________________
કળશ-૧૯૦
૫૫
થાય? આહાહા.! આવી વાત છે, પ્રભુ! ઝીણી વાતું છે. અનંત કાળથી કર્યું નથી. ચોરાશી લાખના અવતાર કરતા કરતા કરતા અનંત ભવ થઈ ગયા. આ પહેલો ભવ નથી. આત્મા તો અનાદિનો છે, છે, ને છે. આ તો શરીરનો સંયોગ નવો આવ્યો છે. આત્મા નવો થાય છે? આત્મા તો અનાદિનો છે, છે અને છે અને અવિનાશી છે. આવા શરીરનો સંયોગ અને વિયોગ થાય એવા ભવ તો અનંત કર્યા. અનાદિકાળથી અનંત ભવ કરતા કરતા કરતા કીડા, કાગડા, કૂતરા, નારકી, અબજોપતિ શેઠિયો થયો, ભિખારી અનંતવાર થયો, એવા અવતાર અનંત કર્યા પણ પોતાની ચીજ શું છે તેની દૃષ્ટિ અને અનુભવ કર્યો નહિ. આહાહા...! આત્મજ્ઞાન કર્યું નહિ. આત્મજ્ઞાન વિનાની જે કોઈ ક્રિયાકાંડ છે તે બધી રખડવાની ચીજ છે. આહાહા. એમાં તો ભવભ્રમણ છે. ઝીણી વાત છે. આહાહા...! છે?
“તે જીવ શુદ્ધ નથી; કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે.” કાલે અહીં સુધી આવ્યું હતું. આત્મા આનંદ સ્વરૂમાં નહિ આવીને પુણ્ય-પાપમાં રોકાય છે તે શિથિલ છે. એ અશુદ્ધપણાનું મૂળ છે. એ તો અશુદ્ધપણામાં રહ્યો. ગજબ વાત છે, પ્રભુ, ઓહો! આહાહા...! દયા, દાન, અનુકંપા, ભક્તિ આદિ ભાવ હોય છે, પણ છે બધો રાગ. એ પ્રભુ ચૈતન્યનું સ્વરૂપ નથી. આહાહા..! તેનું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્યઘન છે. ચૈતન્ય આનંદકંદ છે. જે પ્રમાદમાં રોકાઈ ગયો, શુભ-અશુભભાવમાં જે રોકાઈ ગયો છે તેને શુદ્ધપણું કેવી રીતે થાય? તેને “અશુદ્ધપણાનું મૂળ છે.” આહાહા.! શુભ કે અશુભભાવ અશુદ્ધપણાનું મૂળ છે. એ શુદ્ધ નહિ. સમજાણું કાંઈ છે?
કારણ કે શિથિલપણું, વિકલ્પપણું અશુદ્ધપણાનું મૂળ છે.” “અત: મુનિ મુનિ નામ સમ્યગ્દષ્ટિ લેવા છે. “પરમશુદ્ધતાં વ્રતિ વ વિરાત્ મુખ્યતે” “આ કારણથી મુનિ અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવ...” જોયું? આવો અર્થ કર્યો. મુનિનો અર્થ આ કર્યો. આહાહા...! મનન કરતે ઇતિ મુનિ. પોતાના આનંદ સ્વરૂપનો મનન કરે છે–અનુભવ કરે છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે. સમ્યકુ નામ સત્ય દૃષ્ટિ. સત્ય સ્વરૂપ જે ભગવાન આત્મા. જ્ઞાન, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની સમ્યફ દૃષ્ટિ, સત્ય દૃષ્ટિ થઈ અને તેનો અનુભવ કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. આહાહા.! સમજાણું કાંઈ? બાકી જેટલા પાપ ને પુણ્યભાવ કરે છે, ભલે અબજોપતિ, કરોડપતિ હો, એ બધા પાપ ને પુણ્ય અશુદ્ધ ને મલિન અને દુઃખ છે. આહાહા...! છે?
“સમ્યગ્દષ્ટિ જીવ“પુરમશુદ્ધતાં વૃનતિ આહાહા...! ધર્મી એને કહીએ કે જે શુદ્ધ ઉપયોગને ગ્રહણ કરે છે. આહાહા.! છે? “શુદ્ધોપયોગપરિણતિરૂપ પરિણમે છે....... આહાહા. શું કહે છે? સત્યદૃષ્ટિ પૂર્ણ આનંદસ્વરૂપની જેને પ્રતીતિ થઈ, હું તો પૂર્ણ આનંદ અવિનાશી અનાદિઅનંત પ્રભુ ચૈતન્ય સ્વરૂપ, આનંદ સ્વરૂપ છું, એવી જેને અનુભવ કરીને પ્રતીતિ થઈ તેને અહીંયાં સમ્યક નામ સત્યદષ્ટિ કહેવામાં આવે છે. તેને ધર્મની શરૂઆત થાય છે. આહાહા...!
9
7