________________
૩૨૨
કલશામૃત ભાગ-૬
ઉત્તર :- પર્યાયમાં થયું. એ દ્રવ્ય કર્યું એમ કહેવાય. છે તો પર્યાયનું. પર્યાયમાં જ કર્તા બધું છે. એ તો વાત થઈ ગઈ ને. મહા સિદ્ધાંત આ કે, દરેક છ દ્રવ્ય છે તે દ્રવ્ય ને ગુણ તો કૂટસ્થ ધ્રુવ છે. હવે એની પર્યાય જે સમયે સમયે થાય છે એ પર્યાય પર્યાયની કર્તા, પર્યાય તેનું કાર્ય, પર્યાય પર્યાયનું કાર્ય. એક સમયમાં છ બોલ પર્યાયમાં લાગુ પડે છે. આ સિદ્ધાંત જો નક્કી કરે તો પરની સાથે કાંઈ સંબંધ ન રહે, એને લઈને થાય છે એ વાત છે નહિ. દ્રવ્ય-ગુણને લઈને પણ પર્યાયનું ષકારકનું પરિણમન નથી. આહાહા.! સમજાણું કાંઈ?
વર્ગીજી સાથે એ જ મોટી ચર્ચા થઈ હતી નો મોટા વાંધા ઊઠ્યા. કારણ કે એ લોકો તો એમ માને કર્મને લઈને થાય, કર્મને લઈને વિકાર થાય. ત્યાં એકદમ મૂક્યું. એક ભાઈએ પકડ્યું બરાબર, ફૂલચંદજીએ. બધાય સાંભળનારા હા પાડતા હતા. “ફૂલચંદજી એ કહ્યું, સ્વામીજી એમ કહે છે, આત્મામાં વિકૃત અવસ્થા થાય તે કર્મને લઈને નથી. નિશ્ચયથી ષકારકરૂપે પરિણમન પર્યાયનું છે માટે પરના કારકની અપેક્ષા નથી માટે થયેલા છે. સમજાણું કાંઈ? શેઠિયાને ક્યાં ભાનેય હતું? જય નારાયણા માથે બેઠા હોય એની હા પાડે. નિર્ણય કરવાની ક્યાં નવરાશ છે ? પૈસામાં ના પાડે છે, તમારા બાપને મારા બાપે ઓલા ભવમાં પાંચ લાખ આપ્યા છે. તો કહે), નહિ. શેઠા હૈ?
મુમુક્ષુ – નિર્ણય કરાવવાવાળા ન મળે તો કેવી રીતે કરીએ?
ઉત્તર :- અહીં તો એ કહે છે કે, નિર્ણયના પરિણામ તો પોતાના છે, બાપા! આહાહા...! નિર્ણય કરવાના પરિણામનું કાર્ય તો એનું પોતાનું છે. કહો, “નવરંગભાઈ'! આહાહા...! આવું
મુમુક્ષુ :– ડૉક્ટરે દર્દીને જોવો કે ન જોવો?
ઉત્તર :- આ ડૉક્ટર રહ્યા. આહા. ભાવ કરે, ઈ ભાવનું કર્મ તો એ જીવનું છે. આહાહા.!
મુમુક્ષુ :- આમ બે દ્રવ્યની ભિન્નતા કરે એને સમ્યગ્દર્શન થાય કે નહિ?
ઉત્તર – એટલી ભિન્નતાથી એક મિથ્યાત્વમાં એક ભાગનો અભાવ થાય. મિથ્યાત્વના ઘણા પ્રકાર માંહેલો.
મુમુક્ષુ :- પ્રવચનસારમાં કહે છે કે, બે દ્રવ્યના બે સ્વરૂપ અસ્તિત્વ ભિન્ન જાણે એને સમ્યગ્દર્શન થાય.
ઉત્તર :- એમાંથી એક જ પ્રકાર નહિ, પાછો રાગથી લાભ થાય એવી માન્યતા અંદર રહે (તો) શલ્ય રહી ગયું. એમાં કહ્યું છે, “બંધ અધિકારમાં, “સમયસારમાં. આ જીવને હું બચાવી શકું છું, મારી શકું છું એ મિથ્યાત્વ છે. ત્યારે ત્યાં લખ્યું છે કે, એક મિથ્યાત્વનો આ એક ભાગ છે. એમ લખ્યું છે. “સમયસાર, જયચંદ્રજી પંડિતે અર્થ કર્યો છે. આખું