________________
૩૨૪
કલામૃત ભાગ-૬
કપડું લાવ્યું પણ દરજી હમણા ન સીવે તો કપડું પડયું રહે. સીવવાનો ભાવ થાય ત્યારે કપડાનું કાર્ય થાય. જુઓ! એને લઈને થાય કે નહિ? એ વાત જ ખોટી છે. કપડાનું ડગલો આદિ કાર્ય જ્યારે થવાનું હતું ત્યારે તે કાર્ય તે કપડાના પરમાણુથી થયેલું છે. સોયથી નહિ, સંચાથી નહિ. એ ખાણીયા ચર્ચામાં નાખ્યું છે. ઓલા સામા વતી. ફૂલચંદજીની સામે. જુઓ! આ કપડું સીવવા આપ્યું પણ ઓલો હમણા લગ્નના કામમાં હતો તો કપડું પડ્યું રહે. એ ક્યારે થાય? કે, એનો ભાવ થાય ત્યારે કપડાનો ડગલો થાય. એ વાત તદ્દન જૂઠી છે. એ કપડામાંથી ડગલો કે પહેરણ થવાનો જે સમય હતો તે સમય આવ્યે પોતાથી થાય છે. આહાહા...!
મુમુક્ષુ:- જે સમયે થવાનો હતો એ સમયે એ જ થાય એ આ સિદ્ધાંતમાં ક્યાં આવે છે? ઉત્તર :- એમાંથી નીકળ્યું. એક જ સમયે થાય, તે સમયે થાય. મુમુક્ષુ :- પરિણામ થાય. ઉત્તર :- પરિણામ કહો. મુમુક્ષુ :- આ જ પરિણામ થાય. ઉત્તર :-- આ જ પરિણામ થાય. મુમુક્ષુ :- ઈ આમાં ક્યાં આવ્યું? ઉત્તર :- આ કર્મ એનું છે માટે. મુમુક્ષ :- એ તો કર્મ એક, પણ એ ઉત્તર :- એ જ આવે. મુમુક્ષુ :- ઈ આ સિદ્ધાંતમાંથી એમ નીકળે છે?
ઉત્તર :- નીકળે છે. સ્થિતિ ફેર કેમ કીધો કે, એનો પરિણામનો જે કાળ છે તે પ્રકારે બીજો આવ્યો. એ સ્થિતિના ફેરે આવ્યો છે, પરને કારણે નહિ.
મુમુક્ષુ - એ જ પરિણામ......
ઉત્તર :- એક જ પરિણામ થાય, એ જે થવાને કાળે જે થવાનું તે છે આમાં નીકળે છે. સ્થિતિ’ શબ્દ છે માટે વાપર્યો છે. બદલ્યું કેમ? કે, તે તે કાળે સ્થિતિ થવાની નહોતી અને સ્થિતિ ફરી તે કાળે ... ત્યારે ફર્યું. આહાહા...! આકરું (છે). દુનિયાથી તો આકરું છે, ભઈ! આખી વાત જ. મોટી શ્રદ્ધા ફેર, ઉગમણી-આથમણી. આહાહા..! જોયું?
“વસ્તુની એકરૂપે સ્થિતિ નથી માટે પલટ્યું છે અને પલટવાનો કાળ એનો એ જાતનો એ સમયનો હતો માટે પલટ્યું છે. આહાહા...! જન્મક્ષણ ગણી છે. શેયનો સ્વભાવ-૧૦૨ ગાથામાં. શેય નામ છ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે તેની પર્યાય તેને જન્મક્ષણે ઉત્પત્તિને કાળે જ તે ઉત્પન્ન થાય. આહાહા.! સમજાય છે કાંઈ? આહાહા.! કેટલા નિયમો મૂક્યા છે! આહાહા.!