________________
૫૪
કલશમૃત ભાગ-૬
–પૈસા) મળે છે એ માટી, ધૂળ છે. એ લક્ષ્મી નહિ. “લક્ષ્મીચંદભાઈ! આ બધા પૈસાવાળા બેઠા, લ્યો! કીધું આ “મલકચંદભાઈ મોડા કેમ આવ્યા આજે? આજે મોડા આવ્યા હતા. કો’ક છોકરો-બોકરો આવ્યો હતો ને? મોડા આવ્યા ને આજે? એટલે મનમાં એવો વિકલ્પ આવી ગયો. ઓલો આવવાનો છે ને? પાંચ કરોડ રૂપિયા છે ને એક છોકરા પાસે તો? હૈ? મેં કીધું, આ આજે મોડા કેમ આવ્યા? છોકરો કોઈ આવ્યો હશે?
મુમુક્ષુ – એમ જ હોય ને.
ઉત્તર :- પણ ના આવ્યો નથી. બેય છોકરા આવવાના હતા. એક મુંબઈ રહે છે (એની પાસે) પાંચ કરોડ (છે), એક “સ્વીન્ઝરલેન્ડમાં રહે છે એની પાસે) ચાર કરોડ (છે). બે છોકરા પાસે નવ કરોડ રૂપિયા છે. ધૂળ ધૂળ. એવો વિકલ્પ આવ્યો હતો, ભાઈ! મેં કીધું મોડા કેમ? ખાલી જોયું ને, ખાલી. મોડા આવ્યા હતા આજે. આહાહા.! અરેરે.. ધૂળમાં શું? એ તો માટી છે, ભાઈ! આ —શરીર) માટી છે તો પૈસા તો માટી દૂર રહી. આ - શરીર) પણ માટી છે ને? કોઈ ખીલો કે ચૂંક. ચૂંક વાગે છે ને? ચૂંક હોય છે ને લોઢાની? વાગે છે ને? તો કહે કે, મારી માટી પાકણી છે. પાણી અડવા દેશો નહિ. ત્યાં એમ કહે કે, મારી માટી પાકણી છે. આ માટી છે. એ. “અંબાલાલભાઈ! ત્યાં માટી કહે કે, મારી માટી પાણી છે એટલે પાણી અડવા દેશો નહિ. આ તો માટી, ધૂળ છે.
અંદર ભગવાન જાણનારો, જેની સત્તામાં આ જાણવામાં આવે છે, જેની સત્તામાં આ શરીર, વાણી, મન, આ, આ, આ જેની સત્તામાં જાણવામાં આવે છે એ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા છે. આહાહા! એ આત્માનો અનુભવ જેને તીવ્ર રાગ છે, અહીં તો કષાયની મંદતાને પણ તીવ્ર રાગ કહ્યો છે. આહાહા.! છઠ્ઠા ગુણસ્થાનની વાત કાલે કહી હતી ને? પંચ મહાવ્રત, અહિંસા, સત્ય, દત્ત એ વૃત્તિ પણ રાગ છે. આત્મા આનંદ, જ્ઞાન સ્વરૂપ છે. જેને તીવ્ર રાગ છે એ આવા આત્મામાં કેવી રીતે જઈ શકે? ભાઈ એવા અંતરગઢમાં, આનંદકંદમાં જાવું. આહાહા...! અને એ આનંદનો અનુભવ કેવી રીતે કરી શકે?
ભાવાર્થ આમ છે કે જે જીવ શિથિલ છે,... પોતાના આનંદ સ્વરૂપમાં જવા માંગતો નથી. છે અંદર? શિથિલ. જે જીવ શિથિલ છે, વિકલ્પ કરે છે.' રાગ કરે છે. પુણ્ય અને પાપની વૃત્તિઓ ઊઠે છે તે શુદ્ધ નથી. “તે જીવ શુદ્ધ નથી. આહાહા...! છે દરબાર ત્યાં? સમજાણું કાંઈ? આહાહા. શું કહ્યું? જે જીવ પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્ય આનંદ તેની તરફ જાતો નથી અને પુણ્ય-પાપમાં રોકાય છે તે જીવ શુદ્ધ કેવી રીતે હોય? તેની પવિત્રતા કેવી રીતે પ્રગટ થાય? એમ કહે છે. આહાહા...! અંદર પવિત્રતાનું તો ધામ છે. “સ્વયં જ્યોતિ સુખધામ'. ચૈતન્ય અંદર સ્વયં જ્યોતિ, આનંદકંદ પ્રભુ, સુખનું સ્થાન અને આનંદનું ધામ એ છે. આહાહા...! જેને પુણ્ય ને પાપના ભાવ પ્રમાદ છે, આળસ છે એ તીવ્ર રાગ છે. આહાહા.! તેની રુચિમાં અને તે ભાવમાં જે રોકાઈ ગયો તેને અંતરમાં શુદ્ધભાવ કેવી રીતે