________________
કળશ-૧૯૦
૫૯ સ્વભાવ છે કેવો? “સ્વરનિર્મરે એ તો સ્વરસમાં સ્વરસથી પરિપૂર્ણ છે. એ સ્વરસથી પરિપૂર્ણ છે. સ્વરસનો અર્થ ચેતનાથી પરિપૂર્ણ છે. એ જાણવા-દેખવાના સ્વભાવથી ભગવાન પરિપૂર્ણ આત્મા અંદર છે. આહાહા.! સમજાણું કાંઈ? “સ્વરનિર્મરે આટલા શબ્દો પડ્યા છે. સ્વનિર્ભર સ્વરસ–જ્ઞાનચેતના ગુણ, જાણવું ગુણ, દેખવું ગુણ એવો ત્રિકાળી સ્વભાવ (તેનાથી) “નિર્મરે પૂર્ણ ભર્યો છે. નિર્મરે છે ને? આહાહા..! “નિર્મરે ભરે, ભર. ભર. નિર્મર'. આહાહા. આ ગાડામાં ઘાસ ભરે છે ને તો ભર કહે છે ને? ભર કહે છે. ગાડામાં ખૂબ ભર ભર્યો છે. ભર કહે છે ને? દરબારા ઘાસ ભરે છે. આ તો “નિર્મર (કહ્યું). “નિ ઉપસર્ગ છે તો એનો અર્થ) વિશેષે ભર. ચેતનારસથી ભર્યો ભગવાન અંદર જ્ઞાન, દર્શન, આનંદનો કંદ છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...!
મુમુક્ષુ :- ભરચક છે.
ઉત્તર :- ભરચક છે. વસ્તુ અંદર છે. આ તો અંદરમાં ભાન નથી અને બહારમાં રખડે છે. આ પુણ્ય કર્યા ને આ પાપ કર્યા. બહુ પુણ્ય કર્યા હોય તો તેનાથી પાંચ, પચીસ કરોડ રૂપિયા ધૂળ આદિ મળે. એમાં શું મળ્યું? આત્માને નુકસાન થયું, દુઃખી છે. પૈસા જડ છે તેને પોતાના માનવા એ તો ભ્રમણા છે. અને નિર્ધનપણું છે એમ માનવું એ પણ ભ્રમણા છે. આત્મા નિર્ધન કેવો? આત્મા તો સ્વરસથી નિર્ભર છે. આહાહા.! પોતાના આનંદરસથી નિર્ભર છે, એમ કહે છે. આહાહા.!
“ચેતના” શબ્દ લીધો છે. એ સ્વભાવનો અર્થ લીધો છે. પહેલા સ્વભાવનો અર્થ એવો કર્યો કે, શુદ્ધ સ્વભાવ. એમ લીધું હતું ને? શુદ્ધ સ્વરૂપ, લીધું હતું ને? “મા”. “સ્વભાવે (કહ્યું, ત્યાં શુદ્ધ સ્વરૂપ લીધું હતું. પણ એ શુદ્ધ સ્વરૂપ છે કોણ? કે નિજરસ, આનંદરસ. ચૈતન્યનો કાયમી અનાદિ અવિનાશી જ્ઞાનરસ, દર્શનરસ, ચેતનારસ. આહાહા...! તેને સ્વભાવ કહે છે, તેને શુદ્ધ સ્વરૂપ કહે છે, તેને નિજરસ કહે છે, તેને ચેતનાનો સ્વભાવ કહે છે. એ ચેતનાના સ્વભાવથી ભગવાન પરિપૂર્ણ ભર્યો છે. આહાહા! આરે...! ક્યાં જોવું? બહાર જોયા કરે છે. આહાહા. જોનારને જોયો નહિ અને પરમાં માથાકૂટ કરી દેખરનારને દેખ્યો નહિ. હું કોણ છું અંદર? પરમાં જોયું. ધૂળ... ધૂળ બાહ્ય આદિ. સમજાણું કાંઈ દેખનારો, જાણનારો. રસ, નિર્ભર. રસ શબ્દ કહેવાથી એકાગ્રતા પણ બતાવે છે અને તેનો સ્વભાવ પણ બતાવે છે. આહાહા.!
વસ્તુ છે ને? આત્મા પદાર્થ છે ને? મોજૂદ ચીજ છે ને? છે તો તેનો કોઈ સ્વભાવ મોજૂદ છે ને? તો એનો ત્રિકાળી સ્વભાવ શું છે? એ તો જ્ઞાનરસ, ચેતનારસના ત્રિકાળી સ્વભાવથી ભરેલો છે. આહાહા.! તેની સન્મુખ થઈ તેનો શુદ્ધઉપયોગ કરવો. એ શુદ્ધઉપયોગરૂપી ધર્મ, તેનાથી તેને મુક્તિ થાય છે. બાકી પુણ્ય-પાપથી સ્વર્ગ ને નરક (મળે). પુણ્ય કરે તો સ્વર્ગ આદિ મળે. પુણ્ય ઘણા હોય તો આ ધૂળના શેઠિયા કહે છે ને?