________________
કળશ- ૨૧૧
૩૨૧
છે એ શું છે? એ પરિણામ છે, કાર્ય છે. કોને આશ્રયે (થયા)? એ લાકડીને આશ્રયે (થયા). આમ આંગળી કરી માટે નહિ. બે (વાત થઈ. ત્રીજું, કર્યા વિના એ પર્યાય થઈ નથી. ત્રણ. ત્યારે કહે કે, પહેલી સીધી અવસ્થા હતી અને આમ થઈ એ કેવી રીતે થઈ? એની સ્થિતિ એકરૂપ ન હોય માટે. બીજે સમયે બીજી થવાનું કાર્ય હોય માટે એ થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ
આ લાકડી છે, જુઓ! હવે આ નીચે હતી અને આમ ઊંચી થઈ. તો કહે છે કે, એ પરિણામ છે એના એ એનું કર્મ છે, એ પરમાણને આશ્રયે કર્મ છે અને કર્યા વિના એ પરિણામ હોય નહિ અને એ પરિણામ થયા પહેલા નહોતા અને આમ થયા એનું કારણ શું? કે, વસ્તુની સ્થિતિ એકરૂપ ન હોય. ભિન્ન ભિન્ન સ્થિતિ હોય માટે ભિન્ન ભિન્ન સ્થિતિ દેખાય છે. એ પરના નિમિત્તથી ભિન્ન ભિન્ન સ્થિતિ છે એમ નથી. સમજાણું કાંઈ? કહો, “ચીમનભાઈ ! આ શું તમારું બધું સ્ટીલનું કારખાનું..?
મુમુક્ષુ :- ગુરુદેવા અહીંયાં કોઈ ના નહિ પાડે.
ઉત્તર :- પણ એણે નિર્ણય કરવો પડશે કે નહિ? એમ કહે છે કે, અહીં કોઈ ના નહિ પાડે, પણ ત્યાં જાય ત્યાં... ક્યાં જાય ને કોણ આવે? આહાહા..! આવી વાત એણે નક્કી કરવી પડશે, ભાઈ!
મુમુક્ષુ - ધ્યાન રાખવા માટે તો મુંબઈથી આવ્યા છે અને આપ તેની ના કહો છો તો કરવું શું અમારે?
ઉત્તર :- તે તે વખતના તે પરિણામ અત્યારે થાય છે, તે પરિણામ તે તે દ્રવ્યનું કાર્ય છે અને તે પરિણામ તે દ્રવ્યને આશ્રયે થયેલા છે અહીંના સાંભળવાને આશ્રયે થતા નથી અને તે પરિણામ કર્યા વિના હોતા નથી, એનો આત્મા એ પરિણામનો કર્યા છે. ત્યારે કહે કે, જ્યાં સ્થિતિ બીજી હતી અને અહીં બીજી) થઈ એનું શું? તો કહે છે, એ તો એની સ્થિતિ એકરૂપ રહે નહિ માટે બીજા પરિણામ થયા. સમજાય છે કાંઈ? ત્યાં “મુંબઈમાં હતા ત્યારે બીજા પરિણામ હતા અને અહીં બીજા પરિણામ છે, માટે અહીંને લઈને કાંઈ અસર છે? અહીંની કાંઈ અસર ન્યાં છે? કે, એ કર્મ અહીંનું છે કે, ના. કારણ કે સ્થિતિ એકરૂપ રહેતી નથી, બીજી સ્થિતિ થઈ છે. માટે બીજી સ્થિતિ થઈ માટે પરના નિમિત્તે થઈ એ વાતમાં માલ નથી કાંઈ. સમજાણું કાંઈ? આહાહા!
ઘરે બેઠા (ત્યારે) પરિણામ કંઈક હતા અને મંદિર આવ્યા ને ભગવાનના દર્શન થયા ને પરિણામ બીજા થયા. ત્યારે કહે છે કે, એ પરિણામમાં કાંઈક કારણ ખરું કે નહિ એ? ના. એની સ્થિતિ એકરૂપ ન હોય એટલે બીજી સ્થિતિ, બીજા પરિણામ થયા છે. આહાહા...! કહો, હીરાભાઈ'! આવી વાતું છે. હું
મુમુક્ષુ :- પરિવર્તન થયું છે. પર્યાયમાં થયું કે દ્રવ્યમાં?