________________
કલશામૃત ભાગ-૬
શું કહે છે? નનુ નિ’ ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે...' શું કહે છે? વાત તો એ ચાલી આવે છે કે, જીવ કર્મના પરિણામને કરતો નથી. જીવ રાગને કરે. એ રાગ તેનું પરિણામ અને તેનું તે કર્મ. તે વખતે કર્મ જે બંધાય છે એ કર્મ ૫૨માણુઓનું એ કર્મ પરિણામ છે. એ પરિણામ એટલે કર્મ. પુદ્ગલના રજકણો છે તે જ્ઞાનાવરણાદિ રૂપે થાય છે તે પરિણામ તે પરમાણનું પરિણામ-કર્મ છે. આવી વાત. અહીં તો એ અંદરનો દૃષ્ટાંત આપ્યો. એ રીતે બહારની ચીજ તો ક્યાંય રહી ગઈ. જે અહીંયાં રાગના પરિણામ જીવ કરે એ પરિણામ એ જીવનું કર્મ છે. કર્મ એટલે કાર્ય. એ વખતે કર્મ બંધાય તે પરિણામનું કાર્ય જીવનું નથી. આહાહા..! તે જ સમયે જે સમયે રાગ અને દ્વેષાદિ પરિણામ થયા તે જ સમયે ત્યાં સામે કર્મ બંધાય પણ તે કર્મના પરિણામ પુદ્ગલના પિરણામ કર્મરૂપે થયા એ કર્મરૂપે પર્યાય થઈ, પરિણામ (થયા) એ પુદ્ગલનું કાર્ય છે, આત્માનું કાર્ય નહિ. આ...! આવી વાતું. સમજાય છે કાંઈ? જ્યારે અંદરમાં આ પ્રમાણે છે તો બહારની વાત તો શું કરવી? એમ કહે છે. છે? ૨૧૧.
ખરેખર પરિણામ...' પરિણામ એટલે કર્મની પર્યાય એ પરિણામ. અહીં જીવનો રાગ એ જીવની પર્યાય એ પરિણામ. એ પરિણામ તે જ વિનિશ્ચિયત:' નિશ્ચયથી કર્મ છે...’ કર્મ એટલે કાર્ય. આહાહા..! સમજાણું કાંઈ? જીવે અહીંયાં રાગ કર્યો કે દ્વેષ કર્યો માટે કર્મ બંધાણા (એમ નથી). એ કર્મના પરિણામનું કાર્ય પુદ્ગલ કર્મનું છે, આત્માનું નહિ. બીજી રીતે, જીવ જે ધર્મ પરિણામ કરે છે, સમ્યગ્દર્શન-જ્ઞાનના પરિણામ એ જીવનું કાર્ય છે. તે વખતે કર્મનો અભાવ થાય છે એ કાર્ય જીવનું નહિ. સમજાય છે કાંઈ? દર્શનમોહનો કે ચારિત્રમોહનો (અભાવ થયો તે જીવનું કાર્ય નહિ). દર્શન, જ્ઞાનના પરિણામ જીવે પોતાના આશ્રયે કર્યાં તો એ પરિણામ સમ્યગ્દર્શન, જ્ઞાન એ આત્માનું કાર્ય છે, પણ તે સમયે કર્મનો અભાવ થયો એ આત્માનું કાર્ય નહિ. આહાહા..! એ કર્મનો અભાવ (થયો) એ પુદ્ગલનું કાર્ય છે. આહા..! આવી વાત છે. સમજાણું કાંઈ?
પરિણામ-પરિણામ એટલે કોઈપણ નિર્મળ પરિણામ કે સમળ પરિણામ, કર્મ પરિણામ કે શરીરના પરિણામ. આ શરીર છે, જુઓ! તો શરીરના આ જે પરિણામ થાય છે એ કર્મ છે, કર્મ એટલે કાર્ય. કોનું? એ પરમાણુનું, આત્માનું નહિ. સમજાય છે કાંઈ? આત્માનું (કાર્ય) તો ઇચ્છા કરી તે તેનું કાર્ય અથવા તે કાળે ઇચ્છાનું જ્ઞાન કર્યું તે તેનું કાર્ય ,પણ આ શરીરની ક્રિયા (થઈ) તે કાર્ય આત્માનું નહિ. આહાહા..! આખો દિ' આ બધા કરે છે ને? તમારા લાદીનું ને શું નાખે છે? શું કહેવાય ઓલું, નહિ? લાદીમાં. હેં? રંગ છાંટે ને બીજું કાંઈક કહેવાય છે ને ઇ? ભાત પાડવા માટે. ડિઝાઈન, ભાત પાડવા માટે નાખે છે ને કાંઈક? બધું જોયું હતું ને એક ફેરી જામનગ૨’માં. ‘જામનગ૨’માં એક મોટો આપણો ‘વઢવાણ’નો? લાદીનો મોટો ધંધો. કારખાનું છે). ત્યાં દૂધ પીધું હતું, ત્યાં બધી લાદી આમ
૩૧૪