________________
કળશ- ૨૧૧
૩૨૭.
પરિણામ થયા તે સ્ત્રીને લઈને થયા છે, એમ નથી. આહાહા.! સમજાણું કાંઈ
વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધા હિત છે); માટે....” “તત પ્રવ ર્ મવતુ' “વસ્તુ પોતે જ પોતાના પરિણામરૂપ.” આહાહા! આ સરવાળો. દરેક વસ્તુ પોતે સ્વય. સ્વયં પોતાના પરિણામ એટલે પર્યાયરૂપ કર્મની કર્તા છે. કર્મ એટલે કાર્ય. પોતાના પર્યાયરૂપી કાર્યની કર્તા છે એ નિશ્ચય સિદ્ધાંત છે). આહાહા...! આ તો ગુજરાતી સમજાય એવું છે, આ તો સાદી ભાષા છે. આહા...!
ચાર સિદ્ધાંત કહ્યા કે, દરેક દ્રવ્યનું જે પરિણામ છે તેને કર્મ-કાર્ય કહેવામાં આવે છે–એક વાત. તે કાર્ય તે દ્રવ્યના આશ્રયે છે, પરને આશ્રયે નહિ–બે વાત. તે કાર્ય કર્તા વિના હોતું નથી માટે કરનારું તે તેનું દ્રવ્ય છે–એ ત્રીજી વાત. અને તે ફેરફાર લાગે છે, નિમિત્ત આવીને તને ફેરફાર લાગે છે તો એ તો એની સ્થિતિનો ફેરફાર છે માટે ફેરફાર થાય છે. આ તો સમજાય એવું છે. આ તમારી લાદી-ફાદીનું કાંઈ કરી શકતો નથી એવું બધું આમાં આવે છે. આહાહા.! એ એક શ્લોક થયો. એક શ્લોકમાં કેટલું ભરી દીધું છે! આહાહા...!
ઓલા કહે કે, જ્ઞાનાવરણીયનો ક્ષય થાય માટે કેવળજ્ઞાન થાય. શાસ્ત્રમાં નથી કહેતા? ચાર કર્મનો નાશ થતા કેવળજ્ઞાન થાય. અહીં ના પાડે છે. એને લઈને નહિ. કેવળજ્ઞાનના પરિણામ થવાને કાળે પોતાને કારણે એ પોતાનું કર્મ અને કાર્ય છે. એનો કેવળજ્ઞાનનો બહુ આશ્રય લેવો હોય તો એ આત્મા છે. કર્મનું ખસવું થયું માટે કેવળજ્ઞાન થયું, એમ નથી. આહાહા...! આ તે કાંઈ (વાત છે). જ્ઞાનની અંદર જે હિણી અને વૃદ્ધિ દશા દેખાય છે એ જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે માટે હિણી દશા દેખાય છે અને જ્ઞાનાવરણીયનો કાંઈક ક્ષયોપશમ છે માટે અહીં ક્ષયોપશમ વિશેષ દેખાય છે એમ નથી. આહાહા...! આ મોટી ચર્ચા તે દિ “વર્ણીજી સાથે થઈ હતી. અને એમાંય લખ્યું છે ને કે, ઓછુંવતું જ્ઞાનાવરણીય કર્મ વિના પોતાથી થાય છે, એમ કાનજીસ્વામી કહે છે. નહિ. જ્ઞાનાવરણીય કર્મને લઈને ઓછુંવત્તું થાય છે. અહીં ના પાડે છે. જ્ઞાનનું ઘટવું કે વધવું એ પરિણામ પોતાનું કાર્ય છે, એના કાર્યનો કર્તા દ્રવ્ય છે. એકરૂપે સ્થિતિ નથી માટે તે થાય છે. આહાહા.! અને કર્યા વિના થતું નથી એનો કર્તા પોતે છે, હિણી કે અધિકનો, કર્મ નહિ. જ્ઞાનાવરણીય કર્મ ખસ્યુ માટે અહીં ક્ષયોપશમ થયો અને અંદર ઉદય વિશેષ રહ્યો માટે અહીં ક્ષયોપશમ ઘટ્યો, એમ નથી). આહાહા! આવી વાત છે. વિશેષ કહેશે, લ્યો!
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)