________________
૩૨૬
કલશમૃત ભાગ-૬
પાડે છે. એક દ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યથી થાય નહિ. આહાહા...! એવી વાત છે.
હોતી નથી.” શું કીધું? “વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી (કારણ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધાસહિત છે);” એ બદલે છે. એ નિત્ય વસ્તુ છે એ બદલે છે એ બદલવાનો પરિણમન સ્વભાવ છે. નિત્ય તો નિત્ય જ છે. આહાહા. પણ પરિણમનમાં બદલવાનો પોતાને લઈને, પર્યાયના સ્વભાવને લઈને બદલે છે. માટે નિમિત્ત આવીને બદલતું તને દેખાય એ તને જૂઠું દેખાય) છે. અહીં એક જણો કહેતો હતો કે, અમે અહીંયાં બેઠા છીએ એમાં આવા પરિણામ થાય છે, જ્યાં ભગવાનની જાત્રા કરવા જોઈએ ત્યાં અમારા પરિણામ કેવા થાય અને તમે કહો કે, પરથી કાંઈ થાય નહિ. સમજાણું? બાપા! પણ ત્યાં તુ ગયો, ત્યાં જે પરિણામ થયા એ પરિણામનો એનો કાળ હતો, એ સ્થિતિનો. તે કારણે એ પરિણામ થયા છે, ભગવાનથી નહિ. આહાહા...! આવું આકરું કામ પડે.
આ પુસ્તક છે. કીધું ને? પુસ્તકને પગે લાગે, લ્યો. એ પુસ્તકને પગે લાગવાના પરિણામ એને લઈને થયા છે? પુસ્તકને લઈને (થયા છે? પુસ્તક પુસ્તકના પરિણામનો કર્તા છે. ઓલો જે પગે લાગે છે એના પરિણામનો કર્તા તો એ જીવ છે. એ પુસ્તક તો નિમિત્ત છે. એટલે પુસ્તકથી એને વંદન કરવાના પરિણામ થયા છે, બિલકુલ નહિ. આહાહા.! આ ભણતર બીજી જાતનું છે, શેઠા આ બીજી જાત છે. ત્રણલોકના નાથ તીર્થંકરદેવ, આહાહા..! સર્વશદેવની નિશાળ છે આ તો. સર્વજ્ઞદેવની આ તો નિશાળ છે. એણે બીજું બધું ભણતર ભૂલીને આ કરવું પડશે. આહાહા.
મુમુક્ષુ – વસ્તુની સ્થિતિ એકરૂપે ન રહેતી હોય... ઉત્તર :- એકરૂપે ન જ રહે. શું કહ્યું? મુમુક્ષુ :- વસ્તુની સ્થિતિ એકરૂપે ન રહેતી હોય તો ધ્યેય કોને બનાવે?
ઉત્તર – કોને બનાવવું છે? પર્યાય પર્યાયનું ધ્યેય છે. પર્યાયને પરમાર્થે તો દ્રવ્ય-ગુણનો પણ આશ્રય નથી. બહુ ઝીણી વાત, બાપ! ધર્મની પર્યાય થાય તેનું ધ્યેય ભલે દ્રવ્ય (હો) પણ એ પર્યાય દ્રવ્યને અડતી નથી. ધ્યેયનો અર્થ ફક્ત આમ લક્ષ કર્યું એટલું. પણ લક્ષ ફર્યું એ પણ પર્યાયની તાકાતથી કર્યું છે, દ્રવ્યની તાકાતથી નહિ. ઝીણી વાતું બહુ બાપુ! આહાહા...! વીતરાગમાર્ગ, જિનેશ્વર ત્રિલોકનાથ પરમાત્માનો માર્ગ ક્યાંય છે નહિ એવો. કોઈ સ્થાનમાં, ઠેકાણે (નથી). અત્યારે બધો ફેરફાર ફેરફાર થઈ ગયો. આહાહા...! પરિણામનો એનો તે તે કાળ છે, જન્મક્ષણ છે) તેથી તે પરિણામ થાય છે. પરનું લક્ષ કર્યું માટે ત્યાં પરિણામ થયા એમ નહિ. સમજાણું કાંઈ?
ઘરે પરિણામ હતા સ્ત્રીના લક્ષે અને ભગવાનના દર્શનમાં ગયો ત્યારે બીજા પરિણામ થયા. માટે પરિણામ ભગવાનને લઈને થયા છે એમ નથી. અને સ્ત્રી વખતે જે રાગના