________________
કળશ-૨૧૧
૩૨૫
અહીં તો કહે છે, એણે એક દયાના ભાવ કર્યાં અને ત્યાં શાતા વેદનીય બંધાણી. તો કહે, આ પરિણામથી શાતા વેદનીય બંધાણી કે એ શાતા વેદનીયના પરિણામનું કર્મ છે ઇ ૫૨માણુનું છે કે આ દયાના ભાવનું છે? આહાહા..! ફોટો પાડે છે સામે લ્યો! સામે સિંહ ચાલ્યો જાય છે. સિંહના ફોટા પાડે છે, સેંકડો સિંહ હોય છે ને પાડે છે. તો ઇ ફોટાના રજકણ ન્યાંથી આવે છે? અને અહીંયાં રજકણમાં એ નિમિત્ત થયા માટે અહીં ફોટો પડ્યો છે? કે, ના. આ વાત! એ રજકણો ત્યાં છે તેના ફોટા પડવાના પરિણામ-કર્મ તે રજકણના ૫૨માણુ છે એને આશ્રયે થયેલ છે, સામાને આશ્રયે નહિ. એવું જ પડે છે એ તો પોતાના ૫૨માણુની પર્યાયની યોગ્યતાથી એમ પડે છે. સામાને કારણે નહિ. હવે આ વાત ક્યારે બેસે! આહાહા..! ઓલો જરી આમ કરે તે અંદર દેખાય છતાં એને કા૨ણે ત્યાં ફોટો નથી પડ્યો, કહે છે. આહાહા..! એ ક્ષણના તે પરમાણુ તે રૂપે પિરણામરૂપી કર્મને કર્યાં તેથી તે ફોટો તે રીતે પડ્યો છે. લ્યો, શેઠ! તમારો દીકરો છે ને ફોટો પાડનાર? આહાહા..! પણ એને સાંભળવાનો પ્રેમ થયો છે. ફોટો પાડે છે. આહાહા..! અને ત્યાંના રજકણ (અહીં) આવે તો તો ઓલો સૂકાય જાય. શું કહ્યું?
‘આફ્રિકા'માં સિંહના ટોળા હોય છે, સેંકડો સિંહ, સેંકડો. એટલે ફોટો, ફિલ્મ પાડવા જાય. એ પાંચ-પાંચ, દસ-દસ લાખની એક મોટી મોટર હોય અને લોઢાના આડા સળિયા હોય. અહીં કાચ હોય. એટલે ઓલો સિંહ આવે તો સળિયા સુધી આવી શકે, અંદર ન ગી શકે. અંદર ન આવી શકે. એવી મોટી (મોટર હોય). સેંકડો સિંહ અને નાના બચ્ચા ચાલ્યા જતા હોય. ત્યાં તો સેંકડો પડે. ત્યાંથી પરમાણુ આવે છે? અને તેને લઈને અહીં ફોટાના પરમાણુ ફિલ્મ પડે છે? ત્યાં તો બહુ ફિલ્મ પાડે. ઓલા ભાગે તોય આમ પાડે. મોટી ફિલ્મ. એક સેંકડમાં શું કહે છે? આપણે અહીં પાડીએ છીએને હમણા? ત્રણ મિનિટમાં નહિ કાંઈ કીધું? આઠસોનો ખર્ચ. અહીં ફિલ્મ પાડીને? ભાઈએ. ‘કાંતિભાઈ મોટાણી’. એક કલાક ૬૯ મિનિટ, એમ કાંઈક કીધું. હમણાં વીસ હજાર ખર્ચ્યા. મોટાણી’. મેં પૂછ્યું, ત્રણ મિનિટ ફિલ્મ પાડ્યું તેનો ખર્ચ) કેટલો? કે, આઠસો રૂપિયા. ત્રણ મિનિટના આઠસો. ફિલ્મના. તો અહીંના પરમાણુ ત્યાં પડે છે? આહાહા..! ભારે ગજબ વાતું છે. આ તો નિમિત્ત છે. નિમિત્ત છે એટલે ન્યાં કાંઈ એને લઈને થાતું નથી. ત્યારે તો નિમિત્ત કહેવાય છે. આહાહા..! ન્યાંના પરમાણુઓ એ વખતે તે પરિણામ એકરૂપ રહેવાની સ્થિતિ નહોતી એટલે પહેલી સ્થિતિ બીજી હતી, બીજી સ્થિતિ તે કાળે થવાની તે સ્થિતિ બદલીને થઈ છે. આહાહા..!
દુનિયા સાથે તો વાંધા ઊઠે બધા. પંડિતો પણ વાંધા ઊઠાવે છે ને? કોઈ પદ્રવ્યનું કાંઈ કરે નહિ (એમ માને) એ દિગંબર જૈન નથી, જાઓ! ઠીક બાપા! આહા..! એ ઇન્દૌર’માં પંડિતો વચ્ચે ચર્ચા થઈ હતી. પચાસ પંડિત વચ્ચે. પરદ્રવ્યનું કરી શકાય નહિ એમ માનનારા દિગંબર જૈન નથી. કરી શકાય છે. લ્યો, ઠીક! અહીં ના પાડે છે. દિગંબર ધર્મ એ ના