________________
કળશ- ૨૧૧
૩૧૭
નાખે છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું ન કરે એ નહિ. એકાંત છે. કરે. એ પણ સાંભળનારા પણ કેવા દિગંબરના સાંભળનારા એના જેવા. કાંઈ વિચાર કરે છે કે, આ શું કહે છે? એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. ન કરે તો આ કર્મને લઈને વિકાર થાય છે, એમ કહે છે. કર્મના પરિણામનો આશ્રય પરમાણુ. કર્મની અવસ્થા થવામાં તે પરિણામનો આશ્રય તે પુગલ તેનો આશ્રય છે), રાગ આશ્રય નહિ. આહાહા.! સમજાય છે કાંઈ? આહા...!
છ કારણે જ્ઞાનાવરણીય બંધાય. એ જ કારણના પરિણામનો કર્મ કર્યા પરિણામી. એ છ પ્રકારના પરિણામ જે જ્ઞાનાવરણીય બંધનમાં નિમિત્ત છે) એ પરિણામનો આશ્રય આત્મા અને તે કાળે જ્ઞાનાવરણીય જે બંધાય તો એ જ્ઞાનાવરણીયના પરિણામનો આશ્રય તેના પરમાણુ (છે). આહાહા.! આ તો સીધીસાદી ભાષા છે, એમાં કંઈ બહુ ઝીણું નથી. બે વાત થઈ. કઈ બે વાત? કે, પરિણામ તે કાર્ય છે–એ એક વાત. અને તે પરિણામ પરિણામીને આશ્રયે છે, એ બે વાત. બે સિદ્ધાંત થયા. આહાહા..!
એ બીડી વાળે છે ને? શેઠા બીડી. બીડી. તો કહે છે કે, એ પરિણામ જે આમ થયા બીડીના પરિણામ, એ તેનું કાર્ય છે, બીડીના રજકણનું અને તે પરિણામ તે રજકણને આશ્રયે થયેલા છે. એ આંગળીના આશ્રયે થયા છે એમ નથી. આહાહા.
હવે આ દાક્તરો ઇંજેક્શન આપે ને? નાડ જોવે ને આ નાડ? ઓલી રગ આવે રગ, નાખવા માટે. એ.ઈ.! તપાસે કે નહિ? કહે છે કે, આમ જે ખાડો પડ્યો એ પરિણામ એ પરમાણુનું કાર્ય છે, આંગળીનું નહિ. સમજાય છે કાંઈ? આહાહા...! ભારે કામ.
મુમુક્ષુ :- ધંધા કેમ ચાલશે?
ઉત્તર :ધંધો કોણ કરે છે? અભિમાન કરે છે. શેઠા અમે કરીએ છીએ. બહુ કર્યું છે ને અભિમાન. સાયકલમાં ફરી ફરીને પછી પૈસા ભેગા કર્યા છે, એમ સાંભળ્યું છે. એ પોતે સાયકલ ઉપર જાતા હતા. પૈસાના પરમાણુઓ અહીંયાં આવે એ પરિણામ એ પૈસાનું કર્મ છે અને તે પરિણામ તે પૈસાના રજકણને આશ્રયે થયેલ છે. બીજાએ ત્યાં પૈસા પેદા કર્યા ને લાવ્યો છે ને મૂક્યા છે એ વાતમાં માલ કાંઈ નથી. આહાહા.! હૈ? પણ એ તો દરેકને અનાદિથી છે ને આહાહા...! આવો માર્ગ.
બે બોલ થયા. ક્યા બે બોલ થયા? ક્યા બે બોલ થયા? બોલાય ગયા, હમણા બોલાય ગયા. એ નહિ. નહિ. નહિ. એનું ધ્યાન નથી. વાત કરી હમણા કહી ગયા કે, એક પરિણામ જે દરેક દ્રવ્યનું છે તે તેનું કાર્ય છે–એક વાત. અને તે પરિણામ પરિણામીને આશ્રયે છે તે બીજી વાત. એમ ને એમ ચાલ્યું આવે છે, ભાષા તમે સમજો કે, જાણે આપણે સમજીએ છીએ ને એમ ને એમ ચાલ્યું આવે છે. એમ નથી.
મુમુક્ષુ :- એ ભાવ પકડે છે, કહેતા ન આવડ્યું. ઉત્તર :- આ બચાવ કરે છે તમારો. આહાહા.. સ્ત્રી છે એનો જે આત્મા છે એને