________________
કળશ- ૨૧૧
૩૧૯
એ વાણીનું કાર્ય નથી. આહાહા...! આવી વાતું છે. સમજાણું? એ વાણીની પર્યાય કાને પડી માટે ત્યાં જ્ઞાનના પરિણામ થયા એમ નથી. એ પરિણામનું કાર્ય તે તે આત્માનું છે અને તે આત્માને આશ્રયે થયેલા પરિણામ છે, વાણીને આશ્રયે કે ભગવાનને દેખ્યા માટે એમને આશ્રયે એ પરિણામ થયા એમ નથી. ભગવાનના પ્રતિમાના દર્શન થતાં જે શુભભાવ થાય તે શુભભાવ એ જીવનું કર્મ છે અને તે શુભભાવ જીવને આશ્રયે થાય છે, એ પ્રતિમાના આશ્રયે નહિ.
મુમુક્ષુ :- નિમિત્ત તો થાય ને?
ઉત્તર :- પણ નિમિત્તનો અર્થ જ ઈ છે કે, કાર્ય એનાથી થતું નથી. એનો અર્થ ત્યારે નિમિત્ત કહેવાણું.
મુમુક્ષુ :- ગુરુને આશ્રયે થાય.
ઉત્તર :- ગુરુને આશ્રયે પણ એના ધર્મના પરિણામ ન થાય, એમ અહીં તો કહે છે. ત્રણલોકના નાથ સમવસરણમાં બિરાજતા હોય, દેવો ચામર ઢાળતા હોય પણ એને આશ્રયે એના શુભ ભક્તિના પરિણામ થાય? ના, ના. આહાહા.. એવી વાત છે. ત્યારે પણ પોતાને આશ્રયે જો શુભભાવ થાય તો આ પછી આ મંદિર-બંદિર કરાવો છો શું કરવા? એમ કોઈક કહે. પુસ્તકને આશ્રયે પણ જ્ઞાન થાતું નથી એમ અહીં કહે છે.
મુમુક્ષુ :- તો પછી તમે વાંચો છો શું કરવા?
ઉત્તર- કોણ વાંચે છે? એ ભાષાના પરિણામ તો ભાષાને કારણે થયા અને અહીંયાં પરિણામ જે થાય એ આત્માને આશ્રય થયા, આને “પુસ્તકને) આશ્રયે થયા નથી. આહાહા... આ પુસ્તક છે એનાથી અહીંયાં જ્ઞાનના પરિણામ થયા નથી. એ જાણવાના પરિણામ એ આત્માનું કર્મ છે અને એ પરિણામ પરિણામીનું છે, આનું નહિ. આહાહા.! સમજાણું કાંઈ? બે (બોલ) થયા.
ત્રીજો બોલ. “વળી.” “ર્મ રૂ ન મતિ’ ‘કર્મ કર્યા વિના હોતું નથી...” કાર્ય-પરિણામ કર્યા વિના હોતું નથી. ત્રીજો બોલ. બે બોલ થયા ને? કે, પરિણામ, દરેક આત્માના વર્તમાન પરિણામરૂપી પરિણામ તે તેનું કાર્ય છે અને તે કાર્ય તેના દ્રવ્યના આશ્રયે થયેલ છે-બે વાત. અને ત્રીજી વાત-હવે એ પરિણામ કર્યા વિના હોતા નથી. સમજાણું કાંઈ? આહાહા.! છે? “ર્મ સ્કૂશૂન્ય રૂ ન મવતિ એ કર્મ નામ પરિણામ કર્યા વિના હોતા નથી. આહાહા! કર્તા એના દ્રવ્યને ઠરાવવું છે ને? ખરેખર તો એની પર્યાય જ કર્તા છે. રાગાદિની પર્યાય જ કર્તા છે, ગુણ-દ્રવ્ય ક્યાં કર્તા છે? પણ એનું અવલંબન છે ને ત્યાં? દ્રવ્યનું અવલંબન છે ને એને પોતાને વિકારમાં એટલું બસ. આશ્રય કરવો એટલે ત્યાં દ્રવ્ય-ગુણનો આશ્રય કરે છે તો વિકાર (થાય છેએમ અહીં લેવું નથી, પણ એની પર્યાયમાં એને અવલંબે થાય છે એટલે દ્રવ્યને અવલંબે થાય છે. એની પોતપોતાની પર્યાયનું