________________
કળશ- ૨૧૧
૩૨૩
મિથ્યાત્વ છે. એમાં મિથ્યાત્વના તો ઘણા પ્રકાર છે એ માંહેલો આ એક ભાગ છે. સમજાણું કાંઈ યથાર્થપણે રાગથી ભિન્ન પડી જાય તો થઈ રહ્યું, તો એને બધું છૂટી ગયું. આહાહા...!
મુમુક્ષુ – રાગથી ભિન્ન પડ્યો ક્યારે કહેવાય?
ઉત્તર:- અંદરથી અનુભવનો આનંદ આવે ત્યારે કહેવાય. રાગનો સ્વાદ છે તે પલટીને આનંદનો સ્વાદ આવે ત્યારે ભેદજ્ઞાન થયું કહેવાય, ત્યારે એનું કાર્ય થયું. છતાં એ પરિણામ એનું કર્મ છે અને તે પરિણામ-ભેદજ્ઞાનના પરિણામનો કર્તા જીવ છે, એના આશ્રયે થયેલ છે. આહાહા...! સમજાણું કાંઈ? ગંભીર વાત છે, બાપુ! આ તો. સંપ્રદાયમાં તો આ દયા પાળો, કરો આ, વ્રત કરો, જાઓ! ગોટેગોટા છે બધા ઊંધા. આહાહા.! શું થયું છે ચોથો બોલ?
વસ્તુની એકરૂપે સ્થિતિ અર્થાતુ કૂટસ્થ સ્થિતિ હોતી નથી. પરિણામ બદલ્યા, આ સંયોગ નિમિત્ત આવ્યો અને અહીં પરિણામ બદલ્યા માટે તમને એમ લાગે કે આ નિમિત્તથી બદલ્યા છે, એમ નથી. એની સ્થિતિ એકરૂપ રહેતી નથી માટે તે બદલ્યા છે. સમજાણું કાંઈ લ્યો! તાણીને બોલો, હળવેથી બોલો. કહે છે કે, એ હળવેથી બોલો જે ભાષા નીકળી છે એ પર્યાય પરમાણુને આશ્રયે નીકળી છે. ત્યારે કહે કે, પહેલી પર્યાય એવી નહોતી ને આ થઈ માટે હળવેથી બોલો એ આત્માએ જાણ્યું માટે થઈ કે નહિ? કે, ના. એ પરમાણુની સ્થિતિ બીજે સમયે બીજી થવાની હતી, સ્થિતિ ફેરફાર થવાની છે માટે થઈ છે. આહાહા...! જુઓ તો ખરા સિદ્ધાંતા
મુમુક્ષુ :- એ લોકો દલીલ કરે છે કે પરિણમન સ્વભાવની અમે ક્યાં ના પાડીએ છીએ? પરિણમે છે. ગુણ પરિણમે છે એ નિમિત્તકૃત છે.
ઉત્તર :- ઈ વાત જ જૂઠી છે, શું કહે છે અહીં. માટે કહે છે. મુમુક્ષુ :- પરિણમનમાં અમને વાંધો નથી. ઉત્તર :– પરિણમન પર્યાય સ્થિતિ બદલી એ સ્થિતિ બદલવાને કારણે બદલી છે. મુમુક્ષુ :- પરિણામનો નિયામક નિમિત્ત છે. ઉત્તર :- નિયામક આત્મા છે. મુમુક્ષુ :- તો પરિણામ સાપેક્ષ થયું, નિરપેક્ષ ન રહ્યું. ઉત્તર :- નહિ, નહિ, નહિ. નિરપેક્ષ છે). નિમિત્તની અપેક્ષા છે જ નહિ. હો નિમિત્ત. મુમુક્ષુ - ~ શકોરું બનાવું. ઉત્તર :- બની શકે નહિ ત્રણકાળમાં. શાકોરું કોણ બનાવે? ને ઘટ કોણ બનાવે? મુમુક્ષ :- દલીલ એમ કરે છે.
ઉત્તર :- કહે છે ને, કહે છે. માટીનું કોરું બનાવવું હોય તો બનાવી શકાય, ઘટ બનાવવો હોય તો બનાવી શકાય. એ તો આપણે ખાણીયા ચર્ચામાં છે. ખાણીયા ચર્ચા.