________________
૫૮
કલશામૃત ભાગ-૬
આવ્યા પહેલા અમારી ઉપર કાગળ આવ્યો હતો. પાલીતાણા’ એક મહિનો હતો. હું કેવળી છું, તીર્થંકર છું. ચાર ઘાતિકર્મનો નાશ કર્યો છે અને અત્યારે હું નિર્ધન છું. ભગવાન પણ નિર્ધનતા હતી. ભગવાન પાસે ક્યાં પૈસા હતા? તો મારી પાસે પણ પૈસા નથી. સાંભળ્યું હતું ભાઈ તમે? નહોતા? હૈં? સાંભળ્યું હતું? અહીંયાં આવ્યો હતો. સામે આવીને બેઠો, વ્યાખ્યાન સાંભળવા બેઠો. સાંભળીને પછી અંદર આવ્યો. અરે..! બાપુ! હજી તો સમ્યગ્દર્શન કોને કહેવાય અને આત્માનુભવની ખબર નથી અને થઈ ગયા કેવળી પરમાત્મા?
અહીં કહે છે કે, જેને અંદરમાં શુદ્ધ આત્મા પવિત્રનો ઉપયોગ થયો તો અલ્પકાળમાં મુક્તિ થશે. ‘કેવો છે મુનિ?” “સ્વમાવે નિયમિતઃ મવન્” સ્વભાવમાં અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં એકાગ્રપણે મગ્ન થતો થકો,...' આહાહા..! ભગવાનઆત્માનો જે પવિત્ર ત્રિકાળી સ્વભાવ છે તેમાં મગ્ન રહે છે, અંદરમાં લીન રહે છે. આહાહા..! તેને મુક્તિ અને તેને ધર્મ થાય છે. આહાહા..! સમજાણું કાંઈ? પાઠ એવો લીધો છે એનો ખુલાસો કરશે. સ્વમાવે નિયમિતઃ મવન્” સ્વભાવનો અર્થ કર્યો-શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ પુણ્ય-પાપથી રહિત, તેની ચીજમાં અંતરમાં દૃષ્ટિથી લીન થાય છે તે અલ્પકાળમાં મુક્ત થાય છે અને તેનો મોક્ષ થાય છે. અહીંયાં સ્વભાવમાં શુદ્ધ સ્વરૂપ લીધું. નિયમિતઃ મવન્” નિયમિતઃ” નામ એકાગ્રરૂપ કહ્યું. નિયમિત:' ની વ્યાખ્યા એ કરી. એકાગ્રપણે મગ્ન થતો થકો.' આહાહા..!
નિજ શુદ્ધ સ્વરૂપ ચૈતન્યઘન આનંદકંદ નાથ, તેમાં લીન-એકાગ્ર થતા થતા મુક્તિને પ્રાપ્ત થાય છે. નિજ સ્વભાવમાં, શુદ્ધ સ્વરૂપમાં પુણ્ય-પાપના ભાવથી ભિન્ન પોતાની ચીજમાં લીન થતાં થતાં, એકાગ્રપણે મગ્ન થતો થકો.' હવે ત્યાં સ્વભાવ કહ્યો હતો ને? સ્વભાવે શુદ્ધ સ્વરૂપ, એમ કહ્યું હતું ને? હવે અર્થ કરે છે.
‘કેવો છે સ્વભાવ” એ સ્વભાવમાં લીન છે એમ કહ્યું. તો કેવો છે સ્વભાવ? આહાહા..! ‘સ્વરસનિર્મર” ‘ચેતનાગુણથી પરિપૂર્ણ ભગવાન ભર્યો છે.’ કહે છે. આહાહા..! આ સ્વભાવની વ્યાખ્યા. આત્મા સ્વભાવવાન અને તેનો સ્વભાવ ચેતના. જાણવું-દેખવું જ્ઞાતા-દૃષ્ટા, એવા જાણવા-દેખવાના સ્વભાવથી પરિપૂર્ણ ભર્યો છે તેને અહીંયાં સ્વભાવ કહે છે. આહાહા..! ભારે આકરી વાત. છે? પહેલા એમ કહ્યું હતું કે, સ્વમાવે’ શુદ્ધ સ્વરૂપમાં ‘નિયમિતઃ મવન્ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એકાગ્ર મગ્ન થતો થકો. હવે કહે છે કે, એ સ્વભાવ કેવો છે? મગ્ન થતો થકો, એમ કહ્યું પણ એ સ્વભાવ કેવો છે? પોતાનો ત્રિકાળી સ્વભાવ. આહાહા..! ‘વરસનિર્મ’. સ્વ-૨સ, સ્વ-૨સ. ચેતના, ચેતના, ચેતના, જાણવું-દેખવું એવો સ્વ-૨સ એ તેનો સ્વભાવ છે. શરીર, વાણી, મન તો જડ છે, પુણ્ય-પાપભાવ મલિન છે તેનાથી ભિન્ન) ભગવાન ચેતના સ્વરસ છે. આહાહા..! ઝીણી વાતું પડે.
પહેલા સ્વભાવનો અર્થ કહ્યો હતો. ‘સ્વમાવે’ (એટલે) શુદ્ધ સ્વરૂપમાં ભગ્ન થતો થકો.’ પણ હવે શુદ્ધ સ્વરૂપ કહ્યું એ સ્વભાવ છે કોણ? શુદ્ધ સ્વરૂપ (કહ્યું તો) આત્માનો ત્રિકાળી