________________
કળશ-૧૯૦
આહાહા..! કેટલા પૈસા ખર્ચે તો ધર્મ થાય? નહિ? શેઠ! શેઠ તો ઘણા પૈસા ખર્ચે છે. કરોડોપતિ છે. શેઠ ઘણા ખર્ચે છે. ત્રણ લાખની ધર્મશાળા બનાવી છે. ત્યાં સાગ૨માં મોટા બીડીના વેપારી છે. એને બુંદેલશહેર’ના બાદશાહ કહે છે. બુંદેલખંડ’ના બાદશાહ. બે ભાઈ છે. આ નાના છે. મોટા ભાઈનું નામ ભગવાનભાઈ’, એ તો ઘણા ખર્ચે છે ને! લક્ષ્મી પણ ઘણી ખર્ચે છે, દાનમાં ઘણા ખર્ચે છે. શું એ ધર્મ છે? દુનિયા ગાંડી, પાગલ કહે. રાગની મંદતા હોય તો પુણ્ય બંધાય. પુણ્ય સોનાની બેડી. પાપ લોઢાની બેડી છે, પુણ્ય સોનાની બેડી છે. દરબાર! બન્ને બેડી છે. આહાહા..!
૫૭
મુમુક્ષુ :મુનિરાજ પાસે એક પણ પૈસો હોતો નથી પણ ધર્મ ઘણો હોય છે. ઉત્તર ઃ– પૈસા વગર ધર્મ થાય છે તો પોતાથી થાય છે. એક તો અહીંયાં પ્રતાપગઢ’નો (માણસ) આવ્યો હતો. પાગલ જેવો. બુદ્ધિ તો આમ ઠીક હતી પણ મગજ (અસ્થિર). (એ કહે), હું તીર્થંકર છું, હું કેવળજ્ઞાની છું. ઓ..ઈ...! મને અહીંયાં સગવડ આપો. પૈસા નથી. કેમ? કે, ભગવાન સર્વજ્ઞ પરમાત્મા હતા તેમની પાસે પણ પૈસા નહોતા. મારી પાસે પૈસા નથી અને હું કેવળજ્ઞાની છું. પ્રતાપગઢ’નો એક આવ્યો હતો. ‘અંબાલાલજી'! પ્રતાપગઢ’ નો એક દિગંબર હતો પણ મગજ ફેર. આમ પાગલ નહોતો પણ એવું અભિમાન, પાવ૨ ચડી ગયું હતું. હું તીર્થંકર છું, હું કેવળી છું. સારા સારા ઉત્તમ જીવો મારી માટે પાકી ગયા છે. મને સગવડતા આપો. હજી તો કપડા પહેરે તો સાધુ પણ હોય નહિ, સમકિતની ખબર નથી. તું મિથ્યાસૃષ્ટિ છો, કીધું. આ શું કહે છે? તીર્થંકર કેવળી કોને કહે? જેને ત્રણકાળ ત્રણલોકનું જ્ઞાન (હોય). જેને આનંદ આનંદ અતીન્દ્રિય (હોય), જેને એક નગ્ન શરીર જ હોય, એ છૂટી જાય પછી પરમાત્મા થઈ જાય છે. મેં કીધું, મિથ્યાર્દષ્ટિ છો, તારી દૃષ્ટિ જૂઠી છે. પ્રતાપગઢ’નો હતો. હમણા આવ્યો હતો, ચાર-છ મહિના થઈ ગયા. પ્રતાપગઢ’ ખબર છે? પાગલ નહિ, પણ મગજનો પાગલ હતો.
મુમુક્ષુ :- હમણા ગાંડા થઈ ગયા.
ઉત્તર ઃ- હવે થઈ ગયો? અહીંયાં કહ્યું હતું. આહાહા..! છે દિગંબર. નામ શું કીધું? મુમુક્ષુ :– ચાંદમલ ડોડી’.
ઉત્તર :– ચાંદમલ ડોડી'. હા, ઇ. આવ્યો હતો, અહીં આવ્યો હતો. અહીં તો નામ પ્રસિદ્ધ (છે એટલે) ચારે કોરથી ઘણા માણસો આવે છે. કીધું, ભાઈ! માર્ગ બીજો છે. ગૃહસ્થાશ્રમમાં રહીને (કહે) કેવળી થઈ ગયો ને તીર્થંકર થઈ ગયો. આહાહા..! હજી સમ્યગ્દર્શન પણ બીજી ચીજ છે. એ અહીં કહ્યું, જુઓને!
સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે એવો થતો થકો તે જ કાળે કર્મબંધનથી મુક્ત થાય છે.’ પૂર્ણ શુદ્ધતા જ્યાં પ્રગટે (ત્યાં) અશુદ્ધતાનો નાશ થઈને પરમાત્મા સિદ્ધ ૫૨માત્મા થઈ જાય છે. સમજાણું કાંઈ? આહાહા..! અહીં આવીને એ કહેતો હતો.