________________
કળશ- ૨૦૮
૨૮૩
વાત છે તે સમજવું જોઈએ. બાપુ! આ તો વીતરાગમાર્ગ છે. આહા.. સ્યાદ્વાદ માર્ગ છે, ફૂદડીવાદ નથી આ. પણ સ્યાદ્વાદનો અર્થ એવો નથી કે વ્યવહારથી પણ નિશ્ચય થાય અને નિશ્ચયથી નિશ્ચય થાય, નિમિત્તથી પણ ઉપાદાનમાં થાય, ઉપાદાનથી ઉપાદાનમાં થાય એમ સ્યાદ્વાદ નથી. હું આહાહા.!
મુમુક્ષુ :- તો તો નિમિત્ત કહેવાય નહિ તો તો નિમિત્તે કીધું તે ખોટી વાત થઈ.
ઉત્તર :- એ ખોટી વાત. આહા...! આ તો વસ્તુનો જેવો સ્વભાવ છે એ રીતે એને પર્યાયને, દ્રવ્યને સ્યાદ્વાદ તરીકે જાણવું તેનું નામ સ્યાદ્વાદ છે. સમજાય છે કાંઈ?
“મતાન્તર કહે છે...” બીજું. “મન્ચ : તિવ્યાપ્તિ પ્રપદ્ય આહાહા..! “એકાન્ત મિથ્યાષ્ટિ જીવ કોઈ એવા છે કે “અતિવ્યહિં પ્રપદ્ય' “કર્મની ઉપાધિને માનતા નથી....” અશુદ્ધતા છે જ નહિ એમ માને છે. માત્માને પરિશુદ્ધમ્ રૂમ:' છે? “જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે;” એ પણ ખોટું છે. આહાહા! સમજાય છે કાંઈ? આ એક મતાંતર લીધો છે. સર્વ કાળ શુદ્ધ છે, પર્યાય પણ સર્વ કાળ શુદ્ધ છે એમ નથી. પર્યાય અનાદિથી સંસારમાં અશુદ્ધ છે. આહાહા...! દ્રવ્ય અને ગુણ શુદ્ધ છે, પણ પર્યાય તો અનાદિથી અશુદ્ધ છે. આહાહા...! સમજાય છે કાંઈ છે?
જીવદ્રવ્યને સર્વ કાળ...” અને “સર્વથા” સર્વથા. કથંચિત્ અશુદ્ધ અને કથંચિત્ શુદ્ધ માને એ બીજી વાત છે. દ્રવ્ય શુદ્ધ છે, પર્યાય અશુદ્ધ છે એ કથંચિત્ થયું. પણ આ તો સર્વથા અશુદ્ધ છે એમ માને છે). પર્યાય પણ શુદ્ધ જ છે, એમ માને છે. એ બિલકુલ ખોટી વાત છે. આહાહા. અહીંયાં તો હજી તેરમે ગુણસ્થાન સુધી અસિદ્ધભાવ કહ્યો. ત્યાં પણ એટલી મલિનતા (છે), એટલો ઉદયભાવ કહ્યો ને? ચૌદમે પણ અસિદ્ધભાવ કહ્યો ને? સિદ્ધભાવ નહિ હૈ આહાહા. ચૌદમે ગુણસ્થાને પણ હજી ઉદયભાવની એટલી મલિનતા છે. નહિતર અસિદ્ધ કહ્યું છે, ચૌદમે પણ અસિદ્ધ છે, સિદ્ધ નહિ. એટલી અંદર વિકૃત અવસ્થા પર્યાયમાં છે. આહાહા...! ચાર પ્રતિજીવી ગુણ ત્યાં નિર્મળ નથી. આહાહા...! સમજાય છે કાંઈ? કેવળજ્ઞાન, અનંત ચતુષ્ટય, ભાવમોક્ષ (છે) પણ હજી દ્રવ્યમોક્ષ થયો નથી. પર્યાયમાં હજી એટલી પ્રતિજીવી ગુણની વિકૃત અવસ્થા ચૌદમે સુધી પણ છે. આહાહા.! સમજાય છે કાંઈ? આ તો કહે, સર્વથા શુદ્ધ જ છે. આહાહા.! સમજાય છે કાંઈ ચૌદમા સુધી અશુદ્ધ છે. આહાહા...! પર્યાયની વાત છે. છે?
“સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે, તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી.” આહાહા...! ભારે વાતું. અનેક નયની અપેક્ષા આવે, બાપુ! આહાહા. આત્મામાં અશુદ્ધતા ત્રણ કાળમાં નથી, એ દ્રવ્ય. પણ પર્યાયમાં અશુદ્ધતા ચૌદમાં ગુણસ્થાન સુધી છે. છે કે નહિ? અસિદ્ધભાવ કહ્યો ને? તો અસિદ્ધભાવ શું કરવા કહ્યું? સિદ્ધભાવ નહિ. નિર્મળ પર્યાય જે જોઈએ તે નથી. આહાહા...! સમજાય છે કાંઈ?