________________
૩૧૬
કલશામૃત ભાગ-૬ પાટીયા ઉપર વણીને (ક). ખાટલા ઉપર પાટીયું નાખ્યું હોય. બહુ હોશિયાર હોય. ધૂળેય થાય નહિ એમ કહે છે અહીં તો. આહાહા...!
મુમુક્ષુ :- અમારી એકેય વાત આપ નહિ માનો.
ઉત્તર :- તમારી એકેએક વાત બધી જોઈ છે. બધી નજરે જોઈ છે ત્યાં પરીક્ષા પણ કરી છે, હોં! આહાહા...!
અહીં કહે છે કે, અહીં ઈ કહે છે, જુઓ! પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે...” કર્મ એટલે કાર્ય. દરેક પરમાણુ ને દરેક આત્મામાં તે ક્ષણે થતા તેના પરિણામ-પર્યાય તે કર્મ નામ કાર્ય કહેવામાં આવે છે. તે તે દ્રવ્યનું તે કાર્ય છે એમ સિદ્ધાંત છે. આહાહા...! ભાષા તો સાદી છે પણ ભાવ (ગંભીર છે. આ ભાવ તો ઘણી વાર આવી ગયેલા છે, આ કાંઈ બહુ સૂક્ષ્મ નથી. આહાહા.! સમજાય છે કાંઈ?
હવે આવે છે, અને “ર: પરિમિન: વ ભવેત, પરસ્થ ન મવતિ એ “પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ હોય છે........ આહાહા.! જુઓ! વિકારનો આશ્રય આત્મા છે એમ અહીં કહે છે.
મુમુક્ષુ :- અશુદ્ધનિશ્ચયનયે કહેવાય.
ઉત્તર :- વસ્તુસ્થિતિ છે ને એ? પુણ્ય-પાપના પરિણામનો આશ્રય જીવ છે. એ જીવ પરિણામિન એ પરિણામી જીવ એનો એ પરિણામ છે. કેમકે પરિણામીને આશ્રયે પરિણામ થાય છે. આહાહા...! સમજાય છે કાંઈ? છે ને? “સ: પરિણામિનઃ વ મ એ તો પરિણામ પોતાના આશ્રયભૂત.” દેખો...! વિકારને પણ પરિણામ ગણીને જીવના આશ્રયથી થાય તેમ કહ્યું છે. આહાહા... કર્મને લઈને નહિ. જીવમાં વિકાર થાય તે પરિણામ પરિણામીનું છે. પરિણામી એટલે પદાર્થ, તે તેનું પરિણામ છે. કેમ? એ પરિણામ પરિણામીને આશ્રયે થયેલ છે. નિમિત્તને આશ્રયે થયેલ નથી. આહાહા.! પુણ્ય ને પાપ, દયા ને દાન, કામ, ક્રોધ ભાવ થાય કે હિંસા, જૂઠું આદિ આ કામ કરું એ ભાવ, પરિણામ પરિણામીનું પરિણામી એટલે દ્રવ્ય, તે તે દ્રવ્યને આશ્રયે તે પરિણામ થાય છે. આહાહા.. સમજાય છે કાંઈ? હવે અહીં કહે છે કે, તમે બે ભેગા માનો તો તમારું અનેકાંત કહેવાય. એક જ માનો તો એકાંત કહેવાય, એમ એ લોકો કહે છે. અહીં કહે છે, એકાંત છે એ જ સમ્યફ છે. આહાહા.! સમ્યક્ એટલે સત્ય.
“: પરિણામિનઃ ઇવ મત’ જોયું? એ પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનો જ.” “વ” છે ને? “વ મવે. આહાહા...! વિકારના પરિણામ પરિણામી આત્માને આશ્રયે જ છે. આહાહા...! એમ ધર્મના પરિણામ સમ્યગ્દર્શન, જ્ઞાન આદિ ધર્મના પરિણામ પરિણામી નામ આત્માને આશ્રયે જ છે. આહાહા...! સમજાણું કાંઈ? આની મોટી તકરાર છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે. હમણાં એક ઓલી આર્જિક છે ને? એ પણ અહીંના વિરુદ્ધનું ખૂબ