય નામ જડ, ભાવ અને ઇન્દ્રિયનો વિષય. સ્ત્રી, કુટુંબ, પરિવાર, દેવ-ગુરુ-શાસ્ત્ર ને દેવ-ગુરુની વાણી એ બધું ઇન્દ્રિય છે. આહાહા..! એ ત્રણેને જીતીને એટલે ત્રણે તરફનું લક્ષ છોડીને. “નો Íવિયે નિળિજ્ઞાનો એટલો અર્થ થયો. પછી કહ્યું, બાળસદ્દાવાધિયું મુળવિ આતં એનાથી જ્ઞાનસ્વભાવ સ્વરૂપ એને ભિન્ન જાણવો. ત્યાં ‘અધિ”નો અર્થ ભિન્ન થાય છે). સમજાણું કાંઈ? બીજું પદ છે ઇ. આહાહા..!
મુમુક્ષુ :- ‘અધિò' અર્થ પરિપૂર્ણ કર્યો હતો.
ઉત્તર ઃ– એ પણ કીધું છે, પરિપૂર્ણ પણ કીધું છે. અહીં ભિન્ન જાણવાનો અર્થ કે આ જ્યારે અપૂર્ણ છે તો ભિન્ન છે એ પરિપૂર્ણ છે જ. પરિપૂર્ણ છે, અધિક છે, ભિન્ન છે એમ એનો અર્થ થાય છે. આહાહા..!
અહીં તો બીજું કહેવું છે, અહીં ‘અધિö’ અશુદ્ધતાને ‘અધિ ં’ માની છે, ભિન્ન. ત્યાં જ્ઞાનસ્વભાવ ‘અધિö’. પર્યાયથી અને અશુદ્ધતાથી ભિન્ન આખું તત્ત્વ છે. તેને ત્યાં ‘બાળસત્તાવાધિય મુળવિ આતં' (કહ્યું). આહાહા..! સમજાય છે કાંઈ? કરે ઠેકાણે કઈ અપેક્ષાએ