________________
૨૭૪
કલશામૃત ભાગ-૬
જીવદ્રવ્યને સર્વ કાળ સર્વથા શુદ્ધ માને છે; તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી ? ‘નિ:સૂત્રમુત્તેક્ષિમિઃ” (નિઃસૂત્ર) સ્યાદ્વાદસૂત્ર વિના (મુવìક્ષિમિઃ) સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે; તેમને પ્રાપ્તિ નથી. તેનું દૃષ્ટાન્ત-હારવત્’ હારની જેમ ભાવાર્થ આમ છે કે જેમ સૂત્ર (દોરા) વિના મોતી સધાતા નથી–હાર થતો નથી, તેમ સ્યાદ્વાદસૂત્રના જ્ઞાન વિના એકાન્તવાદો દ્વારા આત્માનું સ્વરૂપ સધાતું નથી–આત્મસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી; તેથી જે કોઈ પોતાને સુખ ચાહે છે, તેઓ સ્યાદ્વાદસૂત્ર વડે જેવું આત્માનું સ્વરૂપ સાધવામાં આવ્યું છે તેવું માનજો. ૧૬-૨૦૮.
મહા સુદ ૭, મંગળવાર તા. ૧૪-૦૨-૧૯૭૮.
કળશ-૨૦૮ પ્રવચન-૨૩૨
૨૦૮ છે ને? ‘કળશટીકા', ૨૦૮ (કળશ).
प्रपद्यान्धकैः
(શાર્દૂલવિક્રીડિત) परिशुद्धमीप्सुभिरतिव्याप्तिं कालोपाधिबलादशुद्धिमधिकां तत्रापि मत्वा चैतन्यं क्षणिकं प्रकल्प्य पृथुकैः शुद्धर्जुसूत्रे रतैः आत्मा व्युज्झित एष हारवदहो निःसूत्रमुक्तेक्षिभिः । ।१६-२०८ ।
: ।
ઘણા મત વાપરે છે. એકાન્તપણે જે માનવામાં આવે તે મિથ્યાત્વ છે.’ એ તો સૂત્ર કહ્યું. હવે એકાંતપણાની વ્યાખ્યા શું? અહો પૃથુ: ૫: આત્મા બુદ્ધિત:' હે જીવ!” ‘પૃશુઃ’ નામ ‘નાના પ્રકારનો’ વિપરીત અભિપ્રાય છે જેમનો એવા જે મિથ્યાદૃષ્ટિ જીવો...' અનેક પ્રકારના વિપરીત મિથ્યાત્વ ભાવ છે. એવો મિથ્યાદષ્ટિ જીવ અનેક પ્રકારમાં કેવી કેવી રીતે માને છે તે કહે છે. ‘પૃથુઃ’ છે ને? ‘પૃથુઃ”. એવું એકાંત માનવાવાળાને, એકાંત જ માને છે. કોઈ પર્યાય જ માને છે, કોઈ દ્રવ્ય જ માને છે, ત્રિકાળી આત્મા અશુદ્ધ છે એમ કોઈ માને છે, કોઈ ત્રિકાળ શુદ્ધ છે પણ પર્યાયમાં અશુદ્ધિ નથી માનતા. (એવા) અનેક પ્રકારના અભિપ્રાય, વિપરીત મિથ્યાદષ્ટિ છે. સમજાય છે કાંઈ?
आत्मानं
‘ષ: આત્મા’ ‘પૃષ: આત્મા’ આ આત્મા શુદ્ધ ચૈતન્ય વસ્તુ...’ છે. ‘વ્યષ્ચિતઃ’ ‘સધાઈ નહિ.’ એકાંત અભિપ્રાયવાળાને આત્મા શુદ્ધ વસ્તુ ચૈતન્ય છે તેને સાધી શક્યા નહિ. આહા..!