________________
કળશ-૨૧૭
૪૨૧
અહીં કહે છે કે, સ્વરૂપ રાગથી, પુણ્યની ક્રિયાથી પણ ભિન્ન (છે) એવો સમ્યક્ અનુભવ થયો તો તાકાત નથી કે રાગ પોતાને કરાવી દે કે આત્મામાં રાગનું કાર્ય થઈ જાય એવી રાગમાં તાકાત નથી. જ્ઞાનમાં એવી તાકાત પ્રગટ થઈ કે સ્વને પણ જાણે અને રાગ છે તેને જાણે, ૫૨ તરીકે જાણે, પણ રાગ મારું કાર્ય છે એવી રાગમાં તાકાત નથી અને જ્ઞાનમાં તાકાત નથી કે રાગનો કર્તા થઈ જાય. આહાહા..! આવી વાત છે. શશીભાઈ’! ભાઈ આવી ગયા છે? ‘હસમુખ’! આવી ગયા. સવારે પૂછ્યું હતું. ડૉક્ટરને મૂકવા ગયા હશે. આહાહા..!
અરે..! પ્રભુ! શું કહીએ? આ વાત કેવી છે ને કેમ છે? પ્રભુ! અલૌકિક વાતું છે, નાથ! આહાહા..! તારી ચીજને તેં જાણી નહિ અને તારી ચીજમાં જે ચીજ છે, પર્યાયમાં છે પણ ત્રિકાળી સ્વરૂપમાં નથી. તેને પોતાના માનીને ચાર ગતિમાં રખડવાના ભ્રાંતિ ભાવ ઉત્પન્ન કર્યાં. આહાહા..! એકવાર પ્રભુ, એકવાર સાંભળ તો ખરો, એમ કહે છે. પોતાનું ચૈતન્ય, અનંત વીર્ય, અનંત જ્ઞાન નીચે કહેશે. નીચે કહે છે. છેલ્લી લીટી છે. અનંત ચતુષ્ટયસ્વરૂપ છે...’ અનંત ચતુષ્ટયસ્વરૂપ. શું કહે છે? આહાહા..!
અંતરમાં તો ભગવાન સ્વરૂપમાં, આત્મામાં તો અનંત જ્ઞાન, જાણન સ્વભાવ બેહદ છે, અપરિમિત છે, મર્યાદા રહિત એનો અનંત જ્ઞાન સ્વભાવ ભગવાનઆત્માનો છે. એવો અનંત દર્શન સ્વભાવ છે, એવો અનંત આનંદ સ્વભાવ છે, એવો અનંત બળ–વીર્ય આત્માનું વીર્ય, હોં! આ વીર્ય શરીરથી પુત્ર થાય છે એ નહિ, આત્મામાં એક બળ એવું છે કે અનંત વીર્ય છે, અનંત બળ છે. આહાહા..! એ અનંત ચતુષ્ટય જે શક્તિરૂપે હતું તેનો અનુભવ કરીને પ્રતીતિમાં પહેલા આવ્યું. આહાહા..!
શ્રીમદ્’ તો એમ કહે છે કે, આત્માનું ભાન થયું, સમ્યગ્દર્શન, તો શ્રદ્ધા અપેક્ષાએ કેવળજ્ઞાન પ્રગટ થયું. ‘શ્રીમદ્ રાજચંદ્ર’ થયા છે. ઘણી શક્તિ હતી, નાની ઉંમરમાં ૩૩ વર્ષે દેહ છૂટી ગયો. ૩૩ વર્ષ ને ચાર માસ. પણ શક્તિ ઘણી લઈને આવ્યા હતા. નાની ઉંમ૨માં એમને ૨૨ વર્ષે તો આત્મજ્ઞાન થયું હતું, ૨૨ વર્ષે અનુભવ થયો. ૩૩ વર્ષે દેહ છૂટી ગયો. ઝવેરાતનો ધંધો હતો. મુંબઈ’! લાખો રૂપિયાનો ઝવેરાતનો ધંધો હતો પણ એમને કંઈ નહિ. જેમ નાળિયેરમાં ગોળો છૂટો હોય ને? નાળિયેરમાં ખળ ખળ ખળ ખળ (થાય). એમ આત્મા રાગથી અંદર ભિન્ન છે. આહાહા..!
અહીંયાં ભિન્નનું ભાન થયું તો પોતાની તાકાત એવી પ્રગટ થઈ કે રાગને જાણવામાં રહે એવી તાકાત પ્રગટ થઈ અને રાગની તાકાત એવી નથી કે આત્માને કર્તા બનાવે, એ રાગમાં તાકાત નથી. આહાહા..! શેય-જ્ઞાન, ઝીણી વાત છે, પ્રભુ! શું કહીએ? આહાહા..! અરે..! ભાઈ! ધર્મની રીત બાપુ! અલૌકિક ચીજ છે, ભાઈ! શું કરીએ? આહાહા..! એ કોઈ બહારની પ્રવૃત્તિથી દયા, દાન ને ભક્તિ ને વ્રત ને તપ ને એનાથી એ પ્રગટ થતો નથી. આહાહા..! કેટલી વાત કરી છે, જુઓને! શું કહ્યું?