________________
પ૬
કલશમૃત ભાગ-૬
મુનિનો અર્થ જ એ કર્યો છે-મુનવું. મુનવું એટલે જાણવું. જાણવું એટલે આત્માનું જેવું સ્વરૂપ છે તેને જાણવું તે મુનિ. આત્માનું જ્ઞાન નથી અને આત્માનું ભાન નથી એ બધા બાવા, જોગી ફરે છે તે મુનિ નથી. સમજાણું કાંઈ? ઘરબાર છોડી બાવો થઈ ગયો, જંગલમાં ચાલ્યો ગયો એમાં શું થયું? નિજ ચીજ જે અંદર છે, આત્મા અને તેનું આત્મજ્ઞાન, તેનું જ્ઞાન નથી અને બાહ્યનું જ્ઞાન, શાસ્ત્ર આદિનું જ્ઞાન એ કંઈ જ્ઞાન નથી. આહાહા.! સમજાણું કાંઈ?
“મુનિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ...” “પરમશુદ્ધતા વ્રતિ’ પરમશુદ્ધતા ગ્રહણ કરે છે. વૃતિ’ નામ પરિણમે છે. “શુદ્ધઉપયોગપરિણતિરૂપ પરિણમે છે...... આહાહા...! જે કંઈ પુણ્ય ને પાપરૂપી ભાવ કરે છે એ અશુદ્ધ છે અને તે સંસારમાં પરિભ્રમણનું કારણ છે અને તેનાથી ભિન્ન પોતાના આત્માનો, શુદ્ધપણાનો અનુભવ કરે છે એ શુદ્ધઉપયોગી–શુદ્ધ વેપાર, આત્મા પવિત્ર છે તેનો વેપાર શુદ્ધઉપયોગ છે. આહાહા! છે અંદર? ત્યાં છે. શુદ્ધઉપયોગપરિણતિરૂપ પરિણમે છે... આહાહા..! ઝીણી વાત છે, ભાઈ!
આત્મા તો અંદર સચ્ચિદાનંદ પ્રભુ શુદ્ધ છે. તેનો શુદ્ધઉપયોગ પવિત્ર પરિણામથી ઉપલબ્ધ કરે છે, શુદ્ધપરિણમનની પરિણતિ કરે છે તે મોક્ષને પ્રાપ્ત કરે છે. બીજાને મોક્ષ થતો નથી. ભલે બાવા થાય, જોગી થઈ જાય, ઘરબાર છોડીને જંગલમાં જાય પણ આત્મા આનંદસ્વરૂપ (છે) તેનું આત્મજ્ઞાન અને અનુભવ નથી, એ બધા ચાર ગતિમાં રખડવાના છે. સમજાણું કાંઈ? અને ગૃહસ્થાશ્રમમાં પણ જેણે) આત્મજ્ઞાન અને સમ્યગ્દર્શન કર્યું તો તે પણ એકાદ, બે ભવમાં મોક્ષ જશે. સમજાણું કાંઈ? એ કહ્યું ને?
“શુદ્ધઉપયોગપરિણતિરૂપ...” પરિણતિ, શુદ્ધ દશા. જે પુણ્ય ને પાપરૂપ અવસ્થા, દશા કરે છે તેની દૃષ્ટિ, રુચિ છોડી, ત્રિકાળી ભગવાનની રુચિની શુદ્ધઉપયોગરૂપી દશા થાય છે એ શુદ્ધઉપયોગ દશા. “એવો થતો થકી... ગરિત મુચ્યતે” છે? “અવિરત તે જ કાળે કર્મબંધથી મુક્ત થાય છે.” “વિર એટલે ચિર કાળ નહિ. તત્કાળ આત્માના આનંદનો અનુભવ કરતા કરતા મુક્તિ થઈ જાય છે. આહાહા..! સમજાણું કાંઈ? “વિરત' શબ્દ પડ્યો છે ને? (અર્થાતુ) ચિર કાળ નહિ, તે જ કાળે, એમ. આહાહા...! ઝીણી વાતું બહુ બાપુ મારગડા જુદા છે, ભાઈ! મુક્તિના પંથ અલૌકિક માર્ગ છે, ભાઈ! કદી મુક્તિ થઈ નથી. અનંતકાળથી સંસારમાં બંધનમાં પડ્યો છે.
શુદ્ધઉપયોગ નિજ આત્મા, પોતાના સ્વરૂપ તરફ સન્મુખ થઈ શુદ્ધ પરિણતિ, શુદ્ધ દશા, પવિત્ર દશાને પ્રગટ કરે છે તે અલ્પકાળમાં પૂર્ણ પવિત્રતારૂપી મુક્તિને પ્રાપ્ત કરે છે. બીજ ઊગે તે પૂનમને પ્રાપ્ત થાય જ. બીજ. બીજ. દૂઈ. દૂઈ. દૂઈ છે તે તેરમે દિએ પૂનમ થાય જ છે. એમ જેને સમ્યગ્દર્શન, હું શુદ્ધ ચૈતન્ય છું, એવો અનુભવ, પ્રતીતિ થઈ અને શુદ્ધ પરિણમન થયું તેની અલ્પકાળમાં મુક્તિ થશે. તેના ચોરાશીના અવતાર બંધ થશે.