________________
૩૨૦
ખરેખર તો અવલંબન છે. મુમુક્ષુ :
ખરેખર' શબ્દ...
ઉત્તર :– ઇ ખરેખર એનો અર્થ છે. ઇ આ કહેવું છે, તે માટે તો ખુલાસો કર્યો. એની સત્તાનું ત્યાં અવલંબન છે, ૫૨સત્તાનું અવલંબન નથી, એટલી વાત. હૈં? એ અપેક્ષા છે. આહાહા..! આ તો લોજીક–ન્યાય છે. એક પણ ન્યાય ફરે તો આખું તત્ત્વ ફરી જાય. આ તો સર્વજ્ઞ ભગવાન ત્રિલોકનાથ એણે જોયેલા ન્યાયો છે બધા. આહાહા..! હોશિયાર માણસ હોય માટે આ દુકાનનું બધું કામ વ્યવસ્થિત કરી શકે છે એ વાત તદ્દન જૂઠી છે, એમ કહે છે. હૈં?
કલામૃત ભાગ-૬
મુમુક્ષુ :– નોકર ઠોઠ રાખવો.
ઉત્તર :- નોકર ઠોઠ હોય તોય કામ નથી થતું, એ ઠોઠ છે માટે નથી થતું એમ નથી. પ૨નું કામ સારું નથી થતું, એ આ ઠોઠ નોકર છે માટે સારું નથી થતું, એમ નથી.
આહાહા..!
મુમુક્ષુ :– રાખવો કેવો?
ઉત્તર ઃ– કોને રાખે ને કોણ મૂકે? આહાહા..! આકરી વાતું, બાપા! આ તો બધા સિદ્ધાંતો છે. એકદમ સિદ્ધાંત છે). આહાહા...!
દરેક પદાર્થની વર્તમાન દશા તે તે તેનું પરિણામ, તે તેનું કાર્ય અને તે કાર્ય તેના દ્રવ્યને આશ્રયે થાય અને તે પરિણામના કર્તા વિના પરિણામ હોઈ શકે નહિ. આહાહા..! Íશૂન્યં દ ન મવતિ દરેક પદાર્થના પરિણામમાં કર્મ એ પોતે કાર્ય હોવા છતાં એ પરિણામ કર્યાં વિના ન હોય. આહાહા..! સમજાણું કાંઈ? ત્રીજો બોલ થયો ઇ.
ચોથો બોલ. આ ગાથા મુદ્દાની ૨કમની છે. ચોથો બોલ. ‘વસ્તુની એકરૂપે સ્થિતિ (અર્થાત્ કૂટસ્થ સ્થિતિ) હોતી નથી...' ઇ શું કહે છે? કે, માણસને એમ લાગે કે આ અગ્નિ આવી એટલે આ પાણી ઊનું થયું. તો કહે છે, ના. એ ઊના પાણીના પરિણામ એ કર્મ છે અને એ કર્મ કાર્ય છે તે પાણીને આશ્રયે થયેલ છે, અગ્નિને આશ્રયે નહિ. એક વાત. અને તે પરિણામ કર્યાં વિના હોય નહિ માટે એ પાણીના પરમાણુ જ એના કર્તા છે, બે વાત. ત્યારે (કોઈ) કહે કે, (પાણી) પહેલા એકદમ ઠંડું હતું અને અગ્નિ આવીને એકદમ ઊનું થયું. પહેલી ઠંડી અવસ્થા હતી, અગ્નિ આવીને ઊનું થયું. (તો કહે છે), વસ્તુની સ્થિતિ એકરૂપ રહેતી નથી માટે ઊનું થયું છે. અગ્નિ આવી માટે ઊનું થયું છે એમ નથી. સમજાણું કાંઈ? વસ્તુની સ્થિતિ-અવસ્થા એકરૂપ રહેતી નથી. સ્થિતિ-અવસ્થા ક્ષણે ક્ષણે બદલે છે માટે તે પાણી ઊનું થયું એમ દેખાય છે, પણ અગ્નિને લઈને પાણી ઊનું થયું, એમ અમે દેખતા નથી અને એમ છે નહિ. આહાહા..! સમજાણું કાંઈ?
લાકડી છે, એક લાકડી. હવે એને આમ બીજો વાળે છે. ત્યારે કહે કે, એ અવસ્થા