________________
૩૧૮
કલામૃત ભાગ-૬
જે રાગ થયો તે રાગનું પરિણામ તે કર્મ છે અને તે રાગનું પરિણામ કર્મ તે તેના આત્માના આશ્રયે થયેલ છે. એના પતિના આશ્રયે રાગ થયેલો છે એમ છે નહિ, એમ કહે છે. આહાહા... સમજાણું કાંઈ? આ તો બે સિદ્ધાંત છે. આહાહા. આ કારખાના બધા ચલાવે છે ને? એ કારખાનાની જે પર્યાય થાય છે એ પરિણામ તે કારખાનાના રજકણનું કર્મ નામ કાર્ય છે. કહો, “વજુભાઈ! આ “વજુભાઈનું કારખાનું યાદ આવ્યું. આવ્યા હતા ને ત્યાં આહાહા...! કહો, સમજાણું કાંઈ? માથું ભારે, આમ સંચો ચાલે, પેલો માણસ ઊભો હોય તે આમ ચલાવે તો કહે છે કે, એ સંચો ચાલવાના પરિણામ છે એ કાર્ય છે. કોનું કે, એ પરમાણુના આશ્રયે થયેલ છે. બીજાની આંગળીને આશ્રયે થયેલ નથી. આહાહા...! આવું સ્વરૂપ જ તત્ત્વનું છે. હવે એને જ્યાં-ત્યાં અભિમાન... અભિમાન... અભિમાન... હું કરું હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે... આહાહા...!
બે બોલ થયા. અહીંયાં વિકારનો આશ્રય પણ આત્મા લીધો. આત્મા તો દ્રવ્ય-ગુણે શુદ્ધ છે. પણ એનો અર્થ છે કે, એ દ્રવ્યની પર્યાય દ્રવ્યને આશ્રયે થયેલ છે, એટલું. એ કોઈ પરને આશ્રયે થયેલ છે એમ નથી. એટલું. શું કીધું છે? વિકાર છે એ દ્રવ્ય-ગુણમાં તો છે નહિ. ત્યારે દ્રવ્ય-ગુણને આશ્રયે વિકાર થાય એ શી રીતે? પણ એનો અર્થ કે એ દ્રવ્ય-ગુણનું લક્ષ તો એને ત્યાં છે નહિ, એનું લક્ષ પર ઉપર છે, પણ છતાં એ દ્રવ્યના પરિણામ દ્રવ્યથી–એનાથી થયેલા છે, એમ. શું કીધું સમજાણું કાંઈ?
દ્રવ્ય-ગુણ જે છે એ તો શુદ્ધ ચૈતન્ય આનંદકંદ છે. હવે એમાંથી રાગ ઉત્પન્ન થાય એ તો દુઃખ છે. દુઃખનો આશ્રય કોણ? કે, આત્મા. આત્મા તો આનંદ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે.
મુમુક્ષુ :- એ તો અજ્ઞાનીને.
ઉત્તર – પણ છતાં અજ્ઞાનીને પણ એ દુઃખનો આશ્રય છે એમ કહેવું છે. જેમાં આનંદ છે એ આત્મા. એટલે એ એની ચીજ છે ને અખંડ? એમ ગણવું છે. આહાહા...! ખરેખર તો એ પરિણામ જે રાગના કે દુઃખના થાય તેનો કર્તા અને આશ્રય તે પરિણામ જ છે, પણ અહીંયાં એ પરિણામ પરદ્રવ્યને આશ્રયે નથી થયેલા એટલું સિદ્ધ કરવા પોતાના આશ્રયે થયેલા છે એમ કીધું છે. આહાહા...! સમજાણું કાંઈ?
મુમુક્ષુ :- અધિકરણ. ઉત્તર :- આધાર. નહિતર અધિકરણ તો પર્યાય પોતે જ છે. આહાહા..!
બે. ‘(અન્યના પરિણામનો અન્ય આશ્રય નથી હોતો);” દેખો આત્માના રાગના ને ધર્મના પરિણામનો આશ્રય પર નથી. આહાહા...! દેવ-ગુરુ ને ધર્મની વાણી એ આત્માના ધર્મના પરિણામ અને આશ્રયે થયા, એમ નથી. આહાહા.! સમજાય છે કાંઈ સાંભળતા શબ્દ કાને પડતાં એને જે જ્ઞાનના પરિણામ થાય તે પરિણામ તે તે આત્માનું કર્મ છે,