________________
કળશ- ૨૧૧
૩૧૫
ભિન્ન ભિન્ન જાતની હતી. છાપેલી આમ અમુક જાતની. “વઢવાણના છે કોઈક આપણા સ્થાનકવાસી, પણ આમ પ્રેમી એટલે ત્યાં દૂધ પીધું હતું. હું જામનગર,
એ અહીં કહે છે, આહાહા... એ છાંટ આમ જે પડે અંદરમાં એ પરિણામ-કાર્ય એ પરમાણુનું છે. આ તમારા ઘરની વાતું ચાલે છે. આહા.! મોટું કારખાનું છે ત્યાં-જામનગર, ભિન્ન ભિન્ન જાતની લાદીમાં અહીં બીજી છાંટ, અહીં બીજી છાંટ, અહીં બીજી છાંટ (એવી) સાત-આઠ જાત બધી જોઈ હતી ત્યાં. આહાહા.! અહીં કહે છે કે, કોઈપણ પરમાણુ કે કોઈપણ આત્મા તે સમયના જે પરિણામ પરમાણુ કે આત્મામાં થાય તે પરિણામ જ તે જીવનું અને જડનું કાર્ય છે. આહાહા.! સમજાણું કાંઈ? એ પહેલો સિદ્ધાંત કીધો.
મુમુક્ષુ :- કામ કરવું કે હાથ જોડીને બેસી રહેવું?
ઉત્તર:- કોણ હાથ જોડે અને હાથ છોડે કોણ? હાથ જોડવાની આ સ્થિતિના પરિણામનો કર્તા તો પરમાણુ છે. આહાહા.!
મુમુક્ષુ :- એ વાત તો સિદ્ધાંતની છે અમલમાં મૂકવી કઈ રીતે?
ઉત્તર :- સિદ્ધાંત જે રીતે છે એ રીતે અમલમાં મૂકાય કે બીજી રીતે અમલમાં મૂકાય? એમ કે, એ તો સિદ્ધાંત થયો કે, આત્મા પોતાના પરિણામ કરે, પરના નહિ. પણ હવે એનું કાર્ય શું? પણ બીજું કયું કાર્ય છે? અજ્ઞાની રાગ અને દ્વેષના કાર્યને કરે, જ્ઞાની જ્ઞાતા-દષ્ટાના પરિણામને કરે, બસ! એ જ એનો સિદ્ધાંત છે. આહાહા.! સમજાણું કાંઈ? આવો માર્ગ છે, ભાઈ! આહાહા...!
અહીં પરિણામ (એટલે) નિશાળના છોકરાઓનું પરિણામ આવે છે એ નહિ. પરિણામ એટલે તે તે દ્રવ્યના તે ક્ષણના પર્યાયરૂપી ભાવ તેને અહીંયાં પરિણામ કહે છે. તે પરિણામ તે તે દ્રવ્યનું કર્મ નામ કાર્ય છે. આહાહા...! સમજાય છે કાંઈ? હું
મુમુક્ષુ :- કાલે તો આપ કહેતા હતા ઉપચારથી છે.
ઉત્તર :- એ તો એક ને બેની વચ્ચે કહેવું હોય ત્યારે. આ તો પરથી જુદું પાડતી વખતે એના પરિણામનો કર્તા ઈ છે, એમ કહેવું છે. પછી એના બેના ભેદ પાડવા હોય તો પરિણામ કર્મ અને આત્મા કર્તા એ પણ ઉપચાર છે. ધર્મના પરિણામનો આત્મા કર્તા અને પરિણામ ધર્મ એનું કાર્ય, એ પણ ઉપચાર છે. અહીં તો અત્યારે પરથી ભિન્ન પાડવાની છે. આહાહા.... ક્ષણે ને પળે હું કરું. હું કરું... કરું... આહા.! સમજાય છે કાંઈ?
આ શેવ થાય, શેવ, પાપડ, વડી. બાઈયું બહુ હોંશિયાર હોય છે એમ માને કે મારા હાથે વડી બહુ સારી થાય.
મુમુક્ષુ :- એ તો હળવો હાથ હોય તો થાય.
ઉત્તર – ધૂળેય હળવો નથી, હાથ ક્યાં એના બાપનો હતો? અભિમાન કરે કે, અમારે હાથે તો વડી સારી થાય. વડી કહે છે ને? પાપડ, શેવ. શેવ. શેવ કરે છે ને? ઓલા