________________
૪૨૦
કલશામૃત ભાગ-૬
તો બેયનો સરખો છે). જેમ ઘઉંનો દાણો હોય છે ને? ઘઉં. ઘઉં... ઘઉં કહે છે ને? એ ઘઉં છે એવા બીજા છે, ઘઉંમાં ફેર નથી. પણ એની પર્યાયમાં ફેર છે. એક લોટ થઈ ગયો છે, એક લોટ થયો નથી, કાચો છે. સમજાયું? એક. શું કહે છે? ભૂલી ભૂલી કહે છે ને? થુલીને શું કહે છે? ઘૂલી કહે છે? લોટની ભૂલી થાય છે. એક ઘઉંની... શું કહેવાય? ભૂલી જવાય છે તમારા નામ. ઓરમું... ઓરમું! ઓરમું નથી કરતા? ફાડા... ફાડા. ઘઉં તો ઘઉં છે પણ એનો પ્રકાર, પર્યાયમાં ફેર થઈ ગયો. સમજાય છે કાંઈ? એમ ભગવાન આત્મા અને પરમાત્મા થઈ ગયા એ વસ્તુ તરીકે તો એકસરખા છે પણ અંદર દશામાં ફેર છે. આહાહા! સમજાય છે કાંઈ?
કોઈ પોતાના કર્મનો ઉદય જે તે પ્રકારે કરવાને સમર્થ નથી.” આહાહા...! શું કહે છે? જેણે પોતાના આનંદ અને જ્ઞાનના સામર્થ્ય, પૂર્ણ શક્તિનો અનુભવ-પ્રતીતિ થઈ તો એના સામર્થ્યમાં રાગ એને કર્તા બનાવે એવું રાગમાં સામર્થ્ય નથી. આહાહા. ભારે વાતું, ભાઈ! આવા સિદ્ધાંતો ઝીણા. ઓલું તો સહેલુંસટ હતું. વ્રત કરો, શરીરથી બ્રહ્મચર્ય પાળો, જાઓ ધર્મ થઈ ગયો. ધૂળેય ધર્મ નથી, સાંભળને હવે શરીરથી જાવજીવ બ્રહ્મચર્ય પાળ્યું એમાં શું છે? એ તો રાગ છે. બ્રહ્મ નામ ભગવાન આનંદનો નાથ, એમાં ચરવું-રમવું અને રાગથી ભિન્ન થઈ જવું ત્યારે તો સમ્યગ્દષ્ટિરૂપી બ્રહ્મચર્ય કહે છે. પછી ચારિત્રમાં સ્વરૂપમાં ખૂબ જામી જવું, રમવું ત્યારે રાગનો ત્યાગ અને રાગનો સન્યાસ થયો એમ કહેવામાં આવે છે. એ વિના બધું થોથાં છે. બહારથી તો અનંત વાર સાધુ થયો, નગ્ન થયો, હજારો રાણી છોડી, હજારો રાણી છોડીને બ્રહ્મચારી થયો અને નગ્ન થયો પણ અંતરમાં રાગથી ભિન્ન ભગવાન છે (એમ અનુભવ ન કર્યો. એ રાગની ક્રિયામાં જ પોતાપણું માનીને) સંતોષમાં આવી ગયો, પણ એનાથી ભિન્ન મારી ચીજ પૂર્ણાનંદ છે એનું આત્મજ્ઞાન અને વેદન કર્યું નહિ. એ વિના એના ભવભ્રમણ મટશે નહિ. આહાહા.!
એક “નરસિંહ મહેતા થયા છે ને? વૈષ્ણવમાં. નહિ? જૂનાગઢ', “નરસિંહ મહેતા થયા છે. ભગત નથી કહેતા? એ પણ એની દૃષ્ટિ પ્રમાણે એમ કહેતા હતા. હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” અજ્ઞાની એમ માને છે કે હું શરીરનું કરી દઉં, પરનું કરી દઉં, દેશનું કરી દઉં, પણ્ય-પાપના ભાવને કરી દઉં, એમ હું કરું, હું કરું એવા અજ્ઞાનમાં. હું કરું, હું કરું. હું એટલે મેં કર્યું. એવું અજ્ઞાન છે. આહાહા...! શકટનો ભાર. શકટ નામ ગાડું. કૂતરો નીચે હોય. ગાડું ગાડાથી ચાલે છે, નીચે કૂતરો હોય એનું ઠુંઠું નીચેથી અડતું હોય તો એ એમ જાણે કે આ ગાડું મારાથી ચાલે છે. એમ કૂતરા જેવો અજ્ઞાની અનાદિથી આ પરની ક્રિયા હું કરું છું, શરીરની ક્રિયા હું કરું છું, રાગને હું કરું છું એ કૂતરા જેવો પ્રાણી અજ્ઞાની મનુષ્ય સ્વરૂપે મૃગા ચરંતી. છે મનુષ્યનું સ્વરૂપ પણ મૃગલા જેવા છે. હરણ સમજાય છે ને?